ભચાઉ અદાલતે ૧૪ વર્ષ જૂના હત્યા અને લૂંટ કેસમાં પાંચ વર્ષ કેદની સજા ફટકારી
ભચાઉ : કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ત્રંબો ગામે વર્ષ ૨૦૧૧માં બનેલા હત્યા અને લૂંટના ગુનામાં ભચાઉ ખાતેની ત્રીજી વધારાની જિલ્લા ન્યાયાધીશ શ્રી તિવારીએ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં આખરે ન્યાય મળતા મૃતકના પરિવારજનોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો.માહિતી અનુસાર, મૃતક અમરાભાઇ વીભાભાઇ કોલી તથા તેમની પત્ની પોતાના ભુંગામાં હતા ત્યારે અમરશી મોતી તથા તેની સાથે આવેલા બે અજાણ્યા વ્યક્તિઓએ ઘેટાં લઈ જવાના બહાને દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. વિરોધ કરતાં આરોપીઓએ પથ્થર વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બાદમાં સારવાર દરમિયાન અમરાભાઇનું મોત થયું હતું. બનાવ સમયે મૃતકની પત્નીએ પાડોશીઓને બોલાવી મદદ માગી હતી, પરંતુ ગંભીર ઇજાઓને કારણે તેઓ બચી શક્યા ન હતા. ઘટનાની ફરીયાદ બાદ રાપર પોલીસે ગુનાની નોંધણી કરી હતી અને આ મામલો ન્યાયાલય સુધી પહોંચ્યો હતો.
કેસની લાંબી કાર્યવાહી દરમ્યાન સાક્ષીઓએ આરોપીઓને ઓળખ્યા હતા તથા મુદ્દામાલ તરીકે પથ્થરો અને લોહી લાગેલા કપડાં કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. પોલીસ તપાસમાં મળેલા પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદનોના આધારે કોર્ટએ આરોપીઓને દોષિત જાહેર કર્યા હતો. કોર્ટએ આરોપીને પાંચ વર્ષની કેદ તથા રૂ. પાંચ હજારનો દંડ ફટકાર્યો છે. જયારે સહા આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.
.................

Comments