નખત્રાણા પંથકમાં વાયર ચોરી કરતી ટોળકીના ૪ સાગરીતો ઝડપાયા
નખત્રાણા : આ પંથકમાં આવેલ વાડી વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી વાયર ચોરીના બનાવોમાં વધારો થયો હતો. ત્યારે નખત્રાણા પોલીસે ગેંગના ચાર આરોપીઓને પકડી પાડ્યા હતા.
મળતી વિગતો મુજબ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે બાતમીના આધારે લક્ષ્મીપર (નેત્રા)થી રવાપર બાજુ એક બોલેરો ગાડીમાં ત્રણ ઈસમો ચોરી કે છળકપટથી મેળવેલ વાડીના કેબલ વાયરોને બાળી તેમાંથી નિકળેલ કોપર વાયરના ફિંડલા તથા ટુકડા કોથળાઓમાં ભરી વેચાણ કરવાની ફિરાકમાં હોવાનું જાણવા મળતાં વોચમાં રહેલા સર્વેલન્સ સ્ટાફ દ્વારા બોલેરો ગાડીને રોકાવી તપાસ કરતા ગાડીના પાછળના ભાગે બાળેલા કોપર વાયરના ફિંડલા તથા ટુકડાઓ ૭૦ કિલો મળી આવ્યા હતા, જેના પુરાવા માંગતા ન હોવાનું જણાવ્યું હતું. ઈસમોની યુક્તિ પ્રતિયુક્તિથી પુછતાછ કરતાં નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારની વાડીઓમાં આવેલ બોરવેલોના કેબલ હોવાની કબૂલાત આપી હતી. આરોપીઓ તાજમામદ ઉર્ફે તાજુ આમદ જત, આશિક સલીમ જત, રજાક સલીમ જત, રજાક અબ્દ્રેમાનને ઝડપી પાડ્યા હતા. જયારે મામદ અભુ પીજારા પોલીસને હાથ લાગ્યો ન હતો. પોલીસે તમામ આરોપીઓને ઝડપી તેના કબ્જામાંથી ૩પ હજારના ૭૦ કિલો કોપર વાયર, ર૧ હજારના ૧ર એમએમના કાળા કલરના ૭૦ મીટર કેબલ, રપ૦૦ના ૮ એમએમના કેબલ, ર હજારના કાળા કલરના ફિંડલા ટુકડા, ૧પ૦૦ના ૧૦ મીટર કેબલ ૪ એમએમના કેબલના ફિડલા, પાંચ લાખની જીજે ર૩ સીજી ૯૮૬૬ પીકઅપ ડાલો, ૭૦ હજારની બાઈક પ૦૧૩, ૪૦પ૦૦ના ૪ મોબાઈલ મળી ૬,૭૩,૦૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓએ ૬ મહિના પહેલા નખત્રાણાના ઐયર, મુરૂ, રતડિયા, આમારા, દેશલપર (ગું), વિગોડી, ઉગેડી, ઘડાણી સીમ વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. કામગીરીમાં પીઆઈ એ.એમ. મકવાણા, પીએસઆઈ આર.ડી. બેગડિયા, એએસઆઈ જયંતિભાઈ માજીરાણા, વિરેન્દ્રસિંહ જાડેજા, સબીરભાઈ બાયડ, મોહનભાઈ આયર, નરેન્દ્રસિંહ સોઢા, મોહનભાઈ ગઢવી, મીતકુમાર પટેલ, કુંપા ચૌધરી જોડાયા હતા.

Comments