Trending News
સ્થાનિક સમાચાર

મૃત વ્યક્તિને જીવિત બતાવી જખૌમાં કિંમતી જમીન બારોબાર વેચી દેવાઈ 

18 September



જખૌ અને મુંબઈમાં રહેતા ચાર લોકો સામે ફોજદારી નોંધાઈ


ભુજ : જખૌ ગામે મૃત વ્યક્તિને જીવિત બતાવી કિંમતી જમીન બારોબાર વેચી દેવાઈ હતી. જે જમીન પ્રકરણમાં જખૌ અને મુંબઈના ચાર લોકો સામે ફોજદારી ફરિયાદ નોંધાઈ છે. 
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ જખૌ ગામના હાલે સિંગાપોરમાં રહેતા મહેશકુમાર શાંતિલાલ મોઢ (મહેતા)એ જખૌ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ગત તા. ૩૦-૪-રપથી કોઈ પણ સમયે નલિયા સબ રજીસ્ટારની ઓફિસમાં આરોપીઓ ધરમશી ભચુભાઈ ભાનુશાલી (રહે જખૌ, હાલે ઘાટકોપર, મુંબઈ), કિશોર લક્ષ્મીદાસ ભાનુશાલી (રહે જખૌ, હાલે સિદ્ધાંતનગર, મુંબઈ), કાંતિલાલ ભચુભાઈ ભાનુશાલી (રહે ઘાટકોપર, મુંબઈ), પદમશી ઉકડા મંગે (ભાનુશાલી) (રહે જખૌ) દ્વારા ગત તા. ૧ર-૭-૮૯ના રોજ મરણ ગયેલ ફરિયાદીના પિતા શાંતિલાલ પરસોત્તમ મોઢ (મહેતા)ના નામે ગુનાહિત કાવત્રુ રચી વેચાનારના ફોટોગ્રાફની જગ્યાએ અસલ માલિકના બદલે આરોપી પદમશીનો ફોટો લગાવી અન્ય આરોપીઓ ફોટો પદમશી ભાનુશાલીનો હોવાનું જાણતા હોવા છતાં ખોટી સાક્ષીઓએુ ખોટી શાંતિલાલ મોઢ હોવાની ઓળખ આપેલ હતી. ધરમશી ભચુભાઈ ભાનુશાલીએ જમીન ખરીદનાર તરીકેનો દસ્તાવેજ કરી રેવન્યુ રેકર્ડ પર હક્કનોંધ પડાવી જમીન પોતાના નામે કરી લઈ ખોટા બોગસ આધારો અને ખોટી કબૂલાતો સબ રજીસ્ટાર સમક્ષ આપી ખોટા બોગસ દસ્તાવેજોને સાચા તરીકે ખોટી નોધ પડાવી મરણ ગયેલ વ્યક્તિને જીવીત બતાવી પોતાના ફાયદા માટે જમીન આરોપી ધરમશી ભાનુશાલીએ પોતાના નામે દસ્તાવેજ કરાવી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવતા જખૌ પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ ડી.પી. ચુડાસમાએ આગળની તપાસ હાથ ધરી છે. 

Comments

COMMENT / REPLY FROM