Trending News
સ્થાનિક સમાચાર

"એક દિન, એક ઘંટા, એક સાથ સ્વચ્છ" મહા શ્રમદાન દિવસની ઉજવણી હેઠળ સાંયરા-યક્ષ ખાતે સફાઇ અભિયાન હાથ ધરાયું

25 September



ભુજ : સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા "એક દિન, એક ઘંટા, એક સાથ સ્વચ્છ" મહા શ્રમદાન દિવસની ઉજવણી સાંયરા-યક્ષ ખાતે કરાઇ હતી. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા સફાઈ અભિયાનમાં ધારાસભ્ય તથા ગ્રામજનોએ શ્રમદાન કરીને જાહેર સ્થળોની સફાઇ કરી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્યએ  ગામલોકોને પોતાનું ઘર, આંગણું, પોતાનું ગામ નિયમિત સ્વચ્છ રાખવા, કચરો કચરા પેટીમાં નાખવા, તેમજ પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ કરવા, સ્વચ્છતાને નિયમિત આદત બનાવી,  સ્વચ્છતાનું મહત્વ વિશે જાણકારી આપી શ્રમદાનના કાર્યક્રમમાં ગ્રામજનો જોડાવવા આહવાન કર્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સદસ્યો, ગ્રામ પંચાયત સરપંચ, ગ્રામ પંચાયતના સદસ્યો, તાલુકા વિકાસ અધિકારી, તલાટી, સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજનાનો સ્ટાફ, સફાઈ મિત્રો, તેમજ મોટી સંખ્યામાં ગામલોકો હાજર રહી એક સાથે શ્રમદાનના કાર્યક્રમમાં સહભાગી થયા હતા. 
-----

 

Comments

COMMENT / REPLY FROM