માધાપરમાં ૧૦ વર્ષિય બાળાની છેડતીથી ભારે ચકચાર
ભુજ : હાલમાં આદ્ય શક્તિની આરાધના નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે. તેવામાં ભુજ તાલુકાના માધાપર ગામે ૧૦ વર્ષિય બાળાની છેડતી થતા ભારે ચકચાર ફેલાઈ જવા પામી હતી.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ૧૦ વર્ષિય બાળા સાથે નિર્લજ શારીરિક હુમલો કરવામાં આવ્યો હતો. બાળા હેબતાઈ જતા પરિવારને જાણ થઈ હતી. જેથી આરોપી કનૈયા દલપતભાઈ પરમાર સામે માધાપર પોલીસ સ્ટેશનમાં છેડતી તેમજ બાળકોને રક્ષણ આપતા અધિનિયમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ બનાવથી રહેણાક વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ હતી. બનાવ અંગે માધાપર પોલીસે ગુનો દાખલ કરીને પીઆઈ ડી.એમ.ઝાલાએ આગળની તપાસ હાથ ધરી છે.

Comments