Trending News
સ્થાનિક સમાચાર

રાપર ધારાસભ્યના પ્રયાસોથી બ્રાન્ચ કેનાલમાં નર્મદાના નીર છોડાશે 

26 September


ભચાઉ : જાડેજા ફાર્મ ખાતે રાપર ધારાસભ્યને વિવિધ ગામોના આગેવાનો દ્વારા કચ્છ બ્રાન્ચ કેનાલમા પાણી છોડાવા બાબતે રજુઆત કરી હતી. કપાસ, મગફળી અને દિવેલા જેવા પાકોને પાણીની જરૂરિયાત હોવાથી તાત્કાલિક ધોરણે મેઈન કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. 
ધારાસભ્યના સતત પ્રયત્નોથી કચ્છ શાખા નહેરમાં  ટૂંક જ સમયમાં નર્મદાના નીર છોડવામાં આવશે. પીવા માટે, વાપરવા માટે અને સિંચાઇ માટે નર્મદાના નીર છોડાવવા વિવિધ સ્તરે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા પાસે રૂબરૂ મળીને ફોન કરીને રજૂઆતો થતા ધારાસભ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળીને પહોંચાડ્યો હતો. મુખ્યમંત્રી ત્રણથી ચાર દિવસમાં પાણી છોડાવવા હૈયાધારણા આપી છે. ચાલતા કામોનું ધારાસભ્યની ટીમે યોગ્ય સંકલન કર્યું હતું. સાથે સલીમ ગઢથી પાણી છોડાવવું તેવું પૂર્વ આયોજન જાહેર કરેલ, નર્મદા નિગમ તરફથી ધારાસભ્યના લેટર પેડ પર ભલામણ પત્રની સાથે મેલ કરીને જાણ કરી હતી. અધિકારીઓએ ધારાસભ્યના પત્ર મુજબ સકારાત્મક રીતે જરૂરી કાર્યવાહી કરી અને તરત જ શરૂઆતમાં ૫૦૦ ક્યુસેક જથ્થાની માંગણી કરી હતી. અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ટૂંક સમયમાં પાણી છોડવામાં આવશે તેવું ભાજપ યુવા આગેવાન રાજેશભાઈ આહીરની યાદીમાં જણાવ્યું છે. 
વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે વપરાશકારોએ નર્મદા નિગમના ધારાધોરણ મુજબ માંગણા પત્રકો ભરવાનું પૂર્વ આયોજન કરેલ છે. ધારાસભ્ય પણ ખેડુતોને માંગણા પત્રકો ભરવા સહકાર આપવા અનુરોધ કરેલ છે. ધારાસભ્યે પાણીની કિમંત સમજી તેમજ જમીનો બગડે નહિ તેથી પાણીનો ખોટો બગાડ ન થાય તે માટે તકેદારી રાખવા સમજ આપી હતી. 
--------- 

Comments

COMMENT / REPLY FROM