કચ્છનો સૌથી મોટો કોલસાચોર સંઘડનો કરસન દબોચાય તો અને તો જ કોલસાચોરી અટકે..!
વાયોર પોલીસે અલટ્રાટેક સિમેન્ટ કંપનીમાં કોલસા હેરફેર કેસમાં કરસનને નોટીસી પાઠવી છે તે વેળાએ સુચક ઈશારો
પૂર્વ કચ્છમાં ગુપ્તાજી નામનો શખ્સ, રોકશ-વીકી, તથા મહેન્દ્ર સહિતના મોટા મોટા કોલસાચોરો સક્રીય હતા તે વખતે રાજસ્થાનમાં પાર્ટીઓ શોધી દેવાથી માંડી અને માલની ડીલીવરી કરાવી અને ચોરાઉ અથવા તો સારી ગુણવત્તાનો કોલસો કાઢી લઈ નબળી ગુણવત્તાનો કોલસો હેરફેર કરવા સહિતની બધી જ જવાદબારીઓ આ કરસન જ સંભાળતો હોવાની છે ચર્ચા
કોલસાના ભાવ ખુબ જ ઉંચા હતા તે સમયે કરસને ચોરાઉ કોલસાની હેરફેરનો ખુબ મોટો ધંધો-ગેરકાયદેસર વેપાર કરી લીધો
હોવાની છે ચર્ચા : વાયોર પોલીસ ઉંડી ઉતરે : કરસન સામે રાજસ્થાનમાં નોધાયેલા હશે ગુના
ગાંધીધામ : અબડાસાના વાયોરમાં આવેલી સિમેન્ટ કંપનીમાં કંડલાથી ગયેલા કોલસાની ગુણવત્તા ફેરફાર કરવામાં આવી હોવાનો ગુનો વાયોર પોલીસ મથકે નોંધાવવા પામ્યો હતો. વાયોર પોલીસના શ્રી ડાંગરની ટીમ દ્વારા આ ઘટનાને ગંભીરતા લઈ અને ઉંડાણપૂર્વકની કડક તપાસ આ કિસ્સામાં કરતા હાલતુરંત તેના તાર અબડાસાથી પૂર્વ કચ્છ ભણી ફંટાવવા પામી ગયા છે. ડ્રાયવરને દબોચાયો હતો તેની પુછતાછમાથી એક શખ્સનુ નામ બહાર આવવા પામ્યુ હતુ. જે બાદ આગળ તપાસ ધપવા પામતા વધુ પાંચ નામો સામે આવી ગયા છે. તેમાં રફીક અને કરસનના નામો પણ સપાટી પર આવવા પામ્યા છે.
દરમ્યાન જ જાણકારો કહી રહ્યા છે કે, જો આ કરસનને ઉઠાવાશે અને તેની સામે કડકમા કડક કાર્યવાહી થશે તો જ કચ્છ આખાયમાં વિદેશી કોલસાના વકરી ગયેલા આ કૌભાંડો પર બ્રેક આવશે. કહેવાય છે કે, જયારે કેાલસાના ભાવ ખુબ ઉંચા હતા તે સમયથી આ સંઘડનો કરસન તેમાં પરોવાયેલો છે. મોટા મોટા કોલસાવાળા ગાંધીધામમાં જે ગુપ્તાજી નામનો શખ્સ, રાકેશ, વીકી અને મહેન્દ્ર સહિતનાઓ વિદેશી કોલસાનો ગેરકાયદેસર ધંધો ધમધમાવતા હતા ત્યારથી કરસન આ કાળા કારોબારમા મુખ્ય ચાવીરૂપ ભુમિકા ભજવતો રહ્યો હોવાનુ મનાય છે. કહેવાય છે કે, કરસન ચોરાઉ કોલસા ખરીદીનો મુખ્ય સુત્રધાર છે. કોલસો ચોરાય બાદ પાર્ટીઓ તેના માટેની શોધી દેવાથી લઈ અને માલ પહોચાડવા સુધીની બધી જ જવાબદારી આ સંઘડનો કરસન જ લેતો હોવાનુ કહેવાય છે. મહેન્દ્ર-ગુપ્તા નામના શખ્સ સહિતના કોલસાચોરો જયારે સંકુલમાં સક્રીય હતા તે વખતથી આ કરસન કોલસાચોરી કરી રહ્યો છે. અગાઉના આ કોલસાચોરોને પાર્ટીઓ શોધી દેવી અને તેમનો માલ વાડાઓ સુધી પહોચાડવા સહીતની જવાબદારી આ કરસન જ સંભાળતો રહ્યો હાવાનુ મનાય છે. ચોરોથી માલ ખરીદનાર કરસન જ હોવાનુ ચર્ચાય છે. જો કોઈ પણ પ્રકારની શેરશરમ કે સાડાબારી રાખ્યા વિના કાર્યવાહી કરવામાં આવશે આ કરસન અને રફીકની સામે તો મોટા નેટવર્ક પરથી પણ પડદો ઉચકાઈ શકે તેમ છે.
............
ડમ્પરથી કોલસાની કાળા કારોબારમાં આ કરસન પર અગાઉ કેસ પણ થયેલો હોવાની છે ચર્ચા
ગાંધીધામ : કરસન કોલસા ચોરીમા જુનુ જાણીતુ નામ હોવાનુ મનાય છે. અગાઉ કંડલા પોર્ટ આસપાસમાં ડમ્પરોમાં કોલસાની ગેરકાયદેસર મોટી હેરફેર જે ગેરકાયદેસર રીતે કરવામા આવતી હતી તેમાં પણ આ કરસન સંડોવણી ધરાવતો હોવાનુ કહેવાય છે. જો તપાસ થશે તો ઝોન પાછળની બાજુમાં કોલસાની હેરાફેરીડમ્પરોથી થતી હતી તેમાં કરસન પોલીસ ચોપડે ચડેલો મળી આવવા પામી શકે છે.

Comments