Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉ-અંજાર પટ્ટામાં બોગસ દસ્તાવેજોથી કરોડોની જમીનોના કૌભાંડોની વણજાર : સ્થાનિક રાજકારણીઓ-સગાસબંધીઓ કેમ ન દાખવ જાગૃતી.?

25 September



ભચાઉ વિસ્તારના કલ્યાણપર-છાડવારા, આધોઈ, સામખીયાળી,શિવલખા સહિતના પટ્ટાઓમાં બોગસ આધારોથી દસ્તાવેજો અથવા પાવનરનામા બનાવી અને કરોડોની કિમંતી જમીન પરબારી જ હેરફેર થતી હોવાની વધતી ઘટનાઓની ચર્ચા તથાર્ ફોજદારી ફરીયાદ પણ થઈ છે દાખલ : કચ્છ  આખાયમાં ભચાઉમાં જ કેમ આવા ડમી દસ્તાવેજોથી જમીન હેરફેરના પ્રકરણો વધી રહ્યા છે? અંજારના વરસામેડી સહિતના કિસ્સાઓ પણ બન્યા છે ભારે ચકચારી

વિચારતો કરો, આવા ધંધામાં તેલચોર કિશોર પણ ખોટા દસ્તાવેજો બનાવવા આવ્યો આગળ....

મુંબઈ અથવા તો ભચાઉ-અંજાર બહાર વસ્તા લોકોની જમીનોમાં થઈ રહ્યા છે છાના ખેલ : સ્થાનિક રાજકારણીઓ સરકારી બાબુઓના કેમ નથી આમળી શકતા કાન?કયા કચાશ રહી જાય છે કે, આવા ભોપાળા કરનારી સિન્ડીકેટ ફાવી જાય છે અને મુળ માલિકની જાણ બહાર કરોડોની જમીનો લે-વેંચ ગેરકાયદેસર રીતે થઈ જાય છે?

ખાટલે મોટી ખોટ : સ્થાનિક રાજકારણીઓ-સરકારી બાબુઓની આંખ આડા કાનથી વધતી ગેરરીતિઓ પર ઉઠ્યા સવાલો : જમીનોના દસ્તાવેજો મામલે આધારોની ખરાઈ બાબતે રાજય સરકારે વધારવી જોઈએ સતકર્તા, મહેસુલ વિભાગ, સબ રજિસ્ટ્રાર કચેરી,મામલતદાર તંત્ર, પ્રાંત અધિકારી સહિતનાઓની જમીનની નોંધો પાડતા પહેલા જવાબદારીઓ ફીટ કરતીખરાઈ વ્યવસ્થાઓ કેમ નથી કરવામા આવતી લાગુ? : સબ રજિસ્ટ્રાર કચેરીકક્ષાએ આધાર-પાન કાર્ડ સહીતના જે ૧૧ આધારોની ચકાસણીઓ થાય છે તેની સાથે સરકારે જમીન વેચનાર-લેનાર-સાક્ષીઓના ફિંગર પ્રિન્ટસ લેવુ પણ કરવુ જોઈઅ ેફરજીયાત : મામલતદાર કચેરી ઈ-ધરામાં પણ નાયબ મામલતદાર 



ગાંધીધામ :ભચાઉ વિસ્તારના કલ્યાણપર, છાડવારા, આધોઈ, સામખીયાળી, શિવલખા સહિતના ગામોમાં બોગસ આધારોના આધારે દસ્તાવેજો અથવા પાવનરનામા તૈયાર કરી કરોડોની કિમતી જમીન હેરફેર થતી હોવાની ઘટનાઓ વધી રહી છે. આ મામલે ફોજદારી ફરીયાદો દાખલ થતા હવે કચ્છભરમાં ચર્ચા ગરમાઈ છે. અંજાર તાલુકાના વરસામેડી સહિતના કિસ્સાઓએ પણ ભારે ચકચારી મચાવી છે.મુંબઈ સહિત ભચાઉ-અંજાર બહાર વસતા મૂળ માલિકોની જમીનોમાં “છાના ખેલ” ચાલી રહ્યો હોવાની આક્ષેપો સામે આવ્યા છે. પ્રશ્ન એ છે કે સ્થાનિક રાજકારણીઓ અને સરકારી બાબુઓ કેમ નથી ઉઠાવી શકતા પગલા? કઈ કચાશ રહી જાય છે કે આવા ભોપાળા કરનારી સિન્ડીકેટ સરળતાથી ફાવી જાય છે અને મૂળ માલિકની જાણ બહાર કરોડોની જમીનો ગેરકાયદેસર રીતે લે-વેંચ થઈ જાય છે?
જમીનના દસ્તાવેજોની ખરાઈ બાબતે રાજ્ય સરકારે સતર્કતા વધારવાની તાતી જરૂર છે. મહેસુલ વિભાગ, સબ-રજિસ્ટ્રાર કચેરી, મામલતદાર તંત્ર અને પ્રાંત અધિકારીઓને નોંધણી પૂર્વે વધુ કડક ચકાસણી કરવી જરૂરી છે. હાલમાં આધાર-પાન કાર્ડ સહિતના ૧૧ આધારોની ચકાસણી થતી હોવા છતાં જમીન વેચનાર-ખરીદનાર અને સાક્ષીઓના ફિંગરપ્રિન્ટસ ફરજીયાત લેવાની માગણી ઉઠી છે. સરકારે ફીંગર પ્રિન્ટસની જોગવાઈ રાખેલી તો છે જ પરંતુ તે વૈકલ્પીક હોવાનુ મનાય છે, ખરેખર આવા કૌભાંડીઓને ડામવા માટે ફિંગર પ્રિન્ટસ લેવા ફરજીયાત કરવાની જરૂર છે. તો કૌભાંડ આચરનારાઓમાં આપોઆપ જ ફફડાટ આવી જશે. ઈ-ધરા વ્યવસ્થામાં મામલતદાર કચેરી તથા નાયબ મામલતદાર સ્તરે પણ સઘન દેખરેખ જરૂરી છે જેથી ભચાઉ-અંજાર જેવા પટ્ટામાં થતાં જમીન કૌભાંડો પર રોક લગાવી શકાય. અહી યાદ અપાવી શકાય કે આજથી પાંચેક વર્ષ પહેલા સબ રજિસ્ટર્ર કચેરીમાંથી નોધ માટે મામલતદાર કચેરીએ આવતા દસ્તાવેજોની ફરીથી ચકાસણીઓ ઈ-ધરા વિભાગમો એક ખાસ અલગથી નાયબ મામલતદાર રહેતા હતા જેઓ ક્રોસ વેરીફીકેશન કરતા હતા અને તેમાં કયાંય કાંઈ નાનુ સુનુ પણ વિસંગતાવાળુ હાય તો પકડાઈ જતુ હતુ. પરંતુ ઓનલાઈન કરવામા આવ્યા બાદ પાંચેક વર્ષ પહેલા આ પ્રકારની વ્વયસ્થાઓને દુર કરવા સરકારશ્રીએ જ પરિપત્ર કર્યો હતો. પણ ખરેખર આ વ્યવસ્થાઓ આજે ફરી સમયની માગ જ બની રહી છે. 
જનહિતમાં સરકાર અને સંબંધિત તંત્રે તાત્કાલિક પગલાં ભરી આવનારા દિવસોમાં જમીન હેરફેરના આ પ્રકરણોને કાબૂમાં લેવાની દીશામાં દસ્તાવેજોના વેરીફેકશન બાબતે કડકાઈ અને વધુ સજજતા-સતર્કતા દાખવાય તે જ સમયનો તકાજો બની રહ્યો છે.

Comments

COMMENT / REPLY FROM