Trending News
સ્થાનિક સમાચાર

મેગા ડીમોલીશન : ગાંધીધામ મનપાતંત્ર સંકુલના અન્ય વિસ્તારોના દબાણો સામે પણ હાથ ધરે ઝુંબેશરૂપ તવાઈ

19 September



ગાંધીધામ મનપા તંત્ર દબાણ હટાવ કાર્યવાહી વચ્ચે જાગૃત વર્ગનો સુચક ઈશારો : વચલી બજાર સહિત મેઈન બજારમાં જેમ દબાણો દુર કરાયા છે તેવી જ રીતે લીલાશા વિસ્તાર, રેડક્રોસ પટ્ટો, ઝંડાચોક આજુબાજુમાં, ભગવાન કલોથસ્ટોર પાછળનો વિસ્તાર સહિતના દબાણો બાબતે સર્વે કરી અને થવી જોઈએ તટસ્થ કાર્યવાહી


ગાંધીધામ : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં દબાણ હટાવવાની ઐતિહાસિક કામગીરી હાથ ધરાઈ છે. અત્યાર સુધીમાં ૫૦૦ જેટલા નાના-મોટા દબાણો આઇડેન્ટિફાય કરવામાં આવ્યા છે. ખાસ કરીને મેઈન બજાર વિસ્તારમાં મનપા દ્વારા કાર્યવાહી ચાલુ છે, જેના કારણે ધંધાર્થીઓમાં પણ હલચલ જોવા મળી રહી છે. મનપા કમીશ્નરશ્રી મનીષ ગુરવાની અને તેમની ટીમ દ્વારા શહેર-સંકુલને સ્વચ્છ-સુંદર અને દબાણમુકત બનાવવાની દીશામાં કટિબદ્ધતા સાથે આ કાર્યવાહી આગળ ધપાવાઈ રહી છે ત્યારે બીજી તરફ જાગૃત નાગરિકોમાં એવી માગ ઊઠી રહી છે કે, માત્ર મેઈન બજાર 
પૂરતું નહીં પરંતુ શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ જ રીતે કડક કામગીરી હાથ ધરવામાં આવે તે જરૂરી બની રહ્યુ છે. 
આ બાબતે અંતરંગ વર્તુળામોથી ઉઠતી ચર્ચાઓ અનુસાર લોકોમાં ખાસ કરીને લિલાશાહ વિસ્તાર, રેડક્રોસ વિસ્તાર, ઝંડાચોક આજુબાજુના બજારો, ઝંડાચોક નલીકંઠની કચેરીની પાછળના ભાગે, મેટ્રો શોરૂમની પાછળ, અનીલ ટેલીકોમ તથા ફોનવાલેની પાછળના ભાગે, ભગવાન કલોથ પાછળનો વિસ્તાર,મેઈન બજાર પાછળના વિસ્તાર સહિતમાં પણ ટીમો મોકલાવી ઝડપથી સર્વે હાથ ધરવો જોઈએ, અહી પણ અનેક નાના કાચા-પાકાકા દબાણો ખડકાઈ ચુકયા હોવાનુ ચર્ચાય છે. આ વિસ્તારોમાં પણ મોટા પ્રમાણમાં દબાણો માજા મૂકી બેઠેલા હોવાની નાગરિકોની ફરિયાદ છે. લોકો ઈચ્છે છે કે મનપા તંત્ર આ વિસ્તારોમાં પણ એકસરખી કાર્યવાહી કરે જેથી શહેરમાં સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા અને વ્યવસાય માટે સારું વાતાવરણ સર્જાય.


............



કમિશ્નરશ્રી વન-એનો આંટો મારે, તો..આ વિસ્તારનુ પણ ભલુ થાય
અમુક તબીબોએ તો દબાણ કરવામાં લાજ-શરમ જ નથી રાખી..!




શહેર-સંકુલ આખાયમાં જો વધુમાં વધુ આર્કેટ દબાવાઈ હોય તો તે વન-એમાં જ જોવા મળશે : 
ભાગ્યે જ કોઈ બિલ્ડીગ એવી મળશે કે જેમા દબાણ થયુ ન હોય..!



ગાંધીધામ : શહેર-સંકુલમાં હાલમાં મનપા તંત્ર દ્વારા દબાણ હટાવની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. કમિશ્નરશ્રી પણ ખુદ જાત સમીક્ષાઓ સ્થળ પર કરી અને દબાણો દુર કરાવી રહ્યા છે. આવામાં જાણકારો કહી રહયા છે કે, કમિશ્નરશ્રી મનીષ ગુરવાનીજીએ એકાદ આંટો વન-એ વિસ્તારમાં પણ મારી લેવો જોઈએ. તેઓ બધેય ગયા છે પરંતુ વન-એમાં નથી પહોચ્યા લાગતા. કારણ કે વન એ વિસ્તારમાં પણ દબાણકારોએ માજા મુકી છે. જરા સહેજ લાજ શરમ પણ રાખી જ ન હોય તેવી સ્થિતી અહી સર્જાયેલી છે. વન એમાં તો શિક્ષિત લોકો રહે છે, ભણેલા ગણેલા લોકો જો આટલુ બધુ દબાણ કરતા હોય તો પછી અન્યને તો શું કહેવુ..? કહેવાય છે કે અહી આગળ તો આર્કેટમા દબાણો કરી જ લીધા છે પરંતુ પાછળના ભાગે પણ દબાણો ખડકેલા છે. કમિશ્નરશ્રી જો આ બાબતે વક્રદ્રષ્ટી કરશે, અહી મુલાકાત લેશે તો ચોકકસથી આવા મોટા  મોટા દબાણો પણ દુર થવા પામી જશે.

 

Comments

COMMENT / REPLY FROM