Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં મહિલા અને બાળ વિભાગ દ્વારા “ખાસ જાગૃતિ અભિયાન” ની ઉજવણી કરાઈ

19 September


ભુજ : કચ્છમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી હેઠળ કાર્યરત ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન કચ્છ દ્વારા જાતિગત સમાનતાને અનુલક્ષીને કન્યા કેળવણી, શિક્ષણને પ્રોત્સાહન, લિંગભેદ આધારિત ભેદભાવ, કાયદાકીય અધિકારો, આરોગ્ય, પોષણ, બાળલગ્ન, મહિલાઓ વિરુદ્ધ થતી ઘરેલું હિંસા, કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણીની બાબતો અંતર્ગત “ખાસ જાગૃતિ અભિયાન”ના વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતાં.  
જે અંતર્ગત મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવેના માર્ગદર્શન હેઠળ ભુજ, ગાંધીધામ અને નખત્રાણા તાલુકાની પ્રાથમિક શાળાઓ, હાઇસ્કૂલ, આંગણવાડી ખાતે “ખાસ જાગૃતિ અભિયાન” ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. સેફ ટચ અનસેફ ટચ, કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ ૨૦૧૩, જાતિગત ભેદભાવ, આરોગ્ય, પોક્સો એક્ટ, ન્યુટ્રીશન, મહિલાલક્ષી કાયદાકીય જાગૃતતા તેમજ મહિલા સશક્તિકરણ વિશે માહિતી આપવામાં આવી હતી. જાગૃતિ અભિયાનનું આયોજન ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટના મિશન કો ઓર્ડીનેટર ફોરમબેન વ્યાસ, પૂજાબેન પરમાર, ક્રિષ્નાબેન ભુડિયા, સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક શ્રી ભાવનાબેન ગરવલિયા,પારૂલબેન ડામોર અને વર્ષાબેન બાંભનીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
-------

 

Comments

COMMENT / REPLY FROM