કચ્છ યુનિવર્સિટી ખાતે સ્વદેશીથી વિકસિત ભારત વિષય પર વ્યાખ્યાન યોજાયું
ભુજ : ક્રાંતિગુરૂ શ્યામજી ક્રુષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ જયંતિના ઉજવણીના ભાગરૂપે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વદેશીથી વિકસિત ભારત વિષય પર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેંટના સભ્ય અને કુકમા સ્થિત રામકૃષ્ણ ટ્રસ્ટના વડા મનોજભાઇ સોલંકીએ વ્યાખ્યાન આપ્યું હતું.
સાંસદ વિનોદભાઇ ચાવડાએ ઉપસ્થિત રહી વડાપ્રધાનના સ્વદેશી અભિયાનના આહવાનને સાર્થક બનાવવા અનુરોધ કર્યો હતો. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસે તેમણે યાદ કરી તેમના જીવનને અનુસરવા અપીલ કરી હતી. સ્વદેશીથી વિકસિત ભારત નિમિતે ગુજરાતમાં ૩૩ જીલ્લામાં ૭૫ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવેલ આ કાર્યકરમણિ સરાહના કરી હતી.
મુખ્ય વક્તા મનોજભાઈએ જીવનના દરેક ક્ષેત્રે સ્વદેશી વસ્તુઓ અપનાવવા અનુરોધ કર્યો હતો. દેશ સ્વતંત્ર થયો એટ્લે કે પોતાની પ્રણાલી અને જીવનશૈલી સાથે આગળ વધવું જોઇયે. જીવનના દરેક તબક્કામાં કોઈના પરતંત્ર ન રહી શિક્ષણ, ખેતી, ટેકનૉલોજિ વિગેરે જેવા તમામ ક્ષેત્રમાં મેક ઇન ઈન્ડિયાના અભિગમને અપનાવવો જોઇએ. આત્મનિર્ભર ભારત ૨૦૪૭ સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત બનાવે તે માટે બધાએ સ્વદેશી વસ્તુઓ વાપરવા અને સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીના સ્વદેશી અભિયાન અંતર્ગત લોકલ ફોર વોકલ, સ્ટાર્ટ અપ ઈન્ડિયા, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ જેવા વિચારોને સાર્થક કરવા વિદ્યાર્થીઓને હાકલ કરી હતી.
શરૂઆતમાં અતિથિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને વ્યાખ્યાનનો હેતુ પ્રો. કાશ્મીરા મહેતાએ આપ્યો હતો. વડાપ્રધાનની એક કવિતા અને તેમના એક પુસ્તક સાક્ષી ભાવનો ઉલ્લેખ કર્યો હતો અને વિદ્યાર્થીઓને પુસ્તક વાંચવા અપીલ કરી હતી. કુલપતિ ડો મોહન પટેલે અભિયાનને અપનાવવાના ફાયદાઓ જણાવ્યા હતા. દરેક ક્ષેત્રમાં વધારે સ્વાવલંબિત થવા અનુરાધ કર્યો હતો. કાર્યક્રમમાં યુનિવર્સિટીના અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કુલસચિવ ડો અનિલ ગોરે આભાર વિધિ અને સંચાલન ડો. કનિષ્ક શાહે કરી હતી.
-----

Comments