Trending News
સ્થાનિક સમાચાર

વરસામેડીના બહુચર્ચિત જમીન કૌભાંડના ફરીયાદ દેવેન્દ્રસિંહ કયા આધારે ફરીયાદ કરાવે છે? સૌથી મોટો અંગુલીનિર્દેશ

26 September



 આ દેવેન્દ્રસિંહ ઝાલા એ જે વિલ મારફતે દિપેન નરૈન ચાંચાણીએ દસ્તાવેજ કરી આપેલ એ દિપેન નરેન ચાંચાણીની પણ વિલ પ્રોબેટની નોંધ મહેરબાન બીજા અધિક સિનિયર સિવીલ જજ સાહેબની કોર્ટમાં નામંજુર થયેલ છે. દેવેન્દ્રસિંહ ઝાલાએ એફ.આઈ.આર. નોંધાવેલ છે જેઓની સામે પક્ષકાર છે જેમણે અગાઉ બે દસ્તાવેજ થઈ ગયેલ છે, બીજી ત્રણ ઈચ્છાગૌરી પાવરદાર તરીકે આવેલ છે તેઓ તમામ વિરૂધ્ધ એફ.આઈ.આર. માં નામ કેમ દાખલ કરાવેલ નથી? : સંજય પ્રતાપભાઈ ઠકકર દ્વારા સમગ્ર પ્રકરણમાં ઘનીષ્ઠ-જીણવટભરી તપાસ થવા ઉચ્ચ કક્ષાએ કરાઈ લેખિત રજુઆત : ફરીયાદના વિવીધ પાસાઓને જીણવટપૂર્વક કર્યા છે રજ


ગાંધીધામ : અંજાર તાલુકાના વરસામેડી ગામની બહુચર્ચિત એક જમીનમાં બાગસ દસ્તાવેજાના મામલે ફરીયાદ દાખલ કરવામા આવી છે અને તેને લઈને પોલીસ તપાસ ચાલી જ રહી છે તે વચ્ચે જ વધુ એક નવો ઘટસ્ફોટ સર્જતો અંગુલીનિર્દેશ જાગૃત નાગરીક દ્વારા કરવામા આવ્યો છે. અરજદાર દ્વારા કરવામાં આવેલી લેખિત રજુઆતમાં જણાવ્યા અનુસાર કચ્છ વિસ્તારમાં સબધિત જમીનના મૂળ માલિક શામજી શિવજી ચાંચાણી છે. જેઓને ઈનામી ધારા હેઠળ નોંધ નંબર ૨૯૭ હેઠળ જુના વખતના ખાલસા જમીન ધારણ કરનાર તરીકે મળેલ હતી. ત્યારબાદ આ જમીન પર ભુમાફિયાઓ અને મોટા માથાઓની નજર 
પડેલ હતી. આ ભુમાફિયાઓએ શામજી શિવજી ચાંચાણીનું કલકતાથી બોગસ પાવરનામુ બનાવી અન્ય વ્યકિતને વેચી નાખેલ. ત્યારબાદ શામજી શિવજી ચાંચાણીના બહેનની એન્ટ્રી થયેલ જેનું નામ હરીઈચ્છા ગૌરી બતાવેલ છે. ત્યારબાદ વારસાઈ એન્ટ્રી પડે છે અને આ હરિઈચ્છા ગૌરી પોતાના પૌત્ર દિપેન નરેન ચાંચાણીને વિલ આપે છે. ત્યારબાદ આ હરીઈચ્છા ગૌરીનું અવસાન થાય છે, ત્યારબાદ એક નહી, બે નહી, ત્રણ-ત્રણ ઈચ્છાગૌરી અલગ અલગ જગ્યાથી આવી આ ઉપરોકત જમીનમાં પોતાને વારસદાર બતાવે છે. ત્યારબાદ મરણજનાર ઈચ્છાગૌરી ના 
પૌત્ર દિપેન નરૈન ચાંચાણી જેઓને ગુજરાતના અમદાવાદનો રહેવાસી દેખાડવામાં આવે છે. જેઓને વિલ આપેલ હતી, એ વિલનું નામદાર સાહેબ અંજારની કોર્ટમાં પ્રોબેટ કરાવે છે અને પ્રોબેટ મંજુર થયા બાદ આ જમીનનું વેચાણ અંજાર રહેતા દેવેન્દ્રસિંહ રણવીરસિંહ ઝાલાને દસ્તાવેજ કરી આપે છે. ત્યારબાદ આ ઉપરોક્ત જમીનમાં સામ સામે દાવાઓ થાય છે, ૨૦૦૮ થી લઈને ૨૦૨૪ દરમ્યાન નામદાર સાહેબશ્રી, અંજાર સિવીલ કોર્ટમાં સોળ વર્ષ સુધી કાનૂની જંગ ચાલે છે. વાદી પ્રતિવાદી પર દાવા કરે છે અને પ્રતિવાદી વાદી પર દાવા કરે છે અને અંતે નામદાર સાહેબશ્રીની સિવીલ કોર્ટ અંજાર વતીથી તારીખઃ ૧૮/૦૫/૨૦૨૪ ના રોજ હુકમ આપવામાં આવે છે. મહેરબાન બીજા અધિક સિનિયર સિવીલ જજ સાહેબશ્રીની કોર્ટ અંજાર વાદી,પ્રતિવાદી,વિરૂધ્ધ,વાદી નોંધી તથા તમામ દસ્તાવેજો રદ કરવાનો હુકમ કરવામાં આવે છે. ત્યારબાદ આ જમીન ફરીથી શામજી શિવજી ચાંચાણીના નામથી હકકપત્રક, ૭/૧૨ માં નામ આવે છે. ત્યારબાદ વર્ષ-૨૦૨૫ માં ફ૨ી શામજી શિવજી ચાંચાણી પ્રગટ થાય છે. અને ફરી આ જમીનનું દસ્તાવેજ બને છે અને ત્યારબાદ નોંધમાં તકરારી આવે છે. અને આમાં અમુક ભુમાફિયાઓ અને મોટા માથાઓની એન્ટ્રી થાય છે, ઉતાર-ચડાવ બાદ આ જમીનમાં પોતે માલિક નથી, જેમના દસ્તાવેજ નામદાર અંજાર સિવીલ જજ સાહેબે દસ્તાવેજ નં.૬૯૦૨ તારીખઃ ૨૮/૦૮/૨૦૧૪ દેવેન્દ્રસિંહ રણવીરસિંહ ઝાલા વાળું રદ થઈ ગયેલ હોવા છતાં મોટા માથાઓની લાગવગથી જેઓને આ જમીનથી કોઈ લેવા દેવા ન હોવા છતાં પણ અંજાર પોલીસ સ્ટેશનમાં તા.૨૬/૦૮/૨૦૨૫ ના અમુક ખરીદનાર, વેચાણ કરનાર અને સાક્ષીઓ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરાવે છે. આ દેવેન્દ્રસિંહ ઝાલા કયા આધારે એફ.આઈ.આર. કરાવે છે, જેમને કોઈ ઉપરોકત જમીનમાં કોઈ સ્ટેન્ડ નથી. જેમના 
પોતાના દસ્તાવેજ નામદાર સિવીલ જજ સાહેબની કોર્ટ, અંજાર-કચ્છ એ રદ ફરમાવેલ છે.  આ દેવેન્દ્રસિંહ ઝાલા એ જે વિલ મારફતે દિપેન નરૈન ચાંચાણીએ દસ્તાવેજ કરી આપેલ એ 
દિપેન નરેન ચાંચાણીની પણ વિલ પ્રોબેટની નોંધ મહેરબાન બીજા અધિક સિનિયર સિવીલ જજ સાહેબની કોર્ટમાં નામંજુર થયેલ છે. દેવેન્દ્રસિંહ ઝાલાએ એફ.આઈ.આર. નોંધાવેલ છે જેઓની સામે પક્ષકાર છે જેમણે અગાઉ બે દસ્તાવેજ થઈ ગયેલ છે, બીજી ત્રણ ઈચ્છાગૌરી 
પાવરદાર તરીકે આવેલ છે તેઓ તમામ વિરૂધ્ધ એફ.આઈ.આર. માં નામ કેમ દાખલ કરાવેલ નથી.


.............


- તો આ જમીન કેમ શ્રી સરકાર દાખલ કરી લેવાય?

મુળ જમીન માલીક શામજી શિવજી ચાંચાણીને આ જમીન સોપી દેવાનો નામદાર અંજાર કોર્ટે ર૦ર૪માં હુકમ કર્યો છે? કેમ શામજી શીવજી ચાંચાણીને તે પરત નથી અપાતી? જો તેઓનો કોઈ અત્તોપત્તો જ ન હોય તો સરકારે રાજયસાત કરી શ્રી સરકાર જમા કરી લેવી જોઈએ અને ભવિષ્યમાં એરપોર્ટ વિસ્તરણ માટે જરૂરીયાત પડે તો આ જમીનનો કરવો જોઈએ ઉપયોગ


ગાંધીધામ : અરજદાર સંજયભાઈ પ્રતાપભાઈ ઠકકર દ્વારા આ બાબતે વધુમાં કહ્યુ છે કે,  મા ભારતી દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા ગુજરાત રાજયના મુખ્યમંત્રી વતી તથા કૃષિ મંત્રીશ્રી તથા ગૃહમંત્રીશ્રી તથા કચ્છના કલેકટર સાહેબ આ ઉપરોકત જમીન કે જે કચ્છના કંડલા એરપોર્ટની દિવાલને અડીને છે અને ભવિષ્યમાં કચ્છના કંડલા એરપોર્ટ વિકસીત થાય તે માટે આ જમીન કંડલા એરપોર્ટને વધુ મોટું બનાવવામાં મદદરૂપ થાય તેમ છે. એટલા માટે  
જાગૃત નાગરિક તરીકે એટલી જ રજુઆત છે કે, આ જમીનને શ્રીસરકારમાં દાખલ કરવામાં આવે.



........

આ કેસની તપાસ માટે સીટની રચના કરવી ઘટે

ગાંધીધામ : વરસામેડીવાળી સબંધિત જમીનમાં આટલા વિવાદો બાદ પણ આ ઉપરોકત જમીનના માલિક શામજી શિવજી ચાંચાણી કે અન્ય કોઈ વારસદાર સાચા તરીકે સાબીત થયેલ નથી.  આ ઉપરોકત જમીનમાં જે ફરીયાદી છે, આરોપી છે, વાદી છે અને પ્રતિવાદી છે. જેઓની તપાસ સી.આઈ.ડી. ક્રાઈમ, ગાંધીનગર અથવા એક સ્પેશ્યલ સીટની રચના કરી, આ તમામની તપાસ થાય તો સત્ય હકીકત બહાર આવી શકે છે. કારણ કે શામજી શિવજી ચાંચાણી કોણ છે એ આજદિન સુધી કોઈને ખબર જ નથી. ઉપરોકત બાબતની તટસ્થ તપાસ કરી ઉપરોકત જમીનને મોટા ગજાના માથાઓ તથા ભુમાફિયાઓથી બચાવી, શ્રી સરકાર હસ્તક કરવા સહ પ્રણામ સ્વીકારશોજી.

 

Comments

COMMENT / REPLY FROM