નો રોડ-નો-ટોલ : કચ્છ કલેકટરશ્રી ડો આનંદ પટેલેની સમયસુચકતા સરાહનીય : અધિકારી-ટ્રાન્સપોર્ટર-ચેમ્બર સાથે સમીક્ષા બેઠક યોજશે
કચ્છમાં રોડ -રસ્તા ખખડધજ હોવા ઉપરાંત પણ ભારે ભરખમ ટોલ ઉઘરાવાતા હોવા સામે છેડાયેલ આંદોલન બાદ ત્રણ દીવસ ટોલમુકતી અને રોડ રસ્તાઓ સમારકામ કરવુ તથા તે કામોની સમીક્ષાઓ કરવાની ખાત્રીની અમલવારી
ઓલ ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રતિનિધિઓ, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ, નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓ, સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓ ઉપરાંતના લાગતા વળગતા વીભાગનો જવાબદારોને હાજર રાખી કલેકટરશ્રિએ ચાલી રહેલા કામો બાબતે સૌને સાંભળ્યા : ટ્રાન્સપોર્ટરની રજુઆતોની સજજડ અમલવારી થવા બાબતે તંત્ર-અધિકારીઓને જરૂરી સુચન-માર્ગદર્શનો અપાશે
ગાંધીધામ : કચ્છમાં તાજેતરમં જ નો રોડ નો ટોલની લડત ટ્રાન્સપોર્ટર સંગઠનો દ્વારા યોજાઈ હતી જેમાં ગાંધીધામની અગ્રણી સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સનો પણ સંપૂર્ણ સમર્થન રહેવા પામ્યુ હતુ. પાછલા એકાદમાથી આ બાબતે સતત રજુઆત કરનારા ટ્રાન્સપોર્ટેરોને દાદ ન મળવા પામતા સામખીયાળી ખાતે શાંતી પૂર્ણ રીતે ચક્કાજામ યોજવામા આવ્યો હતો જેના બીજા જ દીવસે કચ્છ કલેકટરશ્રી ડો. આનંદ પટેલ દ્વારા સામખીયાળી મધ્યે બેઠક યોજી અને સંકલન સંધાવી અને ચક્કાજામ તથા હડળતા પાછી ખેચાવી અને ખાત્રી આપી હતી કે, રસ્તાઓને ત્રણ દીવસમાં પેચ કરી દેવાશે, ત્યા સુધી ટોલ માફી રહેશે અને તે બાદ રોડ -રસ્તાઓ રીપેરીંગના કામો પણ યુદ્ધના ધોરણે હાથ ધરવામ આવશે એટલુ માત્ર જ નહી પણ આ કામોની પ્રગતિને માટે સમીક્ષા બેઠકો યોજવાની પણ તે વખતે કલેકટરશ્રીએ ઘોષણા કરી હતી.
જે અંતર્ગત જ હવે આજ રોજ બપોરે ૩ઃ૩૦ કલાકે જિલ્લા કલેકટર દ્વારા નો રોડ-નો ટોલના વિષય બાદ ચાલી રહેલા રોડ-રસ્તાઓના કામો બાબતે આજ રોજ એક સંયુકત સમીક્ષા બેઠકનું આયોજન કરવામા આવી રહ્યુ છે. આજ રોજ બપોરે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં આ બેઠક મળવા પામશે જેમાં ઓલ ટ્રાન્સપોર્ટ એસોસીએશનના પદાધિકારીઓ, ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો, નેશનઈલ હાઈવેના બે યુનિટોના અધિકારીઓ, આર એન્ડ બીના અધિકારીઓ સહિતનાઓને હાજર રહેવાનુ જણાવાયુ છે. કલેકટરશ્રી દ્વારા ટ્રાન્સપોર્ટરોએ જે માંગ કરી હતી તે માંગ અનુસારના રોડ રસ્તાના કામો ચાલી રહ્યા છે કે કેમ? તેમાં કયા અધુરાશે કે ઢીલાશ તો નથી થઈ રહી ને? આ તમામ બાબતે કલેકટરશ્રિ આજ રોજ આ તમામની સાથે પરામર્શ કરી અને કામ નિર્ધારીત લક્ષ્યાંક અનુસાર પૂર્ણ થાય તે માટે જરૂરી સુચનો અને માર્ગદૃશન આપશે.

Comments