Trending News
સ્થાનિક સમાચાર

મુંદરાના ધ્રબ નજીક લેબરકોલોનીમાં બ્લાસ્ટની ઘટનામાં છ લોકો દાઝયા : ત્વરિત સારવારર્થે ખસેડાયા

24 September



આજે સવારે ૭ વાગ્યાની ઘટના : પ્રથમ મુંદરાની સ્ટર્લીંગ હોસ્પિટલમાં અને ત્યાથી તાત્કાલિક સારવાર માટે ભુજની જી.કે. જનરલમાં ખસેડાયા 


રાસાપીર પાસેની ઘટના છે, ઘાયલોને સારવાર અપાઈ રહી છે, વધુ તપાસ આદરાઈ છે : શ્રી ઠુમ્મર (પીઆઈ મુંદરા)



ભુજ : ઔધોગિક નગરી મુંદરામાં ધડાકો થતાં પાંચ થી છ જેટલા લોકો ગંભીર રીતે દાઝયા હતા, જેઓને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે તાત્કાલિક ભુજની જી.કે. જનરલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બાબતે મળતી વિગતો મુજબ આ બનાવમાં મુંદરામાં રહેતા સુજીતરોય, મનીક કરમકર, જયંતો કરમકર, હરિરોય અને અતુ મોન્ડલ નામના પરપ્રાંતિય યુવકોને ઈજાઓ થવા પામી હતી. તેઓ બ્લાસ્ટમાં આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. પ્રાથમિક સારવાર આપીને તાબડતોબ ભુજની જી.કે.માં ખસેડવામાં આવતા ઈમરજન્સી વિભાગમાં તબીબો દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રાસાપીર સર્કલ નજીક આ બનાવ બન્યો હતો. ગેસનો બાટલો ફાટતાં પાંચ લોકો દાઝયા હોવાનુ પણ પ્રાથમિક રીતે ચર્ચાય છે.  જો કે, આ લખાય છે ત્યારે વધુ વિગતો સામે આવી ન હતી. મુંદરા પીઆઈ આર.જે. ઠુમ્મર સાથે વાત કરતાં તેમણે રાસાપીર સર્કલ પાસે ઘટના બની હોવાનું જણાવી ઘાયલો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જણાવ્યું હતું. હાલ ઘાયલોની સારવાર ચાલી રહી છે. બનાવ કઈ રીતે બન્યો તે સહિતની દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. 

 

Comments

COMMENT / REPLY FROM