રાપરના તળાવમાં ડૂબી જતાં યુવાનનું મોત
રાપર : શહેરના તળાવમાં ન્હાવા ગયેલા યુવાનનું ડૂબી જવાથી મોત થયું હતું. મૂળ જાટાવાડાના હાલે રાપરમાં રહેતા ૩૮ વર્ષિય ઈશ્વરસિંહ દેવુભા વાઘેલાનું ૧૯મી સપ્ટેમ્બરના કંસારા તળાવ ખાતે ન્હાવા ગયેલ હતો. જયાં ડૂબી જવાથી તેનું મૃત્યું થયું હતું. સાંજના ૬ વાગ્યાના અરસામાં તેની લાશ ફાયર બ્રિગેડની ટીમ ભચાઉએ બહાર કાઢી પોલીસને જાણ કરતા રાપર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Comments