બિબ્બરની સીમમાં આવેલા ધ્રોમાં ડૂબી જતાં યુવક અને કિશોરીના મોત
મૃતદેહ કિનારે આવતા ઘટનાની જાણ થઈ
ભુજ : નખત્રાણા તાલુકાના બિબ્બર ગામની સીમ વિસ્તારમાં આવેલ ધ્રોમાં ડૂબી જતાં યુવક અને કિશોરીના મોત થયા હતા.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ બિબ્બર ગામની સીમમાં આવેલા પાણીના કિનારે તરતો મૃતદેહ જોવા મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી, જે બાદ ઓળખના આધારે બંને જણા મૂળ ખાવડા અને હાલે ઓરિડામાં રહેતા હોવાનું સામે આવ્યું હતું. વિજય કમલેશ કોલીએ પોલીસ સ્ટેશનમાં હકિકત જણાવતા કહ્યું કે, હતભાગી ૧પ વર્ષિય તેની બહેન અને ર૦ વર્ષિય વાલજી રમેશ કોલી ફઈનો દિકરો ભાઈ થાય છે. બંને જણા કોઈ અગમ્ય કારણોસર પાણીમાં ડૂબી ગયા હોવાથી મોત થયું છે. બનાવ ર૦થી રર તારીખ દરમિયાન બન્યો હોવાનું જણાઈ આવ્યું છે. નિરોણા પોલીસે બંનેના દેહને જી.કે.માં મોકલ્યા હતા. જે બાદ એડી દાખલ કરવામાં આવી છે. કયા કારણોસર પગલું ભર્યું હશે તે જાણવા પીએસઆઈ આઈ.આર. ગોહિલ તપાસ હાથ ધરી છે.
...........................
જંગીમાં યુવાન અને રામવાડીમાં મહિલાએ જીદંગી ટૂંકાવી
ભુજ : પૂર્વ કચ્છમાં વધુ બે જણાએ ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ભચાઉ તાલુકાના જંગી ગામે રહેતા ૪૦ વર્ષિય રામજીભાઈ ભાણાભાઈ ડાંગરે કોઈ અગમ્ય કારણોસર સુતરની દોરી વડે ફાંસો ખાઈ જીદંગી ટૂકાવી હતી. જે અંગે પોલીસે એડી દાખલ કરી છે. આ તરફ ભચાઉના રામવાડીમાં ર૭ વર્ષિય સાબિયાબાનુ બિલાલભાઈ ખત્રીએ દુપટા વડે પંખામાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવ અંગે ભચાઉ પોલીસે તપાસ હાથ ધરી હતી.

Comments