ગાંધીધામ મેઘા ડીમોલીશન : દબાણકારો એ સ્વૈચ્છાએ બિનઅધિકૃત બાંધકામો તોડયા
મનપા તંત્ર દ્વારા ૪૦૦ જેટલા દબાણો આઈડેન્ટી ફાઈ કર્યા હતા તેમાથી ર૦૦ જેટલા દબાણો દુર કરાયા, રપર દબાણો બુધવારે તોડવામાં આવશે, જો કે તે પહેલા ૮૦ ટકા જેટલા દબાણો સ્વૈચ્છાએ દુર કરવાની કામગીરીનો આદરાયો વ્યાયામ
ગાંધીધામ : મનપાતંત્ર દ્વારા ગાંધીધામ સંકુલમાં મેઘા ડીમોલીશનની કામગીરી હાથ ધરવામા આવી રહી છે. દરમ્યાન આ કામગીરી હજુય યથાવત જ રહી છે. અને આ પ્રકારની પ્રતીબદ્ધતા સાથેની ચાલી રહેલી કામગીરીથી હવે દબાણકારો ખુદ પણ પોતાના દબાણો દુર કરી રહ્યા છે. આ બાબતે મનપા તંત્ર મરફતે મળતી માહીતીઓની વાત કરીએ તો મહાનગરપાનલીકા દ્વારા દબાણ હટાવની કામગીરી પાછલા સપ્તાહથી હાથ ધરવામાઆવી છે. જેમાં ૪૦૦ જેટલા દબાણો આઈડેન્ટીફાઈ કરવામા આવ્યા હતા અને તેમાથી પ૦ ટકા એટલે કે ર૦૦ જેટલા દબાણો પર તો ધડાધડ બુલડોઝર ફરી પણ ગયા છે તો ળવી હજુ રપર જેટલા દબાણોને નોટીસ ફટકારી દેવામા આવી છે. આ દબાણકારોએ સ્વૈચ્છાએ ખસી જવાની તાકીદ કરાઈ છે. જો દબાણો દુર કરવામા નહી આવે તો તંત્ર દ્વારા આગામી બુધવારે એટલે કે તા. ર૪મી સપ્ટેમ્બરના રોજ ફરથી મનપા તંત્ર દ્વારા દબાણો ખસેડવાની કામગીરી મેઈન બજાર તથા તેની આસપાસના વિસ્તારોમાં દુર કરવામાં આવશે. જો કે, તંત્ર દ્વારા કટીબદ્ધતા સાથે કરવામાં આવેલી આ કાર્યવાહીથી દબાણકારોમાં પણ ફફડાટ ફેલાયો છે અને રપરને નોટીસ ફટકારાઈ છે તેમના પૈકીના ૮૦ ટકા દબાણ તો સ્વૈચ્છાએ ખસી જ જવા પામ્યા છે.

Comments