ગાંધીધામ સંકુલમાં રેડીશનમાં ચાલતા ગરબાની ઘટના લાલબત્તીરૂપ
નોરતાના નામે કચ્છમાં હવે નવા તાયફા-ધંધાઓ ફુલ્ફાફાલ્યાં :
મીડીયા પાર્ટનર બનાવો અને મનમાનીભર્યુ ઉદ્વત વર્તન કરો
મીડીયાવાળાને સાથે રાખી લીધા એટલે પછી કોઈનો જ ડર-ભય-ખોફ રાખવાની જરૂર નથી કે શું? સંકુલના પ્રબુદ્ધવર્ગમાથી ઉઠતા તરેહ તરેહના સવાલો
ગુજરાત સરકાર, ગૃહવિભાગ અને પોલીસતંત્રને આવા કોમર્શિયલ ગરબાવાળા પડકાર જ ફેકી રહ્યા હોય તેવુ નથી લાગતું?
ગાંધીધામ સંકુલમાં ચાલતી નાચ-ગાન રૂપ ગરબીમાં જે-તે નવરાત્રીવાળા બાઉન્સરોએ પોલીસના જવાનો કે જે એસપીની સુચના અનુસાર જ આગોતરી જાહેરાતો કરી અને સિવિલમાં સુરક્ષા વ્યવસ્થાઓ માટે તપાસ કરવા પ્રવેશવા ઈચ્છતા હતા તેમને પણ આ કોમર્શિયલ ગરબીવાળાઓના ભાડુઆતી બાઉન્સરોએ અટકાવી દીધા એટલુ માત્ર જ નહી પણ પ્રવેશ માટે ઝપ્પાઝપ્પી સુધીના
કૃત્યો આચર્યાની છે ચકચાર : તો મહીલાઓન સલામતી માટે પણ પોલીસની શી ટીમને પણ ન અપાયો પ્રવેશ : આવા કોમર્શિયલ ગરબાવાળાઓને મીડીયા પાર્ટનરનો પાવર છે, એટલે પોલીસ જેવી એજન્સીઓને પણ સલામતી વ્યવસ્થાના કાજે અંદર આવતા પણ તે રોકી દે છે..? વિચરા તો કરો ગરબા-નોરતાના વ્યાપારીકરણનો વ્યાપ સંકુલને કયાં લઈ જશે?
ગાંધીધામ : આજના અધુનાતન સમયમા પ્રાચીન નોરતા-નવરાત્રી અને ગરબાઓનું પણ મોટા પાયે વ્યવસાયીકરણ થવા પામી રહ્યુ હોવાનો બળાપો ઠેર ઠેરથી સતત સામે આવવા પામી જ રહ્યો છે. માંની આરાધના અને ઉપાસનાના બદલે નાચગાન કરવાનુ વરવુ સ્વરૂપ કેટલીક જગ્યાએ કોમર્શિયલ ગરબાવાળાઓ મારફતે આપી દેવામાં આવતુ હોવાની ફરીયાદો પણ સતત ઉઠતી જ રહેતી હોય છે. કચ્છમાં પણ વિવિધ સમાજો દ્વારા પોતાના સમાજ પુરતી મર્યાદીત ગરબીઓના આયોજનો તો વધ્યા છે પરંતુ તે વચ્ચે પણ હજુય કેટલાક કોમર્શિયલ ગરબાવાળાઓ પોતાના ગજવા ગરમ કરવાની દીશામાં આવા આયોજનને ગોઠવી જ રહ્યા છે અને આ પૈકીના અમુકે તો જાણે કે મર્યાદાઓની તમામ હદ જ વટાવી દીધી હોય તેવો તાલ સામે આવવા પામી રહ્યો છે.
પ્રબુદ્વવર્ગ કહી રહોય છે કે, કચ્છમાં પણ હાલના સમયેમા એક નવો ક્રેજ વર્તાવવા પામી રહ્યો છે. નેારતા-ગરબાઓને વ્યાપારીકરણનુ સ્વરૂપ આપી અને ધંધાઓ જ ધમધમાવવામાં આવી રહ્યા છે. ગરબા કલાસવાળાથી માંડી અને તેમાં કોમર્શિયલ ગરબાના આયોજકો સુધીની વાત આવી જવા પામી રહી છે. તેમાં કોઈને મીડીયા પાર્ટનર બનાવી લ્યો, એટલે તમામ પ્રકારની છુટછાટ જાણે કે આ કોમર્શિયલ ગરબાવાળાઓને મળી ગઈ હોય તેમ માથાભારે બનીને તેઓ વર્તતા હોય તેવી એક ઘટના હલમાં ગાધીધામ સંકુલમાં ચર્ચામાં આ રહી છે. આ અંગે જાણકારો કહી રહ્યા છે કે, ગાંધીધામ સંકુલમાં રેડીશન મધ્યે ચાલી રહેલા ગરબાઓમાં કોમર્શીયલાસેનનને લઈને તો વિવીધ સવાલો ખડા કરવામા આવી જ રહ્ય છે તેની સાથે જ બે રોજ પહેલા અહી આ ગરબાવાળાઓના બાઉન્સરોએ પોલીસ કર્મીઓ અને મહીલા પોલીસ કર્મીઓને પણ તપાસ અર્થે અહી અંદર આવતા રોકી દીધા હોવાની ઘટના બનવા પામી રહી છે. અહી યાદ અપાવી શકાય કે એસપીશ્રીએ જ નવરાત્રી સંચાલકો મંડળોની સાથે બેઠકો કરી ત્યારે જ શાંતી-અમન આ તહેવારો દરમ્યાન જાણવવાની દીશામાં પરામર્શ-ચર્ચાઓની આપેલી કરાઈ હતી ત્યારે જ જાહેર કરવામા આવ્યુ હતુ કે, પોલીસે નવરાત્રી દરમ્યાન સિવિલ ડ્રેસમાં સતર્ક રહેશે તથા શી ટીમ પણ મહીલાઓની સલામતી અને સુરક્ષા માટે સિવિલ ડ્રેસમાથી જ સુરક્ષા સલામતીની જવાબદારી નિભાવશે. અવામાં રેડીશન મધ્યે ચાલી રહેલા ગરબામાં પણ પોલીસકર્મીઓ અને શી ટીમના કર્મીઓ જયારે સિવીલમાં અહી સલામતીની દ્રષ્ટીએ તપાસ ર્થે પ્રવેશ્યા ત્યારે તેમને આ ગરબાના બાઉન્સરોએ ન માત્ર રોકયા બલેકે તેમની ઓળખ આપ્યા છતા પણ તેમની સાથે ઝપ્પાજપ્પી કરી દીધી હોવાની ઘટના પણ બની જવા પામી હતી. આ ઘટના પરથી જાણકારો કહી રહ્યા છે કે, આવા કોમર્શિયલ ગરબા નેારતાવાળાઓને મીડીયા પાર્ટનરનો ખુબ પાવર અને તાવ ચડી જાય છે કે કેમ? તેઓ મીડીયા પાર્ટનર કોઈને બનાવી લે એટલે ગમે તેમ કોઈની પણ સાથે વર્તવાની તેમને છુટ -પરવાનો જ મળી જાય છે કે કેમ? આ રીતે વર્તેલા બાઉન્સરો તથા તેના ગરબા આયોજકો શું પોલીસતંત્ર, ગૃહવિભાગ અને રાજય સરકારને પણ ખુલ્લો પડકાર જ આપી રહ્યા છે કે, અમે તો મીડીયા પાર્ટનર રાખી લીધા છે, અમે જેમ મન ફાવશે તેમ વર્તીશુ? તેવા સવાલો લોકોમાં ઉભા થવા પામી ગયા છે.

Comments