Trending News
સ્થાનિક સમાચાર

કચ્છની રાજકીય નબળાઈનો વધુ એક દાખલો :  ૧૭ તાલુકા બનશે પણ કચ્છમાથી ૧નો પણ સમાવેશ નહી ?

26 September




રાજય સરકાર દ્વારા વહીવટી સરળતા-કાર્યદક્ષતા અને કાયદો-વ્વયસ્થાની સ્થિતીને ધ્યાને રાખીને નવા તાલુકાઓની કરી છે જાહેરાત, પૂર્વ કચ્છમાં લાબા સમયથી અલગ કચ્છની માંગ અંજારના વિશાળ વિસ્તારને જોતા થઈ રહી છે, જો રજુઆત કરાઈ હોત તો અંજાર અલગ તાલુકા બનાવી શકાય, વાગડમાં બાલાસર વિસ્તારને પણ અલગ તાલુકો આપી શકાય, માંડવીમાંથી ગઢશીશા પટ્ટાને અલગ કરીને તાલુકો કરી શકાયો હોત, આ બાબતે જરૂર હતી વેળાસર રાજકીય જગતે જાગૃતી દાખવવની, અભ્યાસપૂર્વકની રજુઆતો-દરખાસ્ત કરવાની..પણ જાણે કે વધુ એક વખત કચ્છની કમનશીબી કહો કે પછી રાજકીય ઈચ્છાશકિતનો અભાવ, તાલુકા વિસ્તરણમાં પણ છેવાડાના જિલ્લાને ઠેંગો જ મળ્યો..!


રાજયમાં કોઈ વિભાગ-વિસ્તારના વિસ્તરણ હોય કે પછી કોઈ નિમણુકની વાત હોય, કચ્છમાથી કોઈ આગળ આવીને બોલતુ જ નથીઃ બધાય ચુપ બેસી જાય છે? હું શા માટે ખરાબ થાઉ સરકાર સમક્ષ! મંત્રીપદમાં પણ જો આવી જ રીતે ચાલ્યુ તો ઠેંગો મળી જાય તો નવી નવાઈ નહી કહેવાય.!

અંજાર, બાલાસર, ગઢશીશા વિસ્તારો છે ખુબ મોટા, કાયદો વ્યવસ્થાને લઈને તો મોટા પ્રશ્નો સર્જાતા જ રહે છે, મેઘપર બોરીચી પોલીસ મથકનું 
પણ હજુ સુધી કોઈ ઠેકાણુ નથી, આવી જ રીતે માંડવી-વાગડમાંથી પણ જો ધ્યાન અપાયુ હોત તો તાલુકા વિસ્તરણ થઈ શકયા હોત : જાણકારોનો મત : કચ્છનુ ઠેર-ઠેર નખ્ખોદ વળી રહ્યુ છે, છતા પણ રાજકીય રીતે કોઈના પેટનુ કઈ પાણી જ હાલતુ ન હોય તેવી સ્થીતી છે : રોડ-રસ્તાઓને લઈને પણ વૈકલ્પીક માર્ગો કચ્છને મળતા થાય તેની પણ કોઈ ઠોસ કાર્યવાહી થતી જોવાતી જ નથી : સુરજબારીથી માળીયાનો રસ્તો છાશવારે કલાકો ટ્રાફીક જામ થાય છે, સરહદી વિસ્તાર છે, કોસ્ટલ હાઈવે કંડલા-નવલખી બનાવવા માટે પણ કોઈ આગળ આવીને ધારદાર રજુઆતો કરતા નથી 



ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા વહીવટી સરળતા તથા કાયદો વ્યવસ્થાની દ્રષ્ટીએ વધારે સુચારૂ રીતે આયોજન ચાલે ઉપરાંત જે-તે વિસ્તારની છેવાડાના વિભાગોની પણ ગ્રોથ એન્જીનની ભુમિકા રાજયના વિકાસમાં સમાંતર થાય તે માટે તાજેતરમાં જ તાલુકા વિસ્તરણની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ૧૭ જેટલા તાલુકાઓની સરકારે જાહેરાત કરી છે, પરંતુ અફસોસ કે તેમાં દેશના સોથ્‌ી વિશાળ ભુગોળ ધરાવતા એવા કચ્છ જિલ્લાનો એક પણ તાલુકાનો સમાવેશ કરવામા આવ્યો નથી. 
કચ્છનો પ્રબુદ્વવર્ગ આ બાબતે સવાલો ઉભા કરી અને કહી રહ્ય છે કે, કચ્છની રાજકિય નબળાઈનો જ આ એક વુ દાખલો કહી શકાય તેમ છે. આદિવાસી વિસ્તારોને ધ્યાને રાખી અને આ વિભાજન-વિસ્તરણ કરવામા આવ્યુ છે, અલગ અલગ વિસ્તારોમાં તાલુકાઓ બન્યા છે, કચ્છને વધુ એક વખત જોતા રહેવાનો જ સમય આવી ગયો છે? કચ્છની રાજકીય ઈચ્છાશકિતનો અભાવ કહો કે પછી નબળાઈ? આને શુ સમજવુ? આવા સવાલો સાથે જાણકારો કહી રહ્યા છે કે, જો કચ્છનુ રાજકીય જગત જાગતુ રહ્યુ હોત અને જયારે આ પ્રક્રીયા પાયાથી ચાલતી હતી ત્યારે જ રજુઆતો કરી હોત તો પૂર્વ્‌ કચ્છમાં અજારને અલગ વડુ મથક આપવાની જે લાંબા સમયથી માંગ ચાલી રહી છે તેને ધ્યાને રાખી અને અંજારનાબે ભાગ પાડી અને તેમાથી તાલુકો અલગ બનાવી શકાય તેમ છે. અંજારનો વિસ્તાર ખુબ જ મોટો છે. અંજારને કાયદો વ્યવસ્થાની દ્રષ્ટીએ પણ આના લીધે પડકારો વધી જાય છે. વહવટી સંચાલન પણ કપરૂ જ બની જતુ હોય છે. મેઘપર બોરીચીમા પોલીસ મથકની જાહેરાતો થઈ છે પરંતુ તેની કોઈ અમલવારી સજજડ જોવાતી ન હોવાનુ મનાય છે. અંજાર તાલુકા કચ્છ જિલ્લાનો એક મહ્રત્વપૂર્ણ અને ઐતિહ્રાસિક વિસ્તાર છે. તાજેતરમાં રાજ્ય સરકારે ૧૭ નવા તાલુકાઓની રચના કરી છે, જેનો હ્રેતુ વહ્રીવટી કાર્યક્ષમતા અને સ્થાનિક વિકાસ છે. આ નિર્ણય પ્રશંસનીય છે, પરંતુ અંજાર તાલુકાને આ યાદીમાં શામેલ ન કરવાને કારણે સ્થાનિક નાગરિકોમાં નિરાશા જોવા મફ્રી છે. અજારમાં ેકુલ ગામો ૫૭,ગ્રામ પંચાયત ૬૭,અંદાજિત વસ્તી ૧,૪૯,૦૬૦નગરપાલિકા, અંજારઐતિહ્રાસિક મહ્રત્વની વાત કરીએ તો ૧૮૧૯ અને ૨૦૦૧ના ભૂકંપથી અસરગ્રસ્તઔદ્યોગિક વિકાસ અંજાર નજીકના વિસ્તારમાં અનેક ઉદ્યોગો કાર્યરત છ.
અંજાર તાલુકા પાસે વહ્રીવટી માળખુ છે પણ આખાય વિસ્તાર અને ઔદોગીક વિકાસને જોતા તે કયાંક ને કયાંક ટુંક પડતુ હોય તેમ દર્શાય છે.  અને જો તેમાથી નવા તાલુકાને સ્થાન આપી, વિસ્તાર વાઈજ તેની દરખાસ્ત મુકાઈ હોય તો ચોકકસથી અંજારના સમાવેશથી હાલમાં અહીના વહીવટીપ્રશાસન પર વધેલા ભારણમાં ઘટાડો આવત તથા લોકો અને વિસ્તારની સમૃદ્ધીને વધુ ઝડપથી વેગ આપી શકાત. કાયદાકીય માપદંડો મુજબ પણ અંજાર નવી રચનાની યોગ્યતા ધરાવે છે. જોે અંજાર તાલુકાને આગામી તબક્કામાં નવા તાલુકા તરીકે જાહ્રેર કરવામાં આવ્ય હોત તો સ્થાનિક નાગરિકોને વધુ સારી વહ્રીવટી સેવા મફ્રી શકે અને વિકાસને વધુ વેગ મફ્રે. કચ્છના રાજકીયજગતની સાથોસાથ જ અંજારના નાગરિકો, સામાજિક સંસ્થાઓ અને સ્થાનિક પ્રતિનિધિઓની આવી રજુઆતો કરી અને સરકાર પાસેથી આ લાભ લેવાની તક કયાંકને કયાંક ચુકી ગયા હોય તેવુ નથી લાગતુ? આ ઉપરાંત અંજાર સિવાય માંડવી વિસ્તારમાથી ગઢશીશા પટ્ટાના ગામોને અલગ કરી અને તાલુકામાં વિભાજીત કરી શકાય તેમ હતુ તો વાગડ પટ્ટામાં રાપરમાં બાલાસર વિસ્તાર સરહદી છવાડાના અને લાંબો છે તેને પણ આયોજનબદ્ધ રીતે જોઈ અને તેનુ વિમાજન કરી અને તાલુકો આપી શકાયો હોત. પરંતુ કચ્છનુ રાજકીય જગત ઉઘતુ જ રહ્યુ હોય તેવી પ્રતિતિ આ ઘટનક્રમને જોતા થવા પામી રહી છે.  જાણકારો કહી રહ્યા છે કે, જો આમને આમ ચાલ્યુ અને આવી જ રીતે ઉપેક્ષીત રહ્યા તો મંત્રીપદ પણ હથેળીમા ચાંદ જ બની રહેશે.

Comments

COMMENT / REPLY FROM