કાસેઝની અનિતા એકસપોર્ટ કંપનીમાં ભીષણ આગ : વ્યાપક નુકશાનની ભીતિ
રાત્રી દરમ્યાન અગમ્ય કારણોસર ફાટી નીકળી હતી આગ : ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુુ : આગ લાગવાના કારણોની તપાસ અને નુકશાનીનું આકલન શરૂ
ગાંધીધામ : ગત રાત્રીએ કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં ભીષણ આગના બનાવથી ભારે નાસભાગ મચી ગઈ છે. કાસેઝમાં આવેલ યુઝડ ગારમેન્ટ કંપનીમાં આગનો આ બનાવ બન્યો છે. ભીષણ આગના પગલે વ્યાપક નુકશાન થયાની ભીતિ સેવાઈ રહી છે.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં આવેલ અનિતા એકસપોર્ટ નામની યુઝડ ગારમેન્ટની કંપનીમાં ગત રાત્રે અગમ્ય કારણોસર આગ ફાટી નિકળી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કાસેઝમાં નાસભાગ મચી ગઈ હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે ધસી આવી હતી. આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. અનિતા એકસપોર્ટમાં રાત્રીના સમયે લાગેલી આગ ફાયર બ્રિગેડની ભારે જહેમત બાદ કાબુમાં આવી હતી. આ આગ કયા કારણોસર લાગી હતી અને આગથી કેટલું નુકશાન થયું તેની તપાસ શરૂ થઈ છે.
..........

Comments