Trending News
સ્થાનિક સમાચાર

ભુજ શહેર દબાણોથી મુક્તિ માટે ઝંખી રહ્યું છે શ્રી ગુરવાણી જેવા ‘સિંઘમ’ મુખ્ય અધિકારી 

25 September

ગાંધીધામમાં સફળ મેગા ડિમોલેશન ડ્રાઈવ બાદ હવે 



ગાંધીધામ મનપાના કમિશનર મનીષ ગુરવાણીના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છના પાટનગરને દબાણોના ભરડામાંથી મહદઅંશે મુક્તિ મળી : ગાંધીધામની ઝુંબેશ ભુજવાસીઓમાં બની લોકચર્ચાનું કેન્દ્ર : શ્રી ગુરવાણીના કડક વલણ બાદ ગાંધીધામમાં અનેક દબાણકોએ પોતાના દબાણો સ્વેચ્છાએ કરી દિધા છે દૂર 


દબાણોના ભરડામાં સપડાયેલ ભુજ શહેરના તમામ વિસ્તારો, ફૂટપાથ પર બિલાડીના ટોપની જેમ ફુટી નિકળ્યા છે દબાણ : નગરપાલિકા તંત્ર દ્વારા અવાર નવાર હાથ ધરાતી દબાણ હટાવ ઝુંબેશ ફલોપ શો થઈ છે પુરવાર 


જલ્લા મથક ભુજને કાયમી ચીફ ઓફિસર મળે અને ગાંધીધામની જેમ ભુજમાં પણ દબાણકારોમાં તંત્રની ધાક બેસે તેવી કામગીરી થાય તેવી લાગણી ભુજવાસીઓમાં બની પ્રબળ 



ભુજ : પૂર્વ કચ્છના પાટનગર ગાંધીધામ ખાતે મ્યુનિસિપલ કમિશનર તરીકે નિષ્ઠાવાન અધિકારી મનીષ ગુરવાણીએ ચાર્જ સંભાળ્યા બાદ મહાનગરને દબાણોના ભરડામાંથી મુક્તિ અપાવવા મેગા ડિમોલેશન ઝુંબેશ હાથ ધરી હતી. કોઈ પણ રાજકીય ખેરખાની સાડા બારી રાખ્યા વગર ગેરકાયદેસર ખડકી દેવાયેલા દબાણો પર તંત્રએ બૂલડોઝર ફેરવી દિધું છે. તંત્રના કડક વલણ બાદ દબાણકારોને પણ હવે ગેરકાયદેસર દબાણોને બચાવી લેવા કોઈ પેતરાં કામે નહીં લાગે તેવું પ્રતિત થતાં અનેક દબાણકારોએ પોતાના બિનઅધિકૃત દબાણો સ્વેચ્છાએ જ ખસેડી લીધા છે. ગાંધીધામ શહેરમાં મ્યુનિસિપલ કમિશનરની રાહબરીમાં હાથ ધરાયેલ મેગા ડિમોલેશન ડ્રાઈવ જિલ્લા મથક ભુજમાં લોકચર્ચાનું કેન્દ્ર બની છે. હવે ભુજવાસીઓ શ્રી ગુરવાણી જેવા કોઈ કડક અધિકારી ભુજમાં ચીફ ઓફિસરનો ચાર્જ સંભાળી ભુજ શહેરને પણ દબાણના ભરડામાંથી મુક્તિ અપાવે તેની રાહ જોઈ રહ્યા છે. હાલે ભુજના ચીફ ઓફિસર તરીકેનો ચાર્જ પ્રાંત અધિકારી અનિલ જાદવ સંભાળી રહ્યા છે. ભુજ નગરપાલિકાને ઈન્ચાર્જના બદલે કાયમી અધિકારી મળે તે ઈચ્છનીય છે. 
જિલ્લા મથક ભુજમાં આરટીઓ સર્કલથી માંડી મિરજાપર, રતિયા, રોડથી નાગોર ફાટક સહિત શહેરના પાંચ નાકા અને છઠ્ઠીબારી સહિતના તમામ વિસ્તારોમાં ગેરકાયદેસરના દબાણો બિલાડીના ટોપની જેમ ફુટી નિકળ્યા છે. શહેરની કોઈ ફૂટપાથ કે સાર્વજનિક ભવનની આસપાસની જગ્યાઓ દબાણમુક્ત રહી નથી. લારી - ગલ્લાથી માંડી પાકા દબાણોએ જિલ્લા મથકને ભરડામાં લીધું છે. ભુજ નગરપાલિકા દ્વારા સમયાંતરે દબાણો દૂર કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવે છે, પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. ઝુંબેશનો સંકેલો થયા બાદ ફરી દબાણકારો પોતાના મૂળ સ્થાને ગોઠવાઈ જતા હોય છે. 
કચ્છની સૌથી મોટી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા જિલ્લા પંચાયતની આસપાસ કપડાની 
કાયમી બજાર ફૂટપાથ પર મંડાઈ છે. તંત્ર દ્વારા અનેક વખત આ દબાણો ખસેડવામાં આવ્યા છે, પરંતુ થોડા દિવસોમાં જ ફરી ધંધાર્થીઓ મૂળ સ્થાને ગોઠવાઈ જાય છે. શહેરની શોભા સમાન હમીરસર તળાવના કિનારે લોક સુવિધા માટે મુકાયેલા બાંકડાઓ આસપાસ લારીગલ્લાઓરૂપી દબાણો ખડકાયા છે. લેકવ્યુની સામે આખી ફૂટપાથ ખાણીપીણીની બજારમાં ફેરવાઈ ગઈ છે. ભુજનો વાણિયાવાડ વિસ્તાર, હોસ્પિટલ રોડ સહિત તમામ મુખ્ય વિસ્તારો દબાણકારોના ભરડામાં છે. આવા દબાણોના કારણે ટ્રાફિકજામની સમસ્યા રોજીંદી બની છે. શહેરમાં પાર્કિંગ માટે અનામત પ્લોટ પર દબાણો હોવાથી રોડ રસ્તા પર લોકોને વાહન પાર્ક કરવાની ફરજ પડી રહી છે. બજાર વિસ્તારમાં પણ દુકાનદારોએ પોતાની દુકાન બહાર માલસમાન ખડકાયા છે અથવા કોઈ લારીવાળાને ભાડુ વસુલી ઉભવાની જગ્યા આપી છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં દબાણોનો રાફડો ફાટ્યો છે, ત્યારે ગાંધીધામની જેમ હવે ભુજને પણ દબાણોમાંથી મુક્તિ અપાવે તેવા ‘સિંઘમ’ મુખ્ય અધિકારીનો 
ઈતંજાર  છે. 

 

Comments

COMMENT / REPLY FROM