એકોર્ડ હોસ્પિટલ આયોજીત ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનો ૬૯ લોકોએ લાભ લીધો
ભુજ : શહેરની એકોર્ડ હોસ્પિટલ દ્વારા આયોજીત સિનિયર સિટીજન કાઉન્સિલ કચ્છના કાર્યાલય ખાતે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં દિપ પ્રાગટય મહંત કિશોરદાસજી - કબીર મંદિર અને અતિથિ વિશેષ શિવજીભાઈ કે. આહિર - ઉદ્યોગપતિના હસ્તે કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વ્યક્તિનું વજન, બીપી, સુગર સહિત રોગોની ચકાસણી કરવામાં આવી હતી. કેમ્પમાં ૬૯ વ્યક્તિઓએ ચેકઅપ કરાવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ શશિકાન્ત ઠક્કર, રાજેન્દ્ર પુરોહિત, હરેશ વ્યાસ, જયેન્દ્રસિંહ જાડેજા, સબીક બીબી પીર, ચંદ્રકાન્ત જેઠી, એ.આર. જુમાણી, ગનુભા મકવાણા સહિતે જહેમત ઉઠાવી હતી.
---

Comments