કચ્છમાંં પીએમ આવાસ યોજના બની ભ્રષ્ટાચારનું એપી સેન્ટર
ભ્રષ્ટાચાર જ જાણે બની ગયો શિષ્ટાચાર
ગરીબ અને આર્થીક રીતે નબળા વર્ગના નાગરીકોને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા બનેલી યોજના કચ્છમાં ગેરરીતિનું ઘર બની
જિલ્લામાં મંજુર થયેલ કુલ્લ આવાસ ૭૪૮પ પૈકી રપ૪૭ માત્ર ભુજ તાલુકામાં મંજૂર : કચ્છના લાભાર્થીઓને ત્રણ હપ્તા પેટે ૬૬૪૧.૩ લાખ ચુકવાયા
ભુજ : ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ઉત્થાન માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ જન કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ લોક કલ્યાણકારી યોજનાનો સીધો લાભ લાભાર્થી સુધી પહોંચે તે માટે સહાયની રકમ લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય તેવી પારદર્શક વ્યવસ્થા ગોઠવાયેલી હોવા છતાં આવી જન કલ્યાણકારી યોજનાઓમાંથી ભ્રષ્ટાચારનો સડો દુર કરવામાં સરકારને ધારી સફળતા મળી નથી. કોઈપણ યોજનાનો લાભ મેળવવા લાભાર્થી મળવાપાત્ર યોજના માટે અરજી કરે અને તે મંજુર થઈ સહાયની રકમ ચુકવાય તે પહેલા વચેટીયાઓ કે ભ્રષ્ટ બાબુઓને તેમનો ‘કટ’ આપવો પડતો હોવાનું અનેકવખત ઉજાગર થયું છે. ખાસ કરીને આવાસ વિહોણા પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટેેની કેન્દ્ર સરકારની પીએમ આવાસ યોજનામાં વ્યાપક ગેરરીતિ થતી હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. સરહદી કચ્છ જિલ્લામાં આ યોજના ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ લાંબા સમયથી ચર્ચાતી પીએમ આવાસ યોજનાના ગોટાળા બાબતે તાજેતરમાં એસીબી રેડમાં પકડાયેલા ગામ સેવક અને ઈન્જી.ની ઉડી તપાસ કરવામાં આવશે તો તેની સાથે સંકળાયેલા અને આવા જિલ્લામાં અન્ય ચાલતા ગોટાળા બહાર આવી શકે તેમ છે.
આ અંગે સુત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના નાગરીકોને પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવાની તક આપતી પ્રધાનમંત્રી આવાસ યોજના કચ્છમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિનું ઘર બની છે. કચ્છના કેટલાક ગામોમાં લાભાર્થીનું ઘર જમીન પર ઉભું ન થયું હોવા છતાં આખી સહાયની રકમ રિલીઝ થઈ ગઈ
કચ્છમાંં પીએમ આવાસ
હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. અમુક ગામોમાં પીએમ આવાસ યોજના તળે લાભાર્થીઓને બીજીવખત સહાય મળી હોવાની વાતો પણ સપાટી પર ચર્ચાઈ રહી છે. કચ્છના કેટલાક નાના ગામોમાં ગામની વસ્તીની અનુપાતમાં ચુકવાયેલી સહાયની મોટા ગામોની વસ્તીની સરખામણીએ ખુબ ઉંચી જોવા મળી રહી છે. બહોળી વસ્તી ધરાવતા ગામો કરતા નાનકડા ગામોમાં વધુ લાભાર્થી સહાય ચુકવી દેવામાં આવી છે. બન્ની - પચ્છમ સહિત ભુજ તાલુકાના અમુક ગામડાઓમાં તપાસ કરાય તો આ ઘર સ્વપના રૂપ દેખાય તેવું ચિંત્ર દેખાઈ આવશે. લાંબા સમયથી ચાલતો આ કૌભાંડમાં જે ગામડાઓમાં પી.એમ. આવાસની યોજનાના લાંબ મળ્યા તે સ્થળ ઉપર દેખાતા નથી, તેવી કેટલીક અરજી તંત્ર પાસે આવેલી છતાં કોઈ કામગીરી કરી ન હતી, પણ તાજેતરમાં એસીબીના છટકામાં આવી ગયેલા તાલુકા પંચાયતના બન્ને કર્મચારીઓ નામ જાહેર થતા સરાજાહેર ચર્ચાઈ રહ્યું છ કે, આ કૌભાંડ મોટું છે અને તેમાં કેટલાક ભ્રષ્ટાચારીઓ સામેલ હોવાનો વાત બહાર આવી રહી છે. જોવાનું તે એ છે કે, એસીબીની તપાસ શું બહાર આવે છે.
કચ્છમાં આ યોજનાની તલસ્પર્શી અને તટસ્થ તપાસ કરવામાં આવે તો અનેક મોટા ગજાના રાજકારણીઓ, સરકારી વિભાગના કેટલાક ભ્રષ્ટ અમલદારોના પગના નીચે રેલો આવે તેવું સુત્રો જણાવી રહ્યા છે. કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ગરીબોના કલ્યાાણના નામે અનેક યોજનાઓ જાહેર થતી રહી છે. આવી યોજનાઓનો લાભ અપાવવામાં કચ્છને મોખરે રાખવાના દાવાઓ વચ્ચે જિલ્લામાં સરકારી સહાય મેળવવા ઈચ્છુક લાભાર્થીઓ સિસ્ટમના શોષણનો ભોગ બની રહ્યા છે. કોઈપણ અરજદાર પોતાને મળવાપાત્ર યોજનાનો લાભ લેવા અરજી કરે ત્યારથી માંડી યોજનાનો લાભ લાભાર્થી સુધી પહોંચે તે પહેલા લાભાર્થીના હક્ક પર તરાપ મારવા અનેક મગરમચ્છો તેનું યેનકેન પ્રકારે શોષણ કરી દેતા હોય છે.
કચ્છ જિલ્લામાં પીએમ આવાસ યોજના હેઠળ સહાય મેળવવા ઈચ્છુક અરજદારો પાસેથી તંત્રના કેટલાક ભ્રષ્ટ અમલદારો લાંચ માંગતા હોય છે. રૂપિયા ૧૦ થી પ૦ હજાર સુધીની દક્ષિણા ન મળે ત્યાં સુધી ફાઈલ આગળ વધતી નથી. લોકોને પોતાનો હક્ક મેળવવા નાણા ખર્ચવા પડે તેવી દુઃખદ સ્થિતિ જોવા મળી રહી છે. બીજીતરફ ઘણા એવા લાભાર્થીઓ છે કે જેમણે પોતાના મકાનનું કામ પણ શરં કર્યું નથી છતાં તેમને સહાયના તમામ હપ્તા મળી ગયા છે. કેટલાક ગરીબ પરિવારો આજેય ઝુંપડા કે કાચા મકાનોમાં રહે છે પણ તેમને આવાસ મંજુર થતા નથી. આ વિસંગતતા પાછળ યોજનામાં વ્યાપ ભ્રષ્ટાચાર કારણભૂત હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. કચ્છના સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર જ જાણે શિષ્ટાચાર બની ગયો હોય તેમ છેલ્લા છ મહિનામાં કચ્છના ૧રથી વધુ ગ્રામ અને તાલુકા કક્ષાના તંત્રમાંથી ભ્રષ્ટ કર્મચારીઓ લાંચ લેતા રંગે હાથ પકડાઈ ચુકયા છે. પીએમ આવાસ યોજના માટે ટેકનીકલ સહાયક દ્વારા ૪૦ હજારની લાંચ મંગાઈ હતી અને એક ગ્રામ સેવક રંગે હાથ પકડાયો હતો. હાલ બન્ને ધરપકડ બાદ જામીન અરજી કોર્ટ રદ થતા પાલારા જેલમાં છે. હવે જોવાને એ છે કે, એસીબીની તપાસ આ કૌભાંડમાં કોન - કોન સામેલ છે તે ગુપ્ત રીપોર્ટમાં શું બહાર આવે છે. સરકારની
વૃદ્ધ પેન્શન યોજના, ખેતી વિષયક સહાય સહિત વિવિધ યોજનાઓમાં લાભાર્થીનું શોષણ કરવામાં આવી રહ્યું છે. લાભાર્થીઓ જયારે યોજના હેઠળ લાભ મેળવવા આવે ત્યારે કામગીરી પણ રકમ ચુકવવાની તૈયારી આગળ ધપતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અમુક કિસ્સાઓમાં લાંચ ન અપાય તો ફાઈલ ફકત તપાસ હેઠળ જ રહી જતી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તટસ્થ તપાસ અને ક્રોસ વેરીફીકેશન કરવામાં આવે તો જિલ્લાવ્યાપી મોટા કૌભાંડનો ખુલાસો થાય તેવું ચર્ચાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજ તાલુકાના કમાગુના, ભખરીયા સહિતના ગામોમાં પીએમ આવાસ યોજનાની કામગીરી અકલ્પનીય છે તે પણ એક ચર્ચાનો વિષય છે. જિલ્લામાં આવા અનેક ગામો છે જેની નોંધ તંત્ર પણ લેતું થઈ ગયું છે.
............
કચ્છમાં લાભાર્થીઓની સંખ્યા
તાલુકો મંજુર પ્રથમ ચુકવાયેલ બીજો ચુકવાયેલ ત્રીજો ચુકવાયેલ
આવાસ હપ્તો રકમ હપ્તો રકમ હપ્તો રકમ
લાભાર્થી (લાખ) લાભાર્થી (લાખ) લાભાર્થી (લાખ)
અબડાસા ૬૦૧ ૫૩૦ ૧૫૯ ૨૯૯ ૨૩૯.૨ ૮૫ ૪૨.૫
અંજાર ૨૪૬ ૨૩૪ ૭૦.૨ ૧૨૮ ૧૦૨.૪ ૪૪ ૨૨
ભચાઉ ૯૧૪ ૮૫૧ ૨૫૫.૩ ૫૨૬ ૪૨૦.૮ ૨૦૬ ૧૦૩
ભુજ ૨૫૪૭ ૨૩૭૨ ૭૧૧.૬ ૧૬૪૦ ૧૩૧૨ ૪૧૪ ૨૦૭
ગાંધીધામ ૨૫ ૧૯ ૫.૭ ૧૦ ૮ ૬ ૩
લખપત ૭૯૬ ૭૩૭ ૨૨૧.૧ ૫૩૬ ૪૨૮.૮ ૧૨૫ ૬૨.૫
માંડવી ૧૬૦ ૧૪૨ ૪૨.૬ ૫૪ ૪૩.૨ ૪ ૨
મુંદરા ૨૫૩ ૨૨૪ ૬૭.૨ ૧૧૬ ૯૨.૮ ૫૮ ૨૯
નખત્રાણા ૫૩૪ ૫૨૦ ૧૫૬ ૩૪૮ ૨૭૮.૪ ૧૩૫ ૬૭.૫
રાપર ૧૪૦૯ ૧૩૯૧ ૪૧૭.૩ ૧૦૧૪ ૮૧૧.૨ ૫૨૦ ૨૬૦
કુલ્લ ૭૪૮૫ ૭૦૨૦ ૨૧૦૬ ૪૬૭૧ ૩૭૩૬.૮ ૧૫૯૭ ૭૯૮.૫

Comments