Trending News
સ્થાનિક સમાચાર

મુંદરાની બારોઈ સોસાયટીમાં જ્યોતિષના ઘરે તસ્કરો ત્રાટકયા 

26 September



કબાટમાંથી સોના ચાંદીના દાગીના મળી અઢી લાખની મતા ઉસેડી ગયા 

મુંદરા : ઔધોગિક શહેર મુંદરાના બારોઈ રોડ પર આવેલી વિવેકાનંદ સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા હતા અને અઢી લાખની મતા ઉસેડી ગયા હતા. 
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ કર્મકાંડ જ્યોતિષનું કામ કરતા મનીષ નરેન્દ્રભાઈ પંડ્યાના જણાવ્યા પ્રમાણે તેઓ પરિવાર સાથે સિદ્ધપુર દેવસ્થાન દર્શન કરવા ગયા હતા. મકાનને તાળુ મારી ચાવી ઘરની બહાર ડબ્બામાં મુકી હતી. અને બનેવીને જાણ કરી હતી કે, નવરાત્રી હોવાથી અખંડ જ્યોત ચાલુ છે, જેથી ઘી નાખજો. ફરિયાદીના બહેન ઘરે પહોંચ્યા ત્યારે મકાનનું તાળુ તુટેલું અને દરવાજા ખુલ્લા જણાયા હતા. સામાન વેર વિખેર હોવાથી ઘરે આવી તપાસ કરતાં કબાટમાંથી સોનાની બે વિટી, ચાંદીની ૧૦ ગાય, સોનાની ચેઈન, ચાંદીની બંગડી, સોનાની બુટી, પોંચી વગેરે મળી ર,૪૩,ર૦૦ના મુદામાલની ચોરી જણાઈ હતી. ધોળા દિવસે ઘરના તાળા તોડી ચોરી કરવામાં આવતા ચકચાર મચી હતી. બનાવ અંગે મુંદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

 

Comments

COMMENT / REPLY FROM