ગાંધીધામ તથા ચિત્રોડ ખાતે યોજાયેલ મેડીકલ કેમ્પનો લાભાર્થીઓએ લાભ લીધો
‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ પખવાડિયા અંતર્ગત
ગાંધીધામ : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મહિલાઓના આરોગ્યને મજબૂત બનાવવા માટે “સ્વસ્થ નારી - સશક્ત પરિવાર પખવાડિયું” અંતર્ગત ગાંધીધામ તથા પીએચસી ચિત્રોડ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાંધીધામ - ૩ અને પી.એચ.સી.ચિત્રોડ ખાતે “સ્વસ્થ નારી- સશક્ત પરિવાર” પખવાડિયાની ઉજવણી અંતર્ગત આરોગ્યલક્ષી વિવિધ સારવાર પૂરી પાડવામાં આવી હતી. જેવી કે આયુષ્માન કાર્ડ, કેન્સર સ્ક્રીનિંગ, હીમોગ્લોબીનની તપાસ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર, એએનસી તપાસ, ઈમ્યુનાઈઝેશન, એનસીડી સ્ક્રીનીંગ, આઈ સ્ક્રીનીંગ, હાડકાની બિમારીની તપાસ, સસ્પેક્ટેડ ટીબીના દર્દીના ચેસ્ટ એક્સ-રે સહિતની કામગીરી કરવામાં આવી હતી. જેમાં મહિલાઓ અને તરુણીઓને માસિક અંગે સમજ, માનસિક આરોગ્ય અને મેદસ્વિતા ઘટાડવા તથા પોષણક્ષમ આરોગ્ય અંગે માહિતી આપવામાં આવી હતી.
આ કેમ્પોમાં ડૉ.નિમિત મિરાણી, ડૉ. પારૂલ હેમબ્રોમ, એસ.એન જિજ્ઞાસાબેન, હીનાબેન, દિવ્યાબેન, એફએચડબલ્યુ છાયાબેન, નીતિનભાઈ અને લેબ ટેકનિશિયન એફએચએસ, એમપીએચ.એસ, સીએચઓએસ, એમપીએચડબલ્યુ તથા આશાવર્કર બહેનો હાજર રહ્યા હતાં.
-----

Comments