ભચાઉના મહેસુલી તંત્રમાં વકરેલા ભ્રષ્ટાચારના સડ્ડાની વિજિલન્સ કક્ષાએ ધા
જિલ્લા આખાયમાં સોથી વધુ બોગસ દસ્તાવેજો ભચાઉ-વાગડ પટ્ટામાં જ કેમ?
ભુ-માફીયા-જમાફીયાઓના દલાલ બનવાની ભુંડી ભુમિકાઓ કયા સરકારી બાબુઓ ભજવી રહ્યા છે? તપાસ થવી જોઈએ, ચહેરાઓ ખુલ્લા પડવા જોઈએ, જાણતા-અજાણતા સરકારી બાબુઓ ભળેલા ન હોય તો આવા બોગસ દસ્તાવેજો બને જ કેવી રીતે?
શિવલખા-લાકડીયા-છાડવરા-કલ્યાણપર વિસ્તારમાં કિસ્સા સામે અવ્યા છે, વાત સાચી છે, પોલીસ ફરીયાદો કરવામા અવી છે, તપાસ ચાલી રહી છે, ઉપરાંત હવે સબ રજિસ્ટ્રાર કક્ષાએથી જ ફિંગર પ્રિન્ટસ લેવાનુ ફરજીયાત કરાવવા ઉપરાંતના વિવિધ પગલાઓ લેવાની સુચના સબ રજિસ્ટ્રાર કચેરી તથા મામલતદાર કચેરીને આપી દેવાઈ છે, પોલીસ તપાસમાં જે રીતે કઈ બહાર આવશે તે અનુસાર આગળ જરૂર જણાશે તો તેવા દોષીતોને લેખિતમાં પણ કડકાઈથી પૂૃર્વકના પગલા સાથે પુછાણા લેવામા આવશે : શ્રીમતી જયોતિ ગોહીલ (પ્રાંત અધિકારી, ભચાઉ કચ્છ)
લાકડીયા, કલ્યાણપુર, શિવખલા, છાડવારા સહીતના વિવિધ ગામોમાં મુળ જમીન માલીકની અજાણતાથી જ બોગસ દસ્તાવેજો બની ગયા હોવાના ચિંતાજનક ઘટનાક્રમો આવ્યા સામે : પોલીસ ચોપડે પણ ફરીયાદ નોધાઈ : સબ રજિસટ્રાર કચેરી, મામલતદાર તથા પ્રાંત કક્ષાએ આ તમામ દસ્તાવેજો બાબતે શુ થાય છે ક્રોસ વેરીફીકેશન? પૈસા ફેંક-તમાસા દેખાના સુત્રને જ આગળ ધરી અને કચેરીના અમુક બની બેઠેલાઓ આંખ મીચીને આડેધડ કામગીરી આચરતા હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ
મુખ્ય વિજિલન્સ કમીશ્નર ગાંધીનગર, મુખ્ય સચીવશ્રી ગાંધીનગર, મુખ્ય જમીન સુધારણા સચીવ, મુખ્ય જમીન રેકોર્ડસ સચીવ, લાંચ રૂશ્વત વિરોધી વિભાગ નિયામકશ્રી, નિરિક્ષક સહાયક શ્રી રાજકોટ સીટી સર્વે સહીતનાઓને જાગૃત નાગરીકે ભચાઉ મહેસુલ વિભાગમાં વકરી ગયેલા ભ્રષ્ટાચારરૂપી લુણાને ખુલ્લો પાડવા લેખિતમાં રજુઆતો મોકલી અને માંગી છે દાદ
ગાધીધામ :એકતરફ સરકાર દ્વારા પારદર્શી વહીવટ બનાવવા માટે અનેકવીધ સેવાઓ ઓનલાઈન અને આંગળીના ટેરવે જ મળતી થઈ જાય તે રીતે ડીજીટલ ઈન્ડીયા-ગુજરાતને સાક્ષર કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજીતરફ પૂર્વ કચ્છના ભચાઉ અને રાપર સહિતના વિસ્તારમાં જાણે કે આજે પણ આ સેવાઓમાં ક્ષતિ હોય અથવા તો પછી જમીન -મીલ્કતોને લગતા કામો કરતી કચેરી-મહેસુલી વિભાગમાં પૈસા ફેક તમાસા દેખના સુત્રને જ સાચો ઠરાવી અને ભ્રષ્ટાચાર થતો હોવાની બુ પ્રસરવા પામી રહી છે. આવુ એટલા માટે પણ ચર્ચાવવા પામી રહ્યું છે કે, તાજેતરમાં જ ટુંકા ભુતળકામાં જો આંકડાઓ ચકાસવામા આવશે તો કચ્છના અન્ય તાલુકાઓના પ્રમાણમાં ભચાઉ તથા રાપરના ગ્રામીણ વિસ્તારોમાં મુળ અહીના રહેવાસીઓ જે હાલે મુબઈ કે અન્યત્ર સેટ થયેલા છે તેવા લોકોના બોગસઆધારો સાથે અહીની સબ રજિસ્ટર્ર કચેરી, મામલતદાર કચેરી અને મહેસુલ વિભાગ સહિતનાઓની ભુમિકાને શંકામાં લાવી દે તે રીતે બોગસ આધારોથી દસ્તાવેજો બની રહ્યા છે અને તેમાથી કેટલાક કીસ્સાઓમાં તો પોલીસ ચોપડે ફરીયાદ પણ નોધાવવા પામી રહી છે.હાલમાં પાછલા ટુંકા ભુતકાળમાં બોગસ આધારોની સાથે દસ્તાવેજો બની જવા, નોધો પડી જવી, અને મુળ માલીકની અજાણણતામાં તેની કીમંતી જમીનની હેરફેર-વેચસાટ થઈ જવાના પણ ગંભીર કિસ્સાઓ પ્રકાશમાં આવવા પામી રહ્યા હોવાથી જાણકારો દ્વારા સવાલ થાય છે કે, આટઆટલા કિસ્સઓ માત્ર ભચાઉ-રાપરમાં જ કેમ સામે આવવા પામ્યા છે? પોલીસ ફરીયાદો પણ આ જ તાલુકાઓમાથી કેમ વધારે થવા પામી છે? શું અહીના મહેસૃુલ વીભાગના જવાબાદરો ક્રોસ વેરીફીકેશન કરવામાં કોઈ કચાશ રાખી રહ્યા છે? કે પછી આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાના તાલે આંખમિચામણા એક યા બીજા પ્રકારનીકોઈ મોહીની તળે લલચાઈને કરવામા આવી રહ્યા છે? ભચાઉ સબ રજિસ્ટ્રાર કચેરી,મામલતદાર કચેરી, પ્રાંત વિભાગ સહિતનાઓની સામે પ્રબુદ્વધવર્ગ ન માત્ર સવાલો ઉઠાવ્યા છે બલ્કે , અહી મહેસુલ વિભાગમાં વકરી ગયેલા ભ્રષ્ટાચાર અથવા તો ગેરરીતી ભરી લાપરવાહી દાખવાવમા આવી રહી હોવા સબબ રાજયના ઉચ્ચ અધીકારીઓ અને વિભાગો કક્ષાએ લેખિતમાં રજુઆત કરવામા આવી ગઈ છે. લાંચ રૂશ્વત વિરોધી દળના રાજયના વડાને પણ ફરીયાદ કરાઈ છેઅ ને આ રીતે અહી વકરી રહેલા ભ્રષ્ટાચાર નેટવર્કના મુખ્ય સુત્રધારાોને રડારમાં રાખી અને તેમની મિલ્કતો અને બેનામી સંપત્તીઓ બાબતે તપાસ થવાની અરજી કરાઈ છે. આ અરજી મુખ્ય વિજિલન્સ કમીશ્નર ગાંધીનગર, મુખ્ય સચીવશ્રી ગાંધીનગર, મુખ્ય જમીન સુધારણા સચીવ, મુખ્ય જમીન રેકોર્ડસ સચીવ, લાંચ રૂશ્વત વિરોધી વિભાગ નિયામકશ્રી, નિરિક્ષક સહાયક શ્રી રાજકોટ સીટી સર્વે સહીતનાઓને મોકલવામાં આવી છે. આ તમામ સંદર્ભે ભચાઉ પ્રાંત અધિકારી જયોતિબેન ગોહીલની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, ભચાઉમાં લાકડીયા, શિવલખા, કલ્યાણપર તથા છાડવરામા આવા દસ્તાવેજો બન્યા હોવાનુ ધ્યાને આવયુ છે, પોલીસ ફરીયાદ થઈ છે તપાસ ચાલી રહી છે, આવા કિસ્સાઓ આવ્યા બાદ સબ રજિસટ્રા કચેરી મધ્યે ફિંગર પ્રિન્સ લેવી ફરજીયાત કરાઈ છે, મામલતદાર અને સબ રજિસ્ટ્રાર કચેરી કક્ષાએ પણ આ અંગે જરૂરી પગલાઓ લેવાની સ્પષ્ટ સુચનાઓ આપી દેવાઈ હોવાનુ જણાવ્યુ હતુ. પોલીસ ફરીયાદ ચાલી રહી છે તેમાં જે કંઈ પણ બહર આવશે તે અનુસાર જરૂર જણાશે તો લાપરવાહી દાખવનારાઓ સામે પણ થવા પાત્ર કાર્યવાહી કરવામા આવશે તેવો વિશ્વાસ જયોતિબેન ગોહીલ દ્વારા વ્યકત કરવામા આવ્યો હતો.

Comments