ગાંધીધમાના ૪૦૦ કવાર્ટર વિસ્તારમાં દબાણો પર તંત્ર ત્રાટકયું : ૬૦ જેટલા દબાણો દુર કરાયા
ગેરકાયદેસર બાંધકામ પર મનપાનું બલેડોઝર ફરી વળ્યું : પોલીસ બંદોબસ્ત રખાયો તૈનાત
ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલમાં મનપા કમીશ્નરશ્રી મનીષ ગુરવાણી દ્વારા દબાણોની સામે લાલઆંખ ભરી કડક કાર્યવાહી સતત કરવામા આવી રહી છે. દરમ્યાન જ આ કામગીરીના ભાગરૂપે જ આજ રોજ શહેરના ૪૦૦ કવાર્ટર વિસ્તારમાં તંત્રની ટીમો ત્રાટકી છે.મનપા તંત્ર દ્વારા અગાઉ નોટીસો આપવામા આવી હતી અને તે અંતર્ગત જ આજ રોજ કામગીરી કરવામા આવી છે. નોટીસ બાદ પણ જે દબાણો દુર ન કરાયા તેમના બિનઅધિકૃત દબાણોને તંત્રની ટુકડીએ બુલડોજર ફેરવી દુર કરી દીધા છે. આ કામગીરીમાં નગરપાલિકા,પીજીવીસીએલ ઉપરાંત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રાખવામા આવ્યો હતો.

Comments