Trending News
સ્થાનિક સમાચાર

ભુજ આઈટીઆઈ ખાતે ઇન્ટેન્સિવફાઈડ આઈઈસી કેમ્પેન અને સ્વચ્છતા હિ સેવા અભિયાન શરૂ કરાયો

26 September


સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત 




ભુજ : અહીંની આઈટીઆઈ ખાતે ઇન્ટેન્સિવફાઈ આઈઈસી કેમ્પેન અને સ્વચ્છતા હિ સેવા ૨૦૨૫ અભિયાન તેમજ સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરાયું. 
આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય ડૉ.કાર્તિક શાહ (એડિશનલ પ્રોજેક્ટ ડાયરેક્ટર ગુજરાત સ્ટેટ  એઈડ્‌સ કંટ્રોલ સોસાયટી, અમદાવાદ), ડૉ .મનોજ દવે (કચ્છ જિલ્લાના ડીટીઓ, ટીબી - એચઆઈવી ઓફિસર, સંજય મોતા, એસ.વી. ગોસ્વામી, ભાવનાબેન પટેલ (આઈટીઆઈ આ વાઈઝ પ્રિન્સીપાલ)ના હસ્તે કરવામાં આવ્યું હતું. આવેલ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ રાજેશ જાદવ (સીપીએમ)એ શાબ્દિક સ્વાગત પ્રવચન કરી આવેલ તમામ મહેમાનોને આવકાર્યા હતા. 
 આ કાર્યક્રમમાં ડૉ.કાર્તિક શાહ એડિશનલ પ્રોજેક્ટ ડાયરેક્ટર ગુજરાત સ્ટેટ એઈડ્‌સ કંટ્રોલ સોસાયટી, અમદાવાદના અધ્યક્ષ સ્થાને તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ ભંડેરી અને  ડૉ .મનોજ દવેના માર્ગદર્શન હેઠળ દિશા ડાપકુ કચ્છ અને કચ્છ એનપી+ એ સમગ્ર પ્રોજેક્ટ અને આઈસીડબ્લ્યુના સંકલન અને સાથ સહકારથી  કરવામાં આવેલ,  જેમાં ગુજરાત સ્ટેટ એઇડ્‌સ કંટ્રોલ સોસાયટીમાંથી ડૉ.કાર્તિક શાહે  એચઆઈવી અને એઈડ્‌સ વિશે વિગવાર ચર્ચા કરી જાણકારી આપી હતી. કચ્છ જિલ્લાના ડીટીઓ ટીબી - એચઆઈવી ઓફિસર એવા ડૉ. મનોજ દવેએ સમગ્ર કચ્છ જિલ્લામાં આ અભિયાનનું ગામે ગામ પ્રચાર પ્રસાર કરવું અને એચઆઈવી - એઈડ્‌સ વિશે ચર્ચા કરી આ રોગોથી કેમ બચાવ કરવું જોઈએ તે અંગે ચર્ચા કરી હતી.
આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ.કાર્તિક શાહ અને ડૉ.મનોજ દવેએ રેલી લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓએ આ રેલીમાં ભાગ લીધો હતો. એચઆઈવી અને એઇડ્‌સના સુત્રોના નાદ સાથે રેલી પૂર્ણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન ડીએસબીસીસી ઈસ્માઈલ સમાએ કર્યું હતું અને આભારવિધિ આઈટીઆઈના શબ્બીર ખત્રીએ કરી હતી. આ પ્રોગ્રામમાં આઈટીઆઈ ના તમામ સ્ટાફ અને ૩૫૦ જેટલા વિદ્યાથીઓ હાજર રહ્યા હતા.
------

 

Comments

COMMENT / REPLY FROM