ગુજરાતમાં ખાખી શર્મસાર : પીઆઈ રાજુએ કચ્છી મહિલાને વિડીયો કોલમાં અભદ્ર માંગણી કરી
તમે કપડા ઉતારીને વાત કરો તો વધુ સુંદર લાગશો
ગાંધીધામ : ગુજરાત પોલીસની છબી ફરી એકવાર દાગદાર થઈ છે. આણંદ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (પીઆઈ) રાજુ પર કચ્છની એક મહિલાએ ગંભીર આક્ષેપો કર્યા છે કે તેઓ અવારનવાર ફોન અને વિડીયો કોલમાં અભદ્ર માંગણીઓ કરતા હતા.સૂત્રો મુજબ, રાજુ એક પ્રસંગે બોરસદમાં રહેતી એક બહેનની દીકરીના આધાર કાર્ડ સુધારાની પ્રક્રિયામાં પીડિત મહિલાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ, સતત ફોન અને વિડીયો કોલ દ્વારા મીઠી વાતોથી મહિલાને જાળમાં ફસાવતા ગયા.અભદ્ર વાતચીતના આક્ષેપોમા વિડીયો કોલ દરમિયાન પીઆઈ રાજુએ મહિલાને “તમે કપડામાં એટલા સુંદર લાગો છો તો કપડા ઉતારીને વાત કરો તો વધુ સુંદર લાગશો,” તેમજ “આપણે બન્ને હોટેલમાં જઈએ, હું તારા કપડા ઉતારીને ખુબ એન્જોય કરાવીશ... કોન્ડમ લઇ આવીશ કે ગોળી ખાઈ લઈશ?” જેવા અભદ્ર પ્રસ્તાવો કર્યા હતા.મહિલાના જણાવ્યા અનુસાર, પીઆઈએ પોતાનું પદ જમાવીને કહ્યું હતું કે જો તેણીએ તેમની વાતો સ્વીકારશે નહીં તો ખોટા કેસોમાં ફસાવી દેવામાં આવશે અને ઉપડાવી લેવામાં આવશે.સહનશક્તિનો કંટાળો આવ્યા બાદ મહિલાએ પૂર્વ કચ્છના પોલીસ વડાને પીઆઈ રાજુ વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી. હાલમાં આ મામલે ગાંધીધામ એ-ડિવિઝનના પીઆઈ એમ.ડી. ચૌધરી તપાસ હાથ ધરી રહ્યા છે અને મહિલાએ આપેલા પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે. રાજુ એ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને ફરિયાદી મહિલાને ઓળખતા નથી એવી દલીલ કરી છે. આ કેસ બાદ ફરી એકવાર ગુજરાત પોલીસ પર પ્રશ્નો ઉઠ્યા છે કે મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત તંત્રના જ કોઈ અધિકારી દ્વારા આવાં કૃત્યો થતા હોય તો સામાન્ય નાગરિકો કેવી રીતે સુરક્ષિત અનુભવશે?
હવે જોવું રહ્યું કે સંવેદનશીલ ગુજરાત સરકાર અને ઉચ્ચ અધિકારીઓ પીઆઈ વિરુદ્ધ શું પગલાં લે છે.
..........
રક્ષક જ ભક્ષક બની જાય, તેને તો ન જ છોડવો જોઈએ.!
પીડિત મહિલાની હિમંતને શાબાશ છે : હવે તેણીનો સમાજ પણ મદદે આવે : ઈશ્કીટટુને શબક શીખવાડે
પુરૂષ સમાવેડી મહિલાઓનો દરજજો આપવાની વાતો કરનાર આજના સાંપ્રત યુગમાં મહિલાની મજબુરીનો લાભ લેવાની બની રહી છે ફિટકારજનક ઘટનાઓ : ખાખીનો રૂઆબ દેખાડી કોઈ મહીલાના સર્વસ્વને નિશાન બનાવનારાઓને તો કોઈ પણ કાળે ન છોડવો જોઈએ : મહીલા ફરીયાદ માટે આગળ આવી છે તે જ ખુબ મોટી વાત છે
હવે પછીનો મુદો તેના સમાજના આગેવાનોએ ઉપાડી લેવો જોઈએ, અને રંગીનમિજાજી ખાખીધારીને શબક શીખવડાવો જોઈએ
ગાંધીધામ : આજના ર૧મી સદીના યુગમાં મહીલાઓના સન્માન, સાર્વભૌતત્વના રક્ષણ-સરક્ષંણ અને જતનના દાવાઓ અને દાવાઓ તો બહુ થવા પામતા રહે છે પરંતુ તેની વચ્ચે જ મહીલાઓની આબરૂ તથા મહીલાઓ પ્રત્યે હલકટભરી નજરે જોનારા અથવા તો હવસભરી વૃતીઓ ધરાવનારાઓના કારનામાઓ છાપરે ચડીને પોકારી જ જતા હોય છે. દરમ્યાન જ કચ્છની એક અબળાની સાથે પણ ખાખીના પાવરના જોરે પીઆઈ કક્ષાના શખ્સે અભદ્ર માંગો કરી હોવાની સત્તાવાર અરજી સ્વરૂપે ફરીયાદો પોલીસ મથકે પહોચી જવા પામી છે. રક્ષક જ ભક્ષક બન્યો હોય તેવી ઘટના પ્રકાશમાં આવવા પામી રહી છે. કચ્છની એક અબળા મહીલાને આણંદના પીઆઈ કક્ષાના ખાખીધારી શખ્સે તેની મજુબરીનો ગેરલાભ લેવા અભદ્ર માંગણીઓ કરી હોવાની વાત સપાટી પર આવી રહી છે. આ બાબતે ભોગગ્રસ્ત મહીલાએ પોલીસ મથકે અરજી તથા આ સબબના આધારો આપી અને ન્યાયની દાદ માંગી છે. ત્યારે જાણકારવર્ગ કહી રહ્યો છે કે, આ મહીલાએ અરજી-ફરીયાદ અને આધારો આપ્યાની જે પહેલ કરી છે તે ખરેખર હિમંતપ્રેરક છે અને આ મહીલાની હિમંતને શાબાકી જ આપવી ઘટે. પરંતુ વાત માત્ર અટલેથી નથી અટકતી, કચ્છમાં આ મહીલાનો જે સમાજ છે તેને હવે આગળ આવવાની જરૂર છે, મહીલાના સમાજના આગેવાનોએ વિષયની ગંભીરતાઓ સમજવાની જરૂર છે, અને આ પ્રશ્નને હવે સમાજ કક્ષાએ ઉપાડી લેવો ઘટે. એક મહીલા ફરીયાદ-અરજી કરશે તો કદાચ કયાંક ને કયાંક તેનો અવાજ-ફરીયાદ દબાઈ શકે છે પરંતુ જો સામાજિક કક્ષાએ આ આખાય વિષયની ગંભીરતા સમજી અને મહીલાને ન્યાય મળે અને રંગીનમિજાજી ઈશ્કીટટુને નશ્યત મળે તે દીશામાં સામાજીક દ્રષ્ટીએ ઠેર-ઠેર જયા પણ જરૂર પડે ત્યાં લડત માટે ખડપેગે આગળ આવવુ જોઈએ તે જ સમયનો તકાજો બની રહ્યો છે.

Comments