- તો ગાંધીધામ સંકુલ રખડતી રંજાડ(બિનવારસુ ઢોરો)મુકત શહેર બનશે : કમિશ્નરશ્રી ગુરવાણી ધારે તો કપરૂં નથી..!
સરકારી સબસીડી લેતા ઢોરવાડા-પાંજરાપોળોને સોપો જવાબદારી
મનપા કમિશ્નરશ્રી ગાંધીધામના પશુપાલન અધિકારીને તેડાવી, સંકલન કરાવી અને રખળતા ઢોરો સરકારી સબીસડી મેળવતા ઢોરવાડાઓના હવાલે કરવાનું રોડમેપ તૈયાર કરાવે
પૂર્વ કચ્છના ઔદ્યોેગીક પાટનગર ગાંધીધામને સ્વચ્છ-સુંદર-દબાણમુકત બનાવવાના સુત્ર સાથે સક્રીય કમીશ્નરશ્રીને ટ્રાફિકને અડચણરૂપ,જીવલેણ અકસ્માતો સર્જતા બિનવારસુ ઢોરની સમસ્યાથી પણ છુટકારો મેળવો હોય તો વેળાસર જ સરકારી સબસીડી લેનારી પાંજરાપોળોની સાથે બેઠકો યોજી અને રખઢતા ઢોરો-નંદી સહિતનાઓનો નિભાવ કરવાની તેમને જ સોપો જવાબદારી : સબસીડી લેનારી કોઈ જ પાંજરાપોળ ના નહી પાડી શકે, સરકારી પરિપત્રમાં જ રખઢતાઢોરોની સાચવણીનો પણ છે ઉલ્લેખ
ખાટલે મોટી ખોટ : ગાંધીધામના અંદાજીત નવ જેટલી ગૌશાળાઓ છે, સબસીડી લેનારી પાંજરાપોળોમાં ગાંધીધામમા બિનવારસુ ફરતા ૩૦૦૦ હજાર ઢોરો હોવાની સંભાવનાઓ છે, તબક્કાવાર ઢોરોને પકડી અને ગાંધીધામ કરતા દુરની પાંજરાપોળોમાં નિભાવ માટે મોકલી અપાય તે બનશે વધુ કાયમી સમસ્યા ઉકેલની દીશાની પહેલ : સ્થાનિકે સોપ્યા બાદ જો બિનવારસુ ઢોરોને છોડી મુકાશે તો સંકુલની સ્થિતી બનશે જસની તસ : ભચાઉ-વાગડ વિસ્તારમાં મોટી પાંજરાપોળો આવેલી છે, જો ત્યાં ગાંધીધામથી પકડેલા ઢોરો સ્વીકારાય
તો રખઢતા ઢોરોની સમસ્યા વધારે સારી રીતે ઉકેલાઈ કહેવાય
ગાંધીધામ : ગાંધીધામ મનપાના વર્તમાન સમયે ગાંધીધામના મનપા કમિશ્નર શ્રી મનીષ ગુરવાણી શહેર-સંકુલના માળખાગત વિકાસને સુદ્રઢ કરવાની દીશામાં યુદ્ધાના ધોરણે કામે લાગેલા છે. શહેરમાં સફાઈ અને દબાણ હટાવાની કામગીરીનો તો સૌએ સાક્ષાતકાર કરી જ લીધો છે, હવે જો શ્રી ગુરવાણી ધારે તો આખાય સંકુલને રખડતી રજાડ એટલે કે બિનવારસુ પશુઓ-ઢોરોની પણ જે મોટી સમસ્યા છે તેનાથી સરળતાથી મુકત કરાવી શકે તેમ છે.
પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, ટ્રાફીકને માટે નડતરૂરૂપ નંદી સહિતના બિનવારસુ ઢોરો ગાંધીધામ સંકુલમાં ઠેર ઠેર માર્ગો પર જોવા મળી આવતા હોય છે, ટ્રાફીકમાં નડતરરૂપ બનવાની સાથોસાથ ઘણી વખત આવા ઢોરોના લીધે ગંભીર અને ઘાતક અકસ્માતો પણ સર્જાઈ જવા પામતા હોય છે. આ સમસ્યા પણ સંકુલને માટે માથાના દુખાવા રૂપ જ અનેકવખત બની ચૂકી છે. હવે જો તેને દુર કરવાની દીશામાં શ્રી ગુરવાણી મન બનાવે તો ચોકકસથી આ સમસ્યાનો પણ કાયમી લંબો ઉકેલ આવી શકે તેમ છે. કહેવાય છે કે, જે કોઈ પણ સરકારી સબસીડી લઈ રહેલી પશુશાળા, ઢોરવાડા, ગૌશાળા છે, તેઓને આવા બિનવારસુ નંદી સહીતના ઢોરો સોપવાની જવાબદારી આપવાની દીશામાં વીચારવું જોઈએ. સરકારના પરિપત્રમાં જ એવો ઉલ્લેખ કરાયેલ છે કે, બિનવારસુ પશુઓ સબસીડી મેળવનારી સંસ્થાઓને આપી શકાય છે. તેઓની પાસે ઢોરોના નિભાવ માટેના તમામ માળખાઓ, સ્ટ્રકચરલ રહેલા હોય છે, એટલે રોડ-રસ્તાઓમાં આડેધડ વિચરતા આવા પશુઓને એ મુજબની પાંજરાપોળમાં મુકવામા આવે તો શહેર-સંકુલ આવી સમસ્યાઓથી મુકત થઈ જાય, ઢોરોનો પણ યોગ્ય નિભાવ થવા પામી જાય તે છે.
આ બાબતે તજજ્ઞો કહી રહ્યા છે કે, સબસીડી લેનારી પાંજરાપોળ, ગૌશાળા અને ઢોરવાડાઓમાં આવા બિનવારસુ નંદી સહિતના ઢોરોનો પણ નિભાવ કરવાની સુચના આપતો ઉલ્લેખ સબંધિત સરકારના પરિપત્રમાં જ કરવામા આવ્યો છે. કોઈ પાંજરાપોળ કે ઢોરવાળા આ બાબતે ઈન્કાર કરી શકતા નથી. સક્ષમ સરકારી અધીકારીને વધુમાં પાવર પણ આપેલા જ છે કે, કોઈ પાંજરાપોળ ના પાડે તો તેની સરકારી સબસીડી બંધ કરાવી શકાય છે. આ બાબતે ગાંધીધામ મનપા કમીશ્નરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સાથે જરૂરી પરામર્શ કરી અને ગાંધીધામના પશુ અધિકારીને સુચનો આપી, સકલન સાધી અને શહેરમાં રખડતાઢોરોને સબસીડી લેનારી પાંજરાપોળમાં મુકવાનો એકશન પ્લાન ઘડી અમલવારી કરાવે તે જરૂરી બની રહ્યુ છે. ગાંધીધામ સંકુલમાં એક અનુમાન અનુસાર નવેક જેટલી આવી પાંજરાપોળો સેવારત છે તેની સામે બિનવારસુ ઢોરનો આક અને અંદાજીત ૩૦૦૦ને આંબી જાય તેટલો છે, આ ઉપરાંત એક વકી એવી પણ દર્શાવાય છે કે જો ખરેખર ગાંધીધામ સંકુલને રખડતા ઢોર મુકત સંકુલ બનાવવુ હોય તો અહી બિનવારસુ પકડાયેલા ઢોરોને દુર મુકવા જોઈએ, ગાંધીધામમાં જ મુકાય અને અહીની કોઈ પાંજરાપોળ પકડયાના બીજા-ચોથા દીવસે જ ખુલ્લામા મુકી દેવાની લાપરવાહી દાખવે તો સમસ્યા તો ત્યાની ત્યા જ રહી જવા પામી શકે છે. ઉપરાંત ગાંધીધામના ઢોરોની સંખ્યાની સામે પાજરાપોળો પણ ઓછી દર્શાય છે, વાગડ-ભચાઉ જેવી મોટી પાંજરાપોળોમાં અહીના ઢોરોને મુકવામા આવે તો સંકુલમાં આ સમસ્યા મોટાપાયે કાયમી રીતે ઉકેલ તરફ જતી જોવાઈ શકાય છે તેવુ જાણકારો માની રહ્યા છે.

Comments