ભુજની આર. આર. લાલન કૉલેજના ૪૫ વિદ્યાર્થીઓની ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ પૂર્ણ
ભુજ : લાલન કૉલેજમાં ચાલતી ફિનિશિંગ સ્કૂલની ટ્રેનિંગ પૂર્ણ થઈ હતી. વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ઘડતર અને તેમને રોજગાર મેળવવામાં સક્ષમ બનાવવા માટે કૉલેજના આચાર્ય ડૉ. સી. એસ. ઝાલાના માર્ગદર્શનથી ગુજરાત સરકાર સંચાલિત કેસીજીના બેનર હેઠળ આ તાલીમ શરૂ થઈ હતી. ૨૦ દિવસની આ ટ્રેનિંગ અંતર્ગત કૉલેજમાં જુદાં જુદાં વિષયો સાથે સેમેસ્ટર ૫ માં અભ્યાસ કરતા કુલ ૪૧ વિદ્યાર્થીઓને ઈંગ્લિશ સ્કીલ અને લાઈફ સ્કીલની તાલીમ આપવામાં આવી હતી.
કૉલેજમાં યોજાયેલ આ તાલીમના સમાપન સમારોહમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પોતાના પ્રતિભાવો આપ્યા અને પ્રથમ બે મોડ્યુલના તજજ્ઞ ટ્રેનર તરીકે પધારેલ ઉત્પલાબેન વૈદ્ય તથા અંતિમ બે મોડ્યુલના તજજ્ઞ ટ્રેનર તરીકે પધારેલ ઇમરાન કાતિયા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. ત્યારબાદ ઇમરાન કાતિયા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભાવિની શુભેચ્છાઓ પાઠવી હતી. ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ પ્રકલ્પના સભ્યો ડૉ. રાજેન્દ્રકુમાર બાંભણિયા, પ્રોફે. કૌસ્તુભ મિશ્રા, ડૉ. અત્રિ રાજગોર, ડૉ. આભા ત્રિપાઠીએ કૉલેજવતી ટ્રેનરશ્રી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. અંતે આ સમાપન સમારોહના અધ્યક્ષ એવા કૉલેજના આચાર્ય ડૉ. સી. એસ. ઝાલા આ ટ્રેનિંગ વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર અને જીવનઘડતરમાં ખૂબ જ ઉપયોગી નીવડશે એવો આશાવાદ વ્યક્ત કર્યો તથા કૉલેજના વિદ્યાર્થીઓ આ પ્રકારના કાર્યક્રમોમાં ઉત્સાહભેર સહભાગી થઈ કાબેલિયત વધારે એ માટે આહ્વાહન આપ્યુ હતું.
--------

Comments