ધ્રબમાં કોમ્પલેક્ષ પરથી યુવાને કુદકો મારતા મોત
શિવનગરમાં યુવકનો આપઘાત : ચીરઈમાં આધેડે જીવાદોરી ટૂકાવી
ભુજ : જિલ્લામાં અપમૃત્યુના વધુ ત્રણ બનાવ સામે આવ્યા છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ મુંદરા તાલુકાના ધ્રબ ગામે આવેલ કોસ્ટીરીકા-૧ કોમ્પ્લેક્ષના છત પરથી છલાંગ લગાવી યુવકે આપઘાત કર્યો હતો. મુંદરા પોલીસમાંથી મળતી વિગતો મુજબ મૂળ આદિપુરના હાલે ધ્રબની એમ.પોર્ટ હોટલમાં રહેતા ૩૦ વર્ષિય નયન વિમલદાસ ટીકિયાની નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર કોમ્પલેક્ષના બીજા માળની છત પરથી કુદકો મારી આપઘાત કર્યો હતો. આ બનાવના પગલે અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
તો ભુજના સરપટ ગેટ નજીક શિવનગરમાં રહેતા અજય મોહનભાઈ કોલી નામના ર૧ વર્ષિય યુવકે કોઈ અગમ્ય કારણોસર રૂમમાં લગાવેલ પંખા સાથે દોરી બાંધીને આપઘાત કરી લીધો હતો. જયારે ભચાઉ તાલુકાના જુની મોટી ચીરઈમાં રહેતા ૪૩ વર્ષિય કારાભાઈ સુરાભાઈ પરમાર નામના યુવાને અગમ્ય કારણોસર હુકમાં સાડી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે અંગે ભચાઉ પોલીસે એડી દાખલ કરી છે. દરમિયાન મુંદરામાં ધ્રબ ખાતે ન્યુ ઓમકાર કાંટાની બાજુમાં રસીદ તુર્કની કોલોની રૂમ નંબર ૧૬માં ગેસ લિકેજ થતાં ૬ લોકો દાઝયા હતા, જેમાં ૩૮ વર્ષિય મણિક ગણેશ કર્માકરનું મોત થતાં એડી દાખલ કરવામાં આવી હતી. અન્ય ભોગ બનનાર રમેશ મુગસી બિસરા, જયંતા મોહિમ કર્માકર, હરિ મોન્ટુ રોય, એટુ નાજીર મંડલ, સુજીત બુધના રોય જી.કે.માં સારવાર તળે હોવાનું મુંદરા પોલીસે જણાવ્યું હતું.

Comments