ડીપીએ કંડલાના ચેરમેન સુશીલકુમારસીંગની માનવતાના દર્શન : શ્રમિકો-કામદારો પોર્ટના વિકાસના સમાંતર સહભાગી છે..
દેશના મહાબંદરે પૈકીના એક એવા ડીપીએ-કંડલાની પ્રગતિમાં અન્ય યુજર્સ જેટલુ જ મહત્વ શ્રમિકો અને કામદારોનું છે : અકસ્માતો કે અન્ય કોઈ ઘટનામાં તેમને નાની-મોટી ઈજાઓ કે અવસાન વખતે યોગ્ય વળતર તેમના પરીવારજનોને મળવુ જ ઘટે : ચેરમેનશ્રીએ ટ્રાફિક મેનેજર-મેકેનીકલ એન્જીનીયર વિભાગને આપી પરિપત્ર મારફતે સુચના
તાજેતરમાં જ એક કામદાર ક્રેઈન નીચે ચગદાઈ જતા તેના પરીવારજનોને ગણતરીના કલાકોમાં જ ચેરમેનશ્રીએ માતબર રકમનુ અપાવ્યુ વળતર : ચેરમેનશ્રીની માનવતાલક્ષી છબીથી કામદાર વર્ગમાં ફેલાઈ ખુશીની લહેર
કામદારોના હિતોની સલામતીમા જરા સહેજ પણ ઢીલાશ નહી ચલાવી લેવાય : સુશીલકુમારસીંગ
ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીના એક એવા ડીપીએ કંડલાના ચેરમેન સુશીલકુમારસીંગની વધુ એક વખત માનવતાલક્ષી છબીના દર્શન થવા પામી ગયા છે. તેઓ પોર્ટ યુજર્સ સહિતનાઓને માટે તો પ્રજાભિમુખતા સાથે જ વિચારીને નિર્ણયો લેતા હોય છે પરંતુ પોર્ટના કામદારો-શ્રમિકોને પણ પુરૂતુ મહત્વ આપી રહ્યા હોવાની માનવતા દર્શાવતી પહેલ તાજેતરમાં જ તેઓએ કરી છે.
આ બાબતે જ જાણવા મળતી વધુ વિગતો અનુસાર બે દીવસ પહેલા જ ડીપીએ-કંડલામાં ક્રેઈન નીચે ચગદાઈ જવાથી એક કામદારનું કરૂણ મૃત્યુ નિપજવા પામ્યુ હતુ. જેની જાણ ડીપીએના ચેરમેનશ્રી સુશીલકુમારસીગને થવા પામતા તેઓએ ક્ષણવારનો વીલંબ કર્યા વિના આ બાબતે કામદારના પરીવારજનોને યોગ્ય અને ઉચિત રકમ સબંધિત ઠેકેદાર કંપની આપે તે માટેના કડક આદેશો આપ્યા હોવાનુ સામે આવ્યુ છે. મોડી સાંજે બનેલી આ ઘટના બન્યા બાદ તરત જ ચેરમેનશ્રીએ ટ્રાફીક વિભાગને સુચનો કર્યા હતા અને તેઓ દ્વરા ન માત્ર સુચનો કર્યા બલ્કે કહેવામા આવ્યુ હતુ કે, જો કોનટ્રાકટર કંપની અવુ કરવામાં નિષ્ફળ જાય તો તેનુ લાયસન્સ પણ રદ કરતા અચકાવવું નહી. ચેરમેનશ્રીએ કામદાર વર્ગના હિત માટે લીધેલા આ નિર્ણયની ત્વરિત જ અમલવારી પણ થવા પામી હતી. તેઓએ સુચનો કર્યાના ગણતરીના કલાકોમાં જ ક્રેઈનના એન્યુલઅ મેન્ટેનન્સનુ કામ રાખનાર કંપની રૂક્ષ્મણી તથા એસીટી દ્વારા કામદારના પરીવારજનોને યોગ્ય વળતર ચુકવી આપવામા આવ્યુ હતુ. ચેરમેનશ્રીએ આ તબક્કે કહયુ હતુ કે, પોર્ટના વિકાસના જેટલા સહભાગી અન્ય યુજર્સ છે તેટલા જ કામદારો અને શ્રમિકો છે. તેઓ ગરીબ છે એટલે તેમનું કોઈ જ નથી અને તેમની કોઈ જ મહત્વતા નથી રહેલી આવુ માનનારાઓ ચેતી જજો. કામદારોની સલામતી અને સુરક્ષાને લઈને અથવા તો અકસ્માતગ્રસ્ત રીતે તેમની સાથે કંઈ પણ બને છે અને તેમની મદદ સમયસર નીયમ અનુસાર નહી કરનારાઓની સામે હવે કડક પગલા પણ લેવાઈ શકે છે. કામદારો પોર્ટના સંપૂર્ણ ભાગીદાર જ છે. તેમના પરસેવા અને મહેનતની પોર્ટને પુરેપુરી કદર રહેલી છે. ચેરમેનશ્રીના આ મુજબના વલણથી કામદરા વર્ગમાથી ભારે ખુશીની લહેર ફરી વળેલી જોવાઈ રહી ે.

Comments