સામખિયાળીના વાડી વિસ્તારમાં જુગાર પર એલસીબીની રેડ
ગાંધીધામ : પૂર્વ કચ્છ એલસીબીની ટીમે સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમીના આધારે મનહર કોલી (રહે જડસા)ના ભોગવટાની ગામની બરોડા સીમ વિસ્તારમાં આવેલ વાડીમાં ડીપીની બાજુમાં શેઢામાં ખુલ્લામાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેડ કરી ૬ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જયારે ર૦ આરોપીઓ નાસી છુટયા હતા. એલસીબીની રેડ દરમિયાન રોકડ રકમ સહિત ૯ લાખ ૩૭ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.
આ અંગે મળતી વિગતો મુજબ જડસા સીમમાં ડીપીની બાજુમાં શેઢા પર લાઈટના અજવાળે મહેશ જીવણ કોલી તથા ભરત પ્રેમજી કોલી (રહે રાપર) સાથે
મળીને બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી ધાણી પાસાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે રેડ કરતા આરોપી કાનમેરના મહેશ છગન વાઘેલા, રાપરના ભરતભાઈ રાઠોડ, રામપરના રામજી કેશરભાઈ મણકા, કંથકોટના ધર્મેન્દ્રસિંહ હેતુભા જાડેજા, આદિપુરના દિનેશ જેઠાભાઈ બારડ અને જડસાના ભૂપત મોતીભાઈ કોલીની ધરપકડ કરી હતી. જયારે મહેશ ઉર્ફે મેસો જીવણ કોલી, ભરત પ્રેમજી કોલી, મનહર અજમલભાઈ કોલી, લાલા ડાયાભાઈ આહિર, પરબત દેવાભાઈ ખીંટ, યોગેશ ઉર્ફે મુન્નો કાંતિગીરી ગોસ્વામી, મહેશ રામુ વાઘેલા, રાજુભા જાડેજા, બબાભાઈ આહિર, મુરાદ અલ્લારખા મીર, વેલાભાઈ છગનભાઈ કોલી, ફારૂક ઉર્ફે ફારો પણકા, રહીશ ખોજા, આમીન હિંગોરજા, વિશ્વરાજસિંહ ઉર્ફે વિશુભા વિક્રમસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, કાસુભાઈ પણકા, બબા પાંચાભાઈ આહિર, નીતિન રમેશચંદ્ર રાજગોર અને પ્રભુ સુરાભાઈ આહિર ભાગી જવામાં સફળ રહ્યા હતા.
પોલીસની રેડ દરમિયાન ૪ લાખ ૭ રોકડા, ૧ લાખ ૪૦ હજારના ૭ મોબાઈલ, ૯૦ હજારની ર બાઈક અને ૩ લાખની બોલેરો પીકઅપ કબ્જે કરી ૯ લાખ ૩૭ હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. જે સામખિયાળી પોલીસને મુદામાલ સહિત આરોપીઓ સોપી ગુનો નોધાવ્યો હતો.

Comments