કચ્છમાં કરોડોનો દારૂ ઘુસાડનાર યુવરાજ દબોચાતા કચ્છના બુટલેગરો-વહીવટદારોમાં ફફડાટ : હવે કોના તપેલા ચડશે?
અબ આયા ઉંટ પહાડ કે નીચે : લિસ્ટેડ બુટલેગર અંતે દબોચાયો
પશ્ચિમ કચ્છ એલસીબીએ પાંચ લાખ રોકડા અને ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા : રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે : અનેકના નામ
ખુલવાની શકયતા
આ ગુનેગારોને હિમંત આપનારા અને મદદ કરનારા પોલીસ ખાતામાથી વિભીકણો કોણ છે? જો તેની તપાસ કરવામા આવશે તો પણ અનેકના પગ નીચે રેલો આવશે,
પણ આ વિભીષણોને શોધશે કોણ?
ભુજ : કચ્છમાં રાજસ્થાની નેટવર્ક ધરાવી કરોડોના શરાબની હેરાફેરી કરનાર અને અન્ય કેસોમાં નાસતા ફરતા લિસ્ટેડ બૂટલેગરોને પશ્ચિમ કચ્છ એલસીબીએ ઝડપી પાડી કાયદાના હાથ લાંબા હોવાનું સુત્ર સાર્થક કર્યું હતું.
કચ્છ જિલ્લામાં મુંદરા અને માંડવીમાં કરોડોનો દારૂ ઘુસાડનાર અને છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતા લીસ્ટેડ બુટલેગરોને પોલીસે દબોચી લીધા છે.પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે યુવરાજસિંહ વજુભા જાડેજા તથા જીતુભા ઉર્ફે જીતીયો મંગલસિંહ સોઢાને ઝડપી પાડયા છે. સાથે કરોડોના દારૂ કેસમાં એક મહિલાની પણ સંડોવણી બહાર આવતા પોલીસે હંસાબા જાડેજા નામના મહિલાની પણ અટક કરી છે.
પોલીસે માંડવી તાલુકામાં ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે દરોડા પાડી આ બંને આરોપીઓને પકડી પાડ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ સામે અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં અનેક કેસો નોંધાયેલા છે, જેમાં કરોડો રૂપિયાનો ગેરકાયદે દારૂ ઝડપાયો છે. થોડા જ દિવસોમાં બનાસકાંઠા, કોડાય પુલ અને મુદંરા-પ્રાગપરથી
ઝડપાયેલા ત્રણ ટ્રકોના કરોડોના જથ્થા પાછળ પણ આ જ
આરોપીઓનું નેટવર્ક હોવાનું બહાર આવ્યું હતું. કરોડોનો દારૂ
ઝડપાયા બાદ પણ આરોપીઓ એક પછી એક જથ્થો મંગાવતા રહ્યા હતા જે પોલીસે ઝડપી લીધા હતા. આરોપીઓની હિંમત સામે પોલીસે દાદ માંગતી કામગીરી કરીને સતત કડક રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા સતત દરોડો પાડીને કરોડોના મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.આ અંગેની માહિતી મુજબ પશ્ચિમ કચછ એલસીબીની ટીમ અને સી ટીમને મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી અને શોર્સિસની મદદથી માંડવી તાલુકાના ત્રગડી ગામના મુખ્ય આરોપી યુવરાજસિંહ વજુભા જાડેજા તેના સાગરીત એવા જીતુભા મંગલસિંહ સોઢા અને મહિલા બૂટલેગર હંસાબા હરિસંગજી જાડેજાની ધરપકડ કરી હતી. આ કાર્યવાહીમાં પોલીસે પાંચ લાખ રોકડા, પ૦ હજારની કિંમતના પાંચ મોબાઈલ ફોન, ૧ હજારનું ડોંગલ સહિત પ.પ૦ લાખનો મુદામાલ આરોપીઓ પાસેથી હસ્તગત કર્યફો હતો. જેમાં આરોપી યુવરાજસિંહ જાડેજા સામે કચ્છના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ૩૯ ગુના નોંધાયેલા છે, જેમાં માંડવી, મરીન, કોઠારા, કોડાયા, પ્રાગપર, મુંદરા પોલીસ મથકનો સમાવેશ થાય છે. જીતુભા મંગલસિંહ સોઢા સામે શરાબની હેરફેરના ૩૩ ગુનાઓ નોંધાયા છે, જે કચ્છના પોલીસ મથકોમાં નોંધાયેલા ૧૦ ગુનામાં ફરાર હતો. જયારે એક મહીલા સામે માંડવી મરીનના ગુનામાં ફરાર હતા તો તેની સામે પણ અગાઉ તેની સામે પણ બે ગુના નોંધાયેલા છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે. રિમાન્ડ દરમિયાન અનેક નામો ખુલવાની શકયતા છે.
...............
યુવરાજ - જીતીયા સામે ગુજસીટોકનો જ ગુનો કરો દાખલ
કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી આ માટે એસપીશ્રી વિકાસ સુંડાને આપે જરૂરી સુચન-માર્ગદર્શન : અનેકવીધ કેસો જે બુટલેગરની સામે દાખલ છે તેની સામે ગુજસીટોકનો જ ગુનો થવો જોઈએ દાખલ
ગાંધીધામ : પશ્ચીમ કચ્છમાં પાછલા ટુંકા ગાળામાં જ જે બુટલેગરોને સવા છ કરોડથી વધુનો મુદામાલ ઝડપી પાડવામા આવ્યો છે તેવા યુવરાજને અંતે પોલીસને પકડી પાડયો છે. એલસબીીની ટુકડીએ યુવરાજને પકડી તો લીધો છે પરંતુ હકીકતમાં તો જે રીતે તેની સામે દાખલ થયેલા ગુનાઓનું લીસ્ટ છે તે જોતા તો આઈજીશ્રી અને પશ્ચીમ કચ્છ એસપીશ્રીએ આ યુવરાજની સામે ગુજસીટોકની કલમો તળે જ ગુનો દાખલ કરવો જોઈએ.

Comments