Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં સુરતી-જુગારનો સડ્ડો વકર્યો કોની મંજુરી? મંડાતા મોટા પડ..!

24 September


જુગાર કલબો-આંકડા-વરલી મટકા સહિત પરકાર્યવાહી થવા પામી જતી હોવાથી હવે ખેલીઓ-જુગાર સંચાલકો લાવ્યા નવો કીમીયો : ૧ પુઠઠા પર આઠ-દસ ચિત્રો દર્શાવી, કાપલીઓની બોલીથી નશીબ અજમાવવાના ગતકડાઓમાં કઈક ખેલીઓ બરબાદ થતા હોવાની ચર્ચા : કોણે છુટ-મંજુરી આપી છે આવા સડ્ડારૂપ જુગારના નવા હાટડાઓને..? : સુરતથી મુખ્ય રીેતે સંચાલિત આ અસામાજીક બદી જિલ્લા વડામથક ભુજમાં કોણે ધમધમાવી?


કચ્છની પ્રજાની શાંતીથી કોણ ચેડા કરી રહ્યુ છે? કયારેક લાખો-કરોડોનો દારૂ પકડાયાનો તો વળી કયારેક સવાર પડતા જ નીતનવા જુગારના અડ્ડાઓ ઉભા થયાના મથાડા સાથે સમાચારો સામે આવવા પામી રહ્યા છે, 
તેમ છતા પણ ઉચ્ચ અધિકારીઓનુ પેટનું પાણી પણ હાલતું નથી.?



ભુજ : સુરતમાં ખમણ, લોચો, ગારી તેમજ સાડી, હીરાની બોલબાલા છે. કચ્છમાં હજુ સુધી આ વસ્તુઓ નથી આવી પરંતુ સુરતની રમતનો ચસ્કો જરૂર લાગ્યો છે. ભુજમાં હવે અંદરખાને સુરતની રમત ચાલુ થતા દરરોજ તેમાં હજારોના દાવ ખેલાઈ રહ્યા હોવાનુ ચર્ચાય છે.. બાતમીના આધારે સટ્ટોડીયા અને જુગારીઓને પકડવાના ભ્રામક દાવા કરતી પોલીસ હજુ પણ ઉંઘમાં હોવાનો જ સિનારીયો વચારે ચિંતાજનક બની રહ્યો છે. જાણકારો કહી રહ્યા છે કે, થોડા દિવસો પહેલા આંકડાની બાબતમાં મારામારી થઈ, પરંતુ આ નવી રમતમાં હપ્તાનું સેટીંગ ન થતા પોલીસ પણ ‘પાંકે કુરો’ ની નીતિમાં હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. 
આ બાબતે આંતરીક વર્ગ કહી રહ્યો છે કે, ભુજ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આંકડા સાથે “સુરતી” ચાલુ થઈ છે. આ સુરતી એ કોઈ ખાવા પીવાની ચીજ વસ્તુ નથી પણ તે જુગારનો એક ભાગ કહેવામાં આવે છે. તો આ “સુરતી” માટે અમુક યુવાનો જોડાઈને રમી રહ્યા છે. શહેર ખાતે અમુક જગ્યાએ આંકડાની સાથે “સુરતી” રમત ચાલુ થઈ હોવાનુ પણ ચર્ચાય છે. જેમાં એક પુઠા ઉપર અલગ અલગ ચિત્રો દર્શાવેલા હોય છે અને તેના ઉપર નાની ચિઠ્ઠી હોય છે તેના ઉપર રૂપિયા મુકી અને જો આ ચિત્રમાં દોરેલ વસ્તુમાં ચિઠ્ઠીમાં જે રૂપિયા લખેલા હોય તે ગ્રાહકને આપવામાં આવે છે. બાકીના રૂપિયા સંચાલકને મળે છે. આ “સુરતી” રમત નાના માણસો રમી રહ્યા હોવાનુ પણ ચર્ચાય છે. જો કે આ રમત એક ગેરકાયદેસરની હોવાનું અને જુગાર જ કહેવાય છે તેમ છતાં આ રમતની મંજુરી કયાંથી મળી તે વિચારવા જેવું છે. હાલમાં ડ્રીમ-૧૧, માય-૧૧ સર્કલ સહિતની ઓનલાઈન ગેમ પર પ્રતિબંધ લાગતા યુવાધન બેબાકડું બનતા આંકડો, અને આવી લોભામણી રમતોમાં જોડાઈ રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે.



.............



જો જો સુખપરના અમુક લોકોનું 
સુખ ચકલા - પોપટ છીનવી ન લે...!

માધાપરમાં શરૂ થયા બાદ અચાનક જ બંધ થઈ ગયેલા આ ચકલાપોપટનો સંચાકલ સુખપર પટ્ટા બાજુ વળ્યો છે કે શું?


ભુજ : શહેરી વિસ્તારમાં સુરતી રમતે ખેલીઓમાં કયાંક સુસ્તી તો કયાંક સ્ફુર્તિ દેખાડી છે. ત્યારે હવે તાલુકાના સુખપર ગામે પણ આ સુરતી ઉર્ફે ચકલા પોપટી રમતો શરૂ થઈ હોવાનું ચર્ચાય છે.ભોગગ્રસ્તો કહી રહ્યા છે કે, આ અસમાજીક બદીમાંં ગરીબ વ્યક્તિઓ જીતવાની લાલચે રમત સાથે ઘણી વખત જિંદગી હારી જતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં શહેરી વિસ્તાર તો ઠીક પણ હવે ભુજ તાલુકાના સુખપર ગામે પણ આ ચકલા પોપટ રમત ચાલુ થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે આમાં અગાઉ માધાપરમાં ચાલુ થયા બાદ બંધ થઈ ગયેલ ચકલા પોપટના સંચાોલકને તેનો કાર્યભાર દીધો છે. તો બીજો સંચાલક પણ ભુજનો જાણીતો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ફેલાતા આવા ચકલા પોપટ બંધ કરાવવા જરૂરી બની ગયા હોવાનું કહેવાય છે.

Comments

COMMENT / REPLY FROM