શિકારપુરમાં એસએમસીનો દરોડો : દેશી દારૂનો જથ્થો ઝડપ્યો : બુટલેગર લોબી - અમુક ભ્રષ્ટ વહીવટદારોમાં નાશભાગ
ર ટુવ્હીલર, ૪ ફોરવ્હીલર વાહનો, દારૂ બનાવાવના કેમીકલ સહિતના મુદામાલ કરાયા કબ્જે
દેશી દારૂનો જથ્થો પકડાયો છે, બાકીની કાર્યવાહી હજુ ચાલુમાં છે, કવોલીટી કેસ બનશે, એટલુ અત્યારે કહી શકાય : શ્રી જાડેજા
ભચાઉ : અગાઉ પશ્ચિમ કચ્છમાં સપાટો બોલાવ્યા બાદ હવે એસએમસી પૂર્વ કચ્છમાં સક્રીય થઈ છે. ભચાઉ તાલુકાના શિકારપુર નજીક લાંબા સમયથી ચાલતા દેશી દારૂના અડ્ડા પર કાર્યવાહી કરીને દેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો.
સામખિયાળી પોલીસ સ્ટેશનના ચોપડેથી જાણવા મળતી વિગતો મુજબ એસએમસીની કાર્યવાહી ચાલુ છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે શિકારપુર ગામે એસએમસીએ દરોડો પાડી દેશી દારૂ અને અન્ય મુદ્દામાલ મળી તગડો સફળ દરોડો પાડયો છે. આ દેશીદારૂના અડ્ડા પર ત્રાટકેલી એસએમસી કવોલીટી કેસનો ગુનો નોધાવે તે અનુસારનો કેસ હાલમાં જતાઈ આવી રહ્યો છે. વાગડ વિસ્તારમાં એસએમસી આવી હોવાની જાણ થતા અન્ય બુટલેગરો મુદ્દામાલ સગેવગે કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. આ લખાય છે ત્યારે મુદ્દામાલ કબજે કરી સામખિયાળી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહીમાં ૬૭૦ લિટરથી વધુનો દેશી દારૂ કબજે કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી વહીવટદારોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. સામખિયાળી પોલીસ સ્ટેશનના ચોપડેથી જાણવા મળતી વિગતો મુજબ એસએમસીની કાર્યવાહી ચાલુ છે, કાર્યવાહી પૂર્ણ થયા બાદ વધુ વિગતો જાવણા મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ કચ્છમાં એસએમસી ટીમે રેડ કર્યા બાદ પૂર્વ કચ્છમાં તેમની સાંઠગાંઠ હોવાની ચર્ચાઓ ચાલુ થઈ હતી પરંતુ જ્યારે હવે પૂર્વમાં દેશી દારૂ પર રેડ થતા શકદારોની બોલતી બંધ કરી નાખવામાં આવી છે. ત્યારે હજુ પણ એસએમસી દ્વારા પૂર્વ કચ્છમાં ધામા નાખ્યા હોવાથી પોલીસમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.તો વળી બીજીતરફ આ બાબતે એસએમસીના શ્રી જાડેજાની સાથે વાત કરવામાં આવતા તેઓએ કહ્યુ હતુ કે, દેશી દારૂ પકડયો છે, હાલમાં બધી જ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી હોવાથી વધુ વાત નહી થઈ શકે.

Comments