કચ્છ-ગુજરાતને મોદીજીની વિકાસ ભેટ
આત્મનિર્ભરતાથી વિકસિત ભારત ર૦૪૭ માટે બનીએ સંકલ્પબદ્ધ : મોદીનો દેશવાસીઓને અનુરોધ
કંડલા બંદરે મલ્ટીપર્પઝ કાર્ગો બર્થ, તુણા ટેકરા મલ્ટીકાર્ગો ટર્મિનલનો શિલાન્યાસ કરાયો : ગુજરાતના ચોથા સોલાર વિલેજ ધોરડોનું પીએમના હસ્તે કરાયું લોકાર્પણ
દીનદયાળ પોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ શ્રી સુશીલકુમાર સિંહ (આઇ.આર.એસ.એમ.ઇ.)એ વડાપ્રધાનશ્રીને આવનારા પોર્ટ ટર્મિનલ વિશે ૩ડ્ઢ મોડલ દ્વારા વિગતવાર માહિતગાર કર્યા.
ભાવનગરમાંથી વડાપ્રધાને ગુજરાતને આપી ૩૪ર૦૦ કરોડની સોગાદ : ભાવનગરમાં યોજાયો ભવ્ય રોડ-શો : વિવિધ વિકાસકાર્યોના કર્યા ભુમિપુજન-લોકાર્પણ : જવાહરનગર ખાતે મોદીજીએ વિશાળ જનમેદનીને કર્યુ સંબોધન
વડાપ્રધાશ્રીએ વિવિધ વિકાસપ્રકલ્પોનું કર્યુ નિરિક્ષણ : કન્દ્રીયમંત્રી સર્વાનંદ સોનેવાલ, ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતનાઓ સાથે રહ્યા ઉપસ્થિત
ભાવનગરઃ ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્રભાઈ મોદી આજ રોજ ભાવનગરની મુલાકાતે પહોચ્યા છે અને અહીથી તેઓએ કચ્છ-ગુજરાતને મોટી વિકાસ ભેટની સોગાદો અર્પણ કરી છે. આજ રાજ અહીથી તેઓએ ૩૪ હજાર કરોડથી વધુના વિકાસકામોનુ લોકાર્પણ અને શિલાયન્સ કર્યો છે. જે અંતર્ગત તેઓએ દેશના મહાબંદર પૈકીના એક એવા કંડલાને સલગ્ન વિકાસ પ્રકલ્પોને પણ ખુલ્લા મુકયા છે. કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ ઓથોરિટી પોતાની કામગીરી ક્ષમતા વધારવા માટે વિશાળ વિકાસ યોજના હાથ ધરવા જઈ રહી છે. પોર્ટની ક્ષમતામાં કુલ ૧૩૫ મિલિયન ટનનો વધારો કરાશે. આ માટે નવું પોર્ટ ટર્મિનલ તેમજ આશરે ૬ કિ.મી. લાંબી વોટરફ્રન્ટ જેટ્ટીઓનું નિર્માણ હાથ ધરાશે.આ પ્રસંગે માનનીય વડાપ્રધાનશ્રીએ આશરે રૂ. ૨૩૦૦ કરોડના ખર્ચે ટુણા ટેકરી નજીક મલ્ટી-પરપઝ કાર્ગો બર્થના વિકાસ કાર્યોનું શિલાન્યાસ કર્યું.દીનદયાળ
પોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ શ્રી સુશીલકુમાર સિંહ (આઇ.આર.એસ.એમ.ઇ.)એ વડાપ્રધાનશ્રીને આવનારા પોર્ટ ટર્મિનલ વિશે ૩ડ્ઢ મોડલ દ્વારા વિગતવાર માહિતગાર કર્યા. આ વિકાસ કાર્યો
પૂર્ણ થતાં દીનદયાળ પોર્ટ દેશના અગ્રણી પોર્ટ તરીકે વધુ મજબૂત બનશે અને કચ્છ-ગુજરાત સાથે સમગ્ર રાષ્ટ્રના વેપાર તેમજ આર્થિક વિકાસને નવી ઊંચાઈ આપશે.
.............
મોદીના ઉદબોધના મુખ્ય અંશ : ચીપ હોય કે શીપ આપણે ભારતમાં જ બનાવવા પડશે : મોદી
ભારતના સમુદ્રતટ ભારતના વિકાસનો દ્વાર બનશે- ગુજરાતની કોસ્ટલાઈન પર આ વિસ્તાર માટે વરદાન બની રહી છે - સેવા પખવાડીયાથી સેવાના અનેક કામો થયા - ભારત આજે આત્મનિર્ભરતા ક્ષેત્રે આગળ વધે છે - ભારતનો સૌથી વધુ મોટો દુશ્મન અન્ય દેશો પર નિર્ભરતા છે - આપણે નિર્ભરતાથી દુશ્મનને હરાવવો પડશે - ર૧મી સદીનુ ભારત સમુદ્રને મોટી ઉપલબ્ધી તરીકે જુએ છે - દેશના વિકાસના સંકલ્પને બીજા પર ન છોડીએ- આ વરસે જીએસટીમાં રાહતથી બજારમોમાં રોનક વધી છે - ૧૦૦ દુખોની એક જ દવા આત્મનિર્ભરતા- કોંગ્રેસની નીતીઓએ ભારતની સાચી તાકાતને બહાર આવતી અટકાવી- ગલોબલાઇજેશના સમયમાં માત્ર ઈમ્પોર્ટનો જ રસ્તો ભારતે અપનાવ્યો હતો-કોંગ્રેસની સરકારો હજારો-કરોડોના કૌભાંડો આચર્યા -કોંગ્રેસની નીતીઓથી દેશના સૌથી વધુ નુકસાન ભોગવનાર સેકટર તરીક શિપિંગ સેકટર રહ્યુ છે - ર૦૪૭ સુધી ભારતને વિકસિત બનાવવા સંકલ્પબદ્ધ : આત્મનિર્ભરતાથી ભારત- અમારી સરકારે પાંચ મેરીટાઈમ કાયદાઓ અમલમાં મુકયા - દેશના મેરીટાઈમ સેકટરને મજબુતી આપવા કેન્દ્ર સરકારે દેશની નીતીમાં મોટો ફરેફાર કર્યો છે, સરકારે મોટા જહાજોને ઈન્ફ્રાસ્ટ્રકચરના રૂપમાં માનયતા અપાઈ છે, જયારે કોઈ સેકટરને આ માન્યતા મળે છે ત્યારે તેને મોટો ફાયદો થાય છે, બેંકોથી લોન સરળથી મળશે, વ્યાજદરમાં છુટ મળશે, ઈન્ફ્રાસ્ટ્રકચર ફાયનાન્સના જે લાભો હશે તે આ જહાજ બનાવનારી કંપનીને મળશે, ભારતને દુનીયાની એક મોટી સમુદ્રી શકિત બનાવવા ત્રણ યોજનાઓ પર ભારત સરકાર કામ કરશે છે જેનાથી શીપ બિલ્ડીંગ ક્ષેત્રને આર્થિક મદદ મળશે - ડિજાઈન કવોલીટી સુધારવામાં પણ સહયોગ મળશે- શિપયાર્ડને ટેકનોલોજીની મદદ મળવા પામશે- દેશમાં આજે જેટલો માલ-સામાન આવે છે તેનો ૪૦ ટકા વ્યાપાર ગુજરાતના પોર્ટ હેન્ડલ કરે છે.- ઓપરેશન સિંદુર વખતે આખુ ભાવનગર મેદાનમાં હતુ, મને તમારા મિજાજની ખબર છેc

Comments