Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છમાં શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થના ધમધમતા વાડા : ગળપાદર-પડાણા-ભીમાસર પટ્ટામાં હાટડાઓ બેફામ..!

26 September



ગળપાદરમાંથી તાજેતરમાં જ ૩.૯ર લાખનો શંકાસ્પદ ચોરાઉ તેલના ઝડપાયેલા જથ્થા ટાંકણે ગર્ભિત ઈસારો 


પકડાયેલ જથ્થો અને શખ્સ તો પાસેરામાં પુણી સમાન જ હોવાનો વર્તારો : તેલચોરી-શંકાસ્પદ ઓઈલની હેરફેરનું મોટું નેટવર્ક ધમધમતુ હોવાની છે ચર્ચા : ગળપાદર વાળા કિસ્સામાં પણ પકડાયેલ જ્થો કયાંથી લવાયો? અગાઉ કેટલી વાર ત્યાથી જ લવાયો? કોની કોની મદદગારી છે? ચોરાઉ શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ ખરીદનારાઓ કોણ કોણ છે? કયારથી આ મુજબનો ધંધો ચાલી રહ્યો છે, અ બધા જ પ્રશ્નોની કડકાઈથી પુછતાછ કરવામા આવતો મોટા નેટવર્કનો ખુલાસો થાય : તેલચોરીમાં સંડોવાયેલા મોટામાથાઓના નામે પણ આવે બહાર



ગાંધીધામ : તાજેતરમાં જ પોલીસતંત્ર દ્વારા અંજાર-ગળપાદર ધોરીમાર્ગ પર નજીક ડાબી બાજુ કાચામાર્ગ પાસે આવેલા ગુરુનાનક એન્ટરપ્રાઈઝ નામના વર્કશોપમાં પોલીસે પૂર્ણ બાતમીના આધારે છાપો માર્યો હતો. અને પ્રાથમિક રીતે તે વખતે સામે આવેલી વિગતો અનુસાર  અહીં છેલ્લા ત્રણ વર્ષથી આ જગ્યા ભાડે રાખી વાહનોનું મેઈન્ટેનન્સનું કામ કરતા ગોલ્ડન પાર્ક મેઘપર બોરીચીના
હરપ્રિતસિંહ અમરી સિંઘ ચહલને પોલીસે પકડી પાડ્યો હતો.  તેણે અહીં પ્લાસ્ટિકની બે ટાંકી ગોઠવી હતી, જેમાં ૨૦૦૦ લિટર તથા ૫૦૦ લિટરની ક્ષમતાવાળી આ ટાંકીઓ સાથે ડિજિટલ નોઝલ બેસાડાયું હતું તથા તથા પાંચ ખાનાવાળો લોખંડનો ૨૯,૦૦૦ લિટરની ક્ષમતાવાળો ટાંકો પણ ગોઠવાયો હતો. આ ટાંકાઓમાંથી પોલીસે રૂા. ૩,૯૨,૦૦૦નો શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ જપ્ત કર્યો હતો. વિચાર તો કરો, કે પાછલા ત્રણ વર્ષથી આ શખ્સ આ રીતે આ બેનામી ચોરાઉ તેલ, શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થની હેરફેર અહીથી નહી કરતો હોય તેની શું ખાત્રી? પોલીસની એક જ ખેપમાં ચાર લાખનો માલ પકાડાયો છે તો અગાઉ ત્રણ વર્ષમા આવો શંકાસ્પદ ચોરાઉ માલનો સંગ્રહ અને તેની હેરફેર કરાઈ હશે તેની રકમનો આંક કયા જઈને પહોચતો હશે? ભેદભરમ સાથે અહી વાત તો એવી પણ ખુલવા પામી હતી કે, અહીં આવતા વાહનોમાં નોઝલ વડે આ શંકાસ્પદ પદાર્થ ઈંધણ તરીકે ભરી આપવામાં આવતો હતો.ભારત સરકારના નીતિનિયમો, લાયસન્સ, રજિસ્ટર, સુરક્ષાના સાધનો ન રાખનારા આ શખ્સને આ રીતે બિનધાસ્ત થઈને ચોરાઉ તેલની હેરફેર કરવાની છુટ કોણે આપી હતી.? આ માલ ક્યારથી વેચાય છે ? કોની પાસેથી અહીં આવ્યો હતો તે સહિતની વિગતો પણ કેમ બહાર નથી આવતી?. જો આ અંગે તટસ્થ અને નિતિમત્તાથી તપાસ હાથ ધરાય તો અનેકના પણ નીચે રેલો આવે તેમ છે, પરંતુ તેવું થશે કે કેમ? તે પણ અહીયક્ષ સવાલ જ વધુ એક વખત બની રહેેશે! જાણકારો કહી રહ્યા છે કે પૂર્વ કચ્છમાં આ તો એક પકડાયો છે પરંતુ આવા તો અલગ અલગ શંકાસ્પદ ઓઈલ-પેટ્રોલિયમ પદાર્થની ગેરકાયદેસર હેરફેરના ભીમાસ૨, ગળપાદર, પડાણા સહિતના પટ્ટામાં આવા શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થના વેપલા કરનારાઓના હાટડાઓ ધમધમી રહ્યા હોવાનાુ ચર્ચાય છે.  આવા જ વિસ્તારોમાં અગાઉ પોલીસ દ્વારા કેસો પણ થયા હોવાનુ મનાય છે પરંતુ એકેયમાં બાદમાં પૃથકકરણ રિપોર્ટ આવ્યા હોવાનું કે તેના આધારે અન્ય કોઈ કાર્યવાહી હાથ ધરાઈ હોય તેવું જણાતું નથી. પૂર્વ કચ્છમાં હજુ પણ આવા વાડા ધમધમી રહ્યા છે તેને અટકાવવા સામુહીક કડક ઝુંબેશ હાથ ધરવામા આવે તે વધારે ઈચ્છનીય કહી શકાય તેમ છે. 

Comments

COMMENT / REPLY FROM