ગાંધીધામના આંગણવાડી કેન્દ્રમાં મેડિકલ કેમ્પ યોજાયો
ગાંધીધામ : આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ ભંડેરી તથા ગાંધીધામ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. દિનેશ સુતરીયાના માર્ગદર્શન હેઠળ ગણેશનગરના સબ સેક્ટર ૬ના આંગણવાડી કેન્દ્ર ૮ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાંધીધામ - ૨ ના મેડિકલ ઓફિસર ડૉ. ખુશાલીબા ગોહિલ દ્વારા “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” પખવાડિયા સાથે પોષણ માસની ઉજવણી અંતર્ગત તંદુરસ્ત જીવન શૈલી અંગેની સમજ આપવામાં આવી. આ સાથે જ “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત આંગણવાડીઓના લાભાર્થીઓને સ્ટેપ મુજબ હાથ ધોવાની રીત વિશે સમજ આપવામાં આવી હતી.
કેમ્પના મુખ્ય અતિથિ ગણેશનગર વોડ ૧૩ના પ્રભારીમંત્રી સુરેશભાઈ ધુવા અને કાઉન્સિલર મનિષાબેન ધુવા દ્વારા મહિલાના સ્વાસ્થ્યનો પરિવાર અને સમાજ પર પડતા પ્રભાવ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પમાં આયુષ્માન કાર્ડ, કેન્સર સ્ક્રીનિંગ, હીમોગ્લોબીન, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ જેવી આરોગ્યલક્ષી વિવિધ સારવાર પૂરી પાડવામાં આવી હતી તથા મહિલાઓને માસિક અંગે માર્ગદર્શન, માનસિક આરોગ્ય અને મેદસ્વિતા ઘટાડવા સાથે પોષણક્ષમ આરોગ્ય વિષયક માહિતી અપાઈ હતી. કેમ્પમાં આવેલ ૨૮ લાભાર્થીનું ચેકઅપ અને સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.
કેમ્પમાં ડો. ભરત બલદાણીયા, એસ.એન અંબિકાબેન મનાત, એમ.પી.એચ.એસ યોગેશભાઈ માલિવાડ, એલ.ટી નયનાબેન ચાવડા, સચિન પરમાર, અક્ષય પરમાર, પર્વત તાવિયાડ, અજય સોલંકી, ઉર્વશીબેન નિનામા, સુલોચનાબેન ડામોર તથા આશાવર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.
----

Comments