સામખિયાળીમાં મકાનમાંથી ૪પ હજારના દાગીના ચોરાયા
મીઠીરોહરની કંપનીમાંથી ૯૦ હજારના પાઈપની ઉઠાંતરી
ભુજ : જિલ્લામાં તહેવારના સપરમા દિવસોમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે વધુ બે બનાવો સામે આવ્યા છે, જેમાં સામખિયાળીમાં મકાનમાંથી ૪પ હજારના દાગીના ચોરાયા હતા તો ગાંધીધામ તાલુકાના મીઠીરોહરની કંપનીમાંથી ૯૦ હજારના પાઈપની ઉઠાંતરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે.
આ અંગે પોલીસમાંથી મળતી વિગતો મુજબ સામખિયાળીમાં વાગડ સેમ્પુ કંપની પાસે રહેતા કરશનભાઈ રણછોડભાઈ આહિરે જણાવ્યું કે, તેમના મકાનમાં ગેરકાયદે પ્રવેશ કરી કબાટમાંથી ૧૦ હજારના ચાંદીના સાંકળા, ૧પ હજારની સોનાની બુટી તેમજ અન્ય દાગીના અને રોકડા હજાર મળી કુલ ૪પ હજારની ચોરી કરવામાં આવી હતી.
આ તરફ મીઠી રોહરમાં પરમા પાઈપ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના ગોડાઉન નંબર ૧ર પાછળ ખુલ્લી જગ્યામાં ચોરી થઈ હતી. કંપનીના કાનારામ નંદારામ જાટે જણાવ્યું કે, કોઈ ચોર ઈસમોએ તેમની કંપનીમાં લોખંડના નાની - મોટી સાઈઝના ૩૪ પાઈપ કિ.રૂા. ૯૦ હજારની ચોરી કરી હતી, જેથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Comments