Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉ સમીપે ૩.૧ની તીવ્રતાનો આંચકો 

21 September


બપોરે ૧રઃ૪૧ કલાકે ભચાઉથી ૧ર કિલોમીટર દૂરના કેન્દ્રબિંદુ પર નોંધાયું કંપન 


ભુજ : ભૂકંપ સંભવિત ક્ષેત્ર કચ્છમાં ભૂકંપના નાના-મોટા આંચકાઓ સમયાંતરે આવતા રહે છે. આજે બપોરે ૧રઃ૪૧ કલાકે ફરી પૂર્વ કચ્છના વાગડમાં કંપન અનુભવાયું હતું. 
આ અંગે ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટરથી પ્રાપ્ત વિગતો અનુસાર આજે બપોરે ૧રઃ૪૧ કલાકે ભચાઉથી ૧ર કિલોમીટર ઉત્તર પૂર્વ દિશાએ કંપન અનુભવાયું હતું. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા ૩.૧ અંકિત થઈ હતી. ર૩.૪૦૭ અક્ષાંત અને ૭૦.૩૬૪ રેખાંશ પર જમીનથી ૧૮.પ કિલોમીટરની ઉંડાઈએ આંચકો અનુભવાયો હતો. આ પૂર્વે ગત તા.ર૧/૯ના ધોળાવીરા નજીક ર.૬ ની તીવ્રતાનું કંપન અનુભવાયું હતું, જ્યારે ૧૪/૯ ના ભચાઉ નજીક ર.૬ ની તીવ્રતાનું કંપન અનુભવાયું હતું.

Comments

COMMENT / REPLY FROM