Trending News
સ્થાનિક સમાચાર

રાજ્ય કક્ષાની રગ્બી સ્પર્ધામાં ભુજ સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની વિદ્યાર્થિનીઓ વિજેતા

25 September



ભુજ : રમત ગમત પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા રાજ્ય કક્ષાની રગ્બી સ્પર્ધાનું આયોજન રણાસન-ગાંધીનગર મુકામે કરાયું હતુ. અંડર-૧૯ કક્ષામાં સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની દિકરીઓએ કચ્છનું પ્રતિનિધિત્વ કરી પ્રથમ ક્રમે જીત મેળવી ચેમ્પિયન થયેલ છે. જેમણે કચ્છ અને શાળાને ગૌરવ અપાવ્યું છે. ટીમમાં વેકરીયા દેવાંગી, હાલાઈ તાન્યા, વેકરીયા સુમિત્રા, ભુવા કિંજલ, સોઢા અવનીબા અને  વેકરીયા માલતીએ સુંદર પ્રદર્શન કરી જીત મેળવી હતી. દિકરીઓના પ્રશંસનીય પ્રદર્શન બદલ ભુજ  સ્વામિનારાયણ મંદિરના પુજ્ય મહંત સ્વામી, સમસ્ત સંત મંડળ, સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈ સહ સમસ્ત સાંખ્યયોગી બહેનોએ આર્શિવાદ સહ શુભેચ્છાઓ પાઠવી હતી. મંદિરનું ટ્રસ્ટી મંડળ, સંસ્થા પ્રમુખ રામજીભાઈ વેકરિયા, મંત્રી પ્રવીણભાઈ પિન્ડોરિયા, સંચાલક મંડળ, સંસ્થાના આચાર્યા દક્ષાબેન પીન્ડોરિયા, કોચ રશ્મિતાબેન સહ સ્ટાફ પરિવાર તેમજ દેશ વિદેશના હરિભક્તો દ્વારા પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. 
---

Comments

COMMENT / REPLY FROM