પડાણામાં નામાચીન બૂટલેગરના દારૂની કટીંગ વખતે એલસીબી ત્રાટકી
ર૪.૬૪ લાખના દારૂ ટેન્કરમાં છુપાવીને લાવ્યા હતા દારૂ : સ્કોર્પિયો સહિત
પ૯.૬૪ લાખનો મુદામાલ કર્યો કબ્જે : બૂટલેગરો નાસી છુટવામાં રહ્યા સફળ
ગાંધીધામ : કચ્છમાં અવાર નવાર લાખો કરોડોનો દારૂ પકડાઈ રહ્યો છે. ત્યારે વધુ એક વખત ગાંધીધામ બી ડિવિઝન વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે પડાણા ગામની સીમ વિસ્તારમાં રેડ કરી હતી. જેમાં ર૪.૬૪ લાખનો દારૂ મળી આવ્યો હતો.
પૂર્વ કચ્છ એલસીબીને મળેલી બાતમીના આધારે તાલુકાના પડાણા ગામની સીમમાં આવેલ આસ્થા સોલ્ટ ઈન્ડસ્ટ્રીઝ કંપનીની પાછળ થોડે દૂર ખુલ્લી જગ્યામાં આરોપીઓ ગળપાદરના વિશાલ ધરમશીભાઈ મ્યાત્રા અને પડાણાના મુકેશ ખીમજીભાઈ હુંબલ દ્વારા તેમના માણસો સાથે મળીને ટેન્કરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ હતો. જે જથ્થાનું કટીંગ કરહી રહ્યા છે તેવી બાતમી મળતાં એલસીબીની ટીમે રેડ કરી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. આગળની તપાસ હાથ ધરી છે. રેડ દરમિયાન વિશાલ મ્યાત્રા, મુકેશ હુંબલ અને ટેન્કર નંબર જી.જે. ૧ર બીવી ૮પ૭૩ના ચાલક માલિક, સ્કોર્પિયો કાર નંબર જી.જે. ૧ર એફબી પ૧૯૦ના ચાલક હાથ આવ્યા હતા. એલસીબીએ ૩,૯૬,૦૦૦ની કિંમતના ૭પ૦ એમએલના વિદેશી દારૂની ૩૬૦ બોટલ, ૯,૧૦,૮૦૦ની કિંમતના ૩૭પ એમએમની ૧૬પ૬ બોટલ, ૮,૯૮,પ૬૦ની કિંમતના ૧૮૦ એમએલની ૩૪પ૬ બોટલ, ર,પ૮,૭ર૦ની કિંમતના ૧૧૭૬ બીયરના ટીન મળી કુલ ર૪,૬૪,૦૮૦નો શરાબ તેમજ ર૦ લાખનું ટેન્કર તેમજ ૧પ લાખની સ્કોર્પિયો સહિત પ૯ લાખ ૬૪,૦૮૦નો મુદામાલ કબ્જે કરી કર્યો હતો. આરોપી વિશાલ સામે ગાંધીધામ બી, એ ડિવિઝન, કંડલા મરીન, અંજારમાં ૭ ગુનાઓ જયારે મુકેશ સામે ગાંધીધામ એ ડિવિઝન અને બી ડિવિઝનમાં ગુના નોંધાયેલા છે.કામગીરી ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર એન.એન. ચુડાસામા, પોલીસ સબ ઈન્સ્પેકટર ડી.જી. પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

Comments