કચ્છના અબડાસાપામાં ગાપટાંરૂપે ખનીજચોરી શરૂ : ખાખી કેમ નાકામખાણખનિજ વિભાગ અંધારામાં કે આંખ આડા થાય છે કાન.?
ધીરે ધીરે બોલ કોઈ સુનના લે..સુનના..લે..!
અબડાસાના ખીરસરા વિંઝાણ અને માંડવીના નાગ્રેચા નજીક પંથકમાં રાત્રીના અંધકારમાં ગુંજે છે મશીનો -વાહનો ઘરઘરાટીં દરરોજ બોકસાઈટ - બેન્ટોનાઈટ જેવા ખનીજની થાય છે હેરાફેરી : પોલીસના વહીવટદાર સાથે ગોઠવણ થઈ જતા ખનીજચોરોને મળ્યું મોકળુ મેદાન : મામદ- સદામની જોડીએ ફરી ખનીજ ચોરીની ચર્ચાએ તાલુકામાં પકડી ગરમી...? પોલીસ તપાસ કરે કોને મંજુરી આપી...? ખનીજ ચોરીમાં “અલ્પો - ચંદ” વચેટીયો દલાલ બન્યો : અબડાસા ગામમાં ખનીજ ચોરી આરંભ થાય તેની સાથે ફરિયાદાનો દોર આરંભી જતો હોય છે....?
પશ્ચિમ કચ્છમાં બેઝઓઈલ-કોલસાચોરી-ખનીજમાફીયાઓ પર મહેરબાન થનાર વહીવટદાર કોણ? અલ્પાના વિવીધબેનામી ધંધાઓને ધમધમાવવાની છુટ આપનારા વહીવટદારને ખુલ્લો પાડો : અલ્પાની સાથે આવા વહીવટદારની ભાગીદારી ન હોય તો અલ્પો ફાટીને ફલેકે ન ચડી શકે..? : આ અલ્પો ભરોસાપાત્ર નથી : જેની સાથે રહ્યો છે તેઅધિકારીનો જ તાજનો સાક્ષી બનેલ છે અને નારદમુની જેવા સંસ્કારો ધરાવતો હોવાની છે ચર્ચા : અલ્પાનો ઇતિહાસ તપાસો
અબડાસાના ખીરસરા સહિતના પટ્ટામાં ફરીથી ખનીજ ટોળકી આવી મેદાનમાં :વરસાદે વિરામ લીધો, ખનીજ માફીયાઓ ગાપટાંરૂપે થયા શરૂ : જવાબદાર તંત્રવાહકો સાથે ખનીજ માફિયાઓની ‘ડીલ’ : કિંમતી
ખનીજ ઉપાડવાનો પરવાનો’ મળ્યો હોય તેમ ગાપટાંરૂપે ઉસેડી રહ્યા છે ખનીજ : વરસાદનો રાઉન્ડ પુર્ણ થયા બાદ મોડી રાત્રે મશીનો અને વાહનોનું ધમધમાટ : ખાણ ખનીજ નિયમ મુજબ રાત્રે ખનીજ
ખનન ન થઈ શકે..?
વરસાદનો રાઉન્ડ પુર્ણ થયા બાદ મોડી રાત્રે મશીનો અને વાહનોનુ ધમધમાટ : ખાણ ખનીજ નિયમ મુજબ રાત્રે ખનીજ ખનન ન થઈ શકે..?
ભુજ : કચ્છના પેટાળમાં અલભ્ય ખનીજનો ભરપુર ખજાનો ધરબાયેલો છે. આ ખનીજમાથી સરકારને જે રોયલ્ટી મળવી જોઈએ તેનાથી અનેકઘણી ખનીજ ચોરી માફીયા ટોળકીની સિન્ડીકેટ દ્વારા કરવામા આવી રહી હોવાની ફરીયાદો સતત સપાટી પર આવતી જ રહેતી હોય છે. ચોમાસાની ઋતુમાં કચ્છમાં વરસાદનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ હવે જેવો થોડો ઘણો ઉઘાડ થયો કે, આ ખનીજ માફીયાઓ પરથી મેદાનમાં આવી ગયા હોવાની ફરીયાદોનો ગણગણાટ સામે આવવા પામી રહ્યો છે. જાણકારો કહી રહ્યા છે કે, અબડાસાના ખીરસરા સહિતના વિસ્તારોમાથી પુનઃ ખનીજચોરી ઢળતી કાળી રાતે રૂ આદરવામા આવી રહી છે. નિયમ અનુૃસાર રાત્રીના સમયે ખનન કરવુ ગેરકાયદેર જ છે પરંતુ ખીરસરા સહિતના વિસ્તારમાં જો આકસ્મીક તવાઈ બોલાવાવમા આવશે તો મોડી રાતે જ રૂ હાઈપ્રોફાઈલ ખનીજચોરીનો ધમધમાટ ફરી ચાલુ થઈ ગયો હોવાની બૂમરાડ ઉઠવા પામી રહી છે. પશ્ચિમ કચ્છના છેવાડાના અબડાસા પંથક, માંડવી અને લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કિંમતી ખનીજની ચોરી થતી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
અબડાસાના ખીરસરા સહિતના પટ્ટામાં, લખપત તથા માંડવીના નાગ્રેચા સહિતના પટ્ટામાં હવે વરસાદે વિરામ લીધો હોવાથી આ ખનીજમાફીયાઓને ફરીથી તડાકો થવા પામી ગયો હોય તેવી રીતે રૂ આડેધડ ખનીજ ઉસેડી રહ્યા હોવાનુ ચર્ચાય છે.
અમુક વિભાગોમાં ઉચ્ચ અધિકારીઓ નવ-દસ લાંબી રજામાં હોવાથી સરકારી વિભાગો જાણે નધણિયાતા બની ગયા છે.
રાત્રીના સમયે પણ એટલા બિનધાસ્ત બનીને આ ખનીજચોરો ખનન કરી રહ્યા છે કે ખનીજચોરોને જાણે કિંમતી ખનીજ ઉસેડવા પરવાનો મળી ગયો હોય તેમ બેલગામ બન્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર અબડાસાના ખીરસરા-વિંઝાણ પટ્ટામાં ખનીજચોરોએ માજા મુકી છે. રાત્રીના અંધારાનો લાભ લઈ રોજની અંદાજીત પ૦થી વધુ ગાડીઓ ભરી ખનીજ સગેવગે કરવામાં આવી રહ્યું છે. હાલ તો અબડાસા અને લખપત તાલુકા ખનીજ સંપતા ધરાવતા ગામડાઓમાં રાતનો જાણે મેળા હોય તેવા થનગનાટ જોવા મળી રહ્યો છે. કચ્છમાં વરસાદનો વિરામ લાંબો ચાલતા જયાં એકતરફ ખેડૂતો-પશુપાલકોના લલાટે ચિંતાની લકીરો ખેંચાઈ છે ત્યાં બીજીતરફ લાંબા ચાલેલા મેઘવિરામથી ખનીજચોરોને બખ્ખા થઈ ગયા છે. ખાસ કરીને અબડાસા, લખપત અને માંડવી પંથકમાં બેન્ટોનાઈટ અને નાગ્રેચાના નજીક પંથકમા બોકસાઈટની બેફામ ચોરી થઈ રહી છે. રાત્રીના અંધકારનો લાભ લઈ ખનીજચોરો બેફામ ખનીજચોરી કરી રહ્યા છે.
..............
લાંબા મેઘવિરામથી અમુક
ખનીજ માફિયાઓને બખ્ખા
ભુજ : કચ્છમાં અષાઢ મહિનામાં વ્યાપક વરસાદ બાદ લાંબા મેઘવિરામ અને તંત્રવાહકોની નિષ્કાળજી કહો કે પછી આખ આડા કાન કરવાની વૃતીના લીધે ખનીજ માફિયાઓને બખ્ખા થઈ ગયા છે. કચ્છના ગ્રામીણ પંથકમાં ખનીજ ચોરો સક્રિય થયા છે. દરરોજ રાત્રીના અંધકારનો લાભ લઈ મશીનો મારફતે કિંમતી ખનીજની ચોરીનું ગાપટાંરૂપે પ્રમાણ વધ્યું છે. કચ્છના સરહદી ગામોમાં દોડતા ખનીજ ભરેલ વાહનો તેનું પ્રમાણ પુરૂં
પાડી રહ્યા છે.
...............
‘અલ્પો-ચંદ’ ખનીજચોરો અને તંત્રવાહકો વચ્ચેનો દલાલ બન્યોની ચર્ચા ?
ભુજ : કચ્છમાં ચાલતી વિવિધ ગેરપ્રવૃત્તિઓમાં દલાલ તરીકે ભૂમિકા ભજતવો કુખ્યાત અલ્પો - ચંદ તહેવારોના દિવસોમાં ખનીજ માફિયાઓ અને જવાબદાર તંત્રવાહકો વચ્ચે વહીવટદાર કહો કે દલાલની ભૂમિકા ભજવી રહ્યો છે. ભૂતકાળમાં ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધનો લાભ લઈ અનેકવિધ ગેરપ્રવૃતિઓમાં દલાલ તરીકે ભૂમિકા ભજવનાર અલ્પોે ભૂતકાળમા પોતાની સાથે સાંઠગાંઠ ધરાવતા કેટલાક અધિકારીઓની જાતે જ દવા કરી નાખી હોવાનું સપાટીએ આવ્યું હતું. ભૂતકાળમાં બેઝ ઓઈલ કૌભાંડ, ક્રિકેટ સટ્ટો, લિગ્નાઈટ - બેન્ટાનાઈટ અને બોકસાઈડ ચોરી, ખનીજ ચોરી પ્રકરણ અને મારામારી જેવા અનેક કેસમાં અલ્પાનું નામ ચમકયું હતું. કાકાના રંગીન મીજાજના કારણે જુવાનજોધ દિકરાએ આત્મહત્યાના કેસમાં ચર્ચામાં આવ્યો હતો ત્યારે સમાજમાં નીચો જોવાનો વાળો આવ્યા હતો. કેટલાક ઉચ્ચ અધિકારીઓની દવા કરાવી નાખનાર અલ્પાની મોડસ ઓપેરેન્ડીથી જવાબદાર અધિકારીઓ વાકેફ હોવા છતાં તેના સાણસામાં કેમ સપડાઈ જાય છે. તેવો વેધક સવાલ પણ ઉઠી રહ્યો છે. વિવિદ અધિકારીઓના આગળ - પાછળ ફરી પછી ઘરે સુધી વ્યવસ્થા કરી દેનાર અવાર - નવાર નવરાત્રી સહિતના કાર્યક્રમોમાં ફરિયાદીને આગળ કરી પાછળથી માંડવાલી કરતો પણ આ અલ્પો નજરે ચડતો રહ્યો છે.

Comments