Trending News
સ્થાનિક સમાચાર

રાપર પોલીસે નવરાત્રી ને અનુલક્ષીને બેઠક બોલાવી

19 September


રાપર ; આગામી તહેવારો ને અનુલક્ષીને બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ની સુચના થી રાપર પીઆઈ જે.બી.બુબડીયા ના અધ્યક્ષ સ્થાને રાપર પોલીસ મથક હેઠળના રાપર શહેર અને 45 ગામો માં આગામી નવરાત્રી મહોત્સવ અંતર્ગત વિવિધ સુચનાઓ આપવા માટે તમામ નવરાત્રી મંડળ ની બેઠક બોલાવી હતી જેમાં સીસીટીવી કેમેરા પાર્કિંગ વ્યવસ્થા એનડીપીએસ તથા સાયબર ક્રાઈમ ને લગતા બેનરો લગાવવા માટે જે તે નવરાત્રી મંડળ મા સ્વયંસેવક રાખવા માટે સુચનાઓ આપી હતી તેમજ અન્ય કોઈ કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આવારા તત્વો સામે પગલાં લેવા માટે સો થી વધુ પોલીસ જીઆરડી તથા હોમગાર્ડ જવાનો તૈનાત કરવામાં આવશે તેમજ મહિલા કર્મચારીઓ માટે સી ટીમ તથા રોમિયો સ્કવોડ ખાનગી કપડાં મા તૈનાત કરવામાં આવશે એમ વિવિધ સુચનાઓ આપવામાં આવી હતી
 

Comments

COMMENT / REPLY FROM