Trending News
સ્થાનિક સમાચાર

શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત મુંદરાના ૩ બાળકોને મળ્યું નવજીવન

19 September




સંદર્ભ કાર્ડ અંતર્ગત નિઃશુલ્ક અને અદ્યતન સારવાર તથા આજીવન બાળકની તપાસ કરી જરૂરી સારવાર પુરી પાડતી ગુજરાત સરકાર


ભુજ : મુન્દ્રા તાલુકાની વિવિધ શાળાઓમાં ઓગષ્ટ માસમાં આર.બી.એસ.કે. ટીમ દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોની તપાસ હાથ ધરવામાં આવી હતી. વિવિધ બાળકોની જન્મજાત ખામીને દૂર કરવા યોગ્ય સારવાર સાથે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં જલ્પાબેન ઉમા ઉંમર ૧૭ વર્ષ, મિત મૂળજીભાઈ પટેલ ઉંમર ૧૬ વર્ષ તથા સુધાન્શુ રમેશકુમારને જન્મ જાત હૃદયની ખામીની યોગ્ય સારવાર આપવામાં આવી હતી. ટીમ દ્વારા જણાવાયું કે, સીડીએચઓ ડૉ. મિતેષ ભંડેરી તથા મુન્દ્રા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ત્રણેય બાળકોને વધુ સારવાર માટે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતાં. ટીમ મુન્દ્રા તેમજ ડૉ. સંજય યોગી, અવની બેન્કર, એફ.એચ.ડબ્લ્યુ મનીષાબેનની ટીમ દ્વારા એક સાથે ૩ બાળકો અને તેના પરિવારને મુંદરાથી અમદાવાદ લઈ જવામાં આવ્યા હતાં. બાળકોની તાત્કાલિક ધોરણે સારવાર કરાવવામાં આવી હતી. આર.બી.એસ.કે યોજના અંતર્ગત યુ.એન.મહેતા હોસ્પિટલ- અમદાવાદમાં નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ દ્વારા બાળકોની સફળ શસ્ત્રક્રિયા કરવામાં આવતા બાળકો સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. 
બાળકોના પરિવારે જણાવ્યું હતું કે, ટીમના માર્ગદર્શનથી આ યોજના હેઠળ સારવાર કરાવવા માટે સંદર્ભ કાર્ડ બનાવી આપવામાં આવ્યું હતું તથા વધુ સારવાર માટે યુ.એન. મહેતા હોસ્પિટલ અમદાવાદ સુધી લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં બાળકને હૃદયની ખામી હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. કાર્ડના કારણે અમદાવાદ પહોંચવાનો ખર્ચો, દવા, રીપોર્ટસ તથા અન્ય પ્રકારના તમામ ખર્ચ સરકાર દ્વારા ચુકવવામાં આવ્યા હતા. જેના કારણે અમને એક રૂપિયાનો ખર્ચ ખિસ્સામાંથી કરવો પડ્યો નથી. સફળ હ્રદયના ઓપરેશન બાદ હાલ આ બાળકો સ્વસ્થ છે, ટીમ દ્વારા ફોલોઅપ લઈને સ્વાસ્થ્યની તપાસ પણ કરવામાં આવે છે અને જરૂરી દવાઓ તથા સારવાર પણ પૂરી પાડવામાં આવે છે.
--------

 

Comments

COMMENT / REPLY FROM