જામકુંનરીયાના તુગા ડેમમાં ઠેર ઠેર ગાબડાં
ડેમમાં રીપેરીંગના નામે કરોડો રૂપીયા ખર્ચે થયા હોવા છતાં આ પરિસ્થિતિ : ગામજનોની લેખીત રજુઆત... સમયસર રીપેરીંગ નહીં થાય તો ગમે ત્યારે ડેમ તૂટી પડવાની સંભાવના : ૧૫ દિવસથી સતત રજૂઆત છતાં કોઈ અધિકારીઓ નહીં ફરકતા લોકોમાં ચિંતા : ડેમ તુટશે તો ભારે નુકશાનીની સાથે છ ગામોમાં પાણી વિના તરસ્યા રહેશે
ખાવડા : જામકુનરીયા જૂથ ગ્રામ પંચાયતના તુગા ગામ પાસે આવેલા જામકુનરીયા નાની સિંચાઈ યોજના અંતર્ગત બનાવાયેલો તુગા ડેમની પાળના ચારે બાજુથી ચીથરા ઉડી ગયા હોય તેવી ઘાયલ હાલતમાં પડ્યો છે. ડેમની પછાળના ભાગમાં મોટા ગાબડાં પડેલા દેખાય છે. ડેમ હવે જરાક વરસાદ પડશે તો ગમે ત્યારે તૂટી પડશે તેવી ચિંતા આસપાસના પાંચથી ૬ ગામના લોકોમાં દેખાઈ રહી છે. અંદાજિત દોઢ કરોડથી પણ વધારે રૂપિયાના ખર્ચે સમારકામ થયાનો અંદાજ મનાય છે પરંતુ તેની સંભાળવા અથવા ગુણવત્તાના નામે સાવ મીંડું છે. તાજેતરના વરસાદ પછી એકબાજુ તેમાં પુષ્કળ પાણી આવી ગયું છે તો બીજી બાજુ સામે પાળમાં ઠેર ઠેર ગાબડાં પડી ગયેલા દેખાય છે. છેલ્લા ૧૫ દિવસથી વારંવાર જાણ કરવા છતાં પણ સિંચાઈ વિભાગના અધિકારીઓ ડેમની મુલાકાતે હજુ સુધી આવ્યા નથી તેવો આક્રોશ લોકોએ ઠાલવ્યો છે. કેટલાક લોકોએ કટાક્ષ કરતાં જણાવ્યું કે, શું ડેમ તૂટી પડે અને ફરીથી ડેમ બનાવવાનો "લાભ" મળે તેની રાહ જોવાઈ રહીને...? તુગા ગામના અબ્દુલ્લાભાઈ ઇસ્માઈલભાઇ સમાએ આ અનેક વખત રજૂઆત કરી છે તેમાં જણાવ્યું હતું કે, ડેમના કોન્ટ્રાક્ટર નબળું અને અધૂરૂ કામ કરાયું છે, જે બાદ કોન્ટ્રાકટરો દેખાયા નથી, જે અંગે અનેક વખત અધિકારીઓ સમક્ષ અનેકવાર રજૂઆત કરવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી ચાલતું નથી અને જો હવે ડેમ તૂટી જશે તો ડેમનું પાણી ચાલ્યું જશે.
વધુમાં તેમણે જણાવ્યું કે ડેમની પાળીના પેચિગ કામમાં બહુ જ હલકી ગુણવતાની કામગીરી કરવામાં આવી છે, જેના કારણે મોટા ગાબડાઓ પડી ગયા છે. હલકી ગુણવત્તાવાળા ડેમ બનાવવાની રકમ કેવી રીતે પાસ થઈ જતી હશે તે એક સવાલ છે. ત્યારે કચ્છ કલેકટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને સિંચાઈ વિભાગના અધિકારીઓ જો ડેમની જાત મુલાકાત લે અને ડેમનું યોગ્ય રીપેરીંગ તાત્કાલિક કરાવે તેવી માંગ ઉઠી છે. ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ પણ આ પ્રકરણ ઉપર અંગત રસ લઈને લોકોને ઝડપથી ન્યાય અપાવે તેવી માંગ કરી હતી. ડેમની નાલીની બાજુમાં ૨૦થી ૨૫ ફૂટની કામગીરી બાકી રાખી દેખામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, તુગા ડેમમાંથી તુગા, જામકુનરીયા, કાઢવાંઢ સહિતના પાંચથી છ ગામ ડેમ ઉપર નભે છે. હવે જો વધારે વરસાદ આવશે તો ડેમ તુટી જશે. જો ડેમ તુટી જશે તો ગામમાં પાણી પુરવઠા વિભાગના બોર આવેલા છે તેને ભારે નુકશાની થશે. હજુ પણ વરસાદની આગાહી થાય છે ત્યારે આ ડેમની પાળનું તાત્કાલિક મરામત કરવામાં આવે તેવી માંગ કરી છે.
માતાનામઢે શ્રદ્ધાળુઓનુંમોટી ઈજા થઈ હતી. આ ખાડા પુરવા સંકલનની બેઠકમાં અનેક વખત રજૂઆત છતા તંત્રે તસ્દી લીધી નથી. ખાડા તાકીદે નહીં પુરાય તો મોટા અકસ્માતની ભીતિ સર્જાશે. બીજી તરફ મા.મઢના પૂર્વ સરપંચ સૂરેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે, એસટી, પાણી, વીજ, પોલીસ બંદોબસ્ત સંતોષકારક સેવા આપી રહ્યા છે. શ્રાદ્ધ પક્ષમાં લાખો શ્રદ્ધાળુઓ માતાના મટે દર્શન કરી રહ્યા છે.
..........................
તળાવ ઉંડુ ન કરવામાં આવ્યું હોવા અંગે રજૂઆતની અનદેખી
ભુજ : તળાવ જયારે બનતું હતું, ત્યારે ખેડૂતો અને માલધારીઓ દ્વારા સરકારે ગ્રાન્ટ ફાળવવા છતાં કામગીરી પુરતી ન થતી હોવા અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેને અનદેખી કરવામાં આવી હોવાનું જણાવી રહ્યા છે. જામકુનરિયાના ખેડૂતો દ્વારા જિલ્લા પંચાયત કાર્યપાલક ઈજનરે જામકુનરિયા ગ્રામ પંચાયત દ્વારા જે તે વખતે તળાવ ઉંડા કરવામાં આવતું હતું, ત્યારે ખેડૂતો દ્વારા તળાવના તળિયેથી માટી કાઢવામાં આવી ન હોવા અંગે રજૂઆતો કરવામાં આવી હતી. ખેડૂતો દ્વારા સરકાર દ્વારા આશરે રૂ. ૧ કરોડ ૩૦ લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, ત્યારે જો ડેમના તળિયે પૂરતી ઊંડાણ કરવાની કામગીરી નહીં થાય તો આ કામનો લાભ ખેડૂતો અને માલધારીઓ જિલ્લા પંચાયત પ્રમુખ નાયબ કાર્યપાલક ઇજનેર, સિંચાઈ વિભાગ, ગુજરાતને રજૂઆત કરી હતી. છતાં કોઈ ધ્યાને ન લેવામાં આવ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

Comments