ભુજની સેશન્સ કોર્ટે આરોપીને સાત વર્ષની કેદ ફટકારી
ભુજ : સેશન્સ કોર્ટે દિનારાના આરોપીને સાત વર્ષની સાદી કેદ અને પ હજારનો દંડ ફટકાર્યો છે. આ કેસની વિગત મુજબ દિનારાના આરોપી મામદ અમીન સમાની પત્ની હવાબાઈ રીસામણે તેના માવિત્રોના ઘરે બેઠેલ હોઈ અને બનાવના ત્રણેક વર્ષ પહેલા આરોપીની પત્નીએ ફેમિલ કોર્ટ ભુજમાં ભરણ પોષણ મેળવવા કેસ કરેલ હતો. આરોપી પોતાની પત્ની હવાબાઈ સાથે સમાધાન કરી પોતાની સાથે લઈ જવા મોટા દિનારા આવેલ હતો. બપોરના સમયે હવાબાઈ, સલમાબાઈ તથા કુંવરબેન ઘરના ફળિયામાં બેઠેલ હતા, ત્યારે આરોપી કુહાડી લઈને આવેલ અને સલમાબાઈને કહેલ કે, તું મારી પત્નીને મારા ઘરે આવવા દેતી નથી તેમ કહી સલમાને મારી નાખવાના ઈરાદે માથાના પાછળના ભાગે કહુહાડી મારી જીવલેણ ઈજાઓ પહોંચાડેલ તેને કારણે તેને હાલમાં તેની બંને આંખોમાં અંધાપો આવી ગયેલ છે. તેમજ સાહેદ કુંવરબેનને કુહાડીના હાથા વડે ઈજાઓ પહોંચાડેલ હતી. સલમાબેનને કહેલ કે, તું અમારો સમાધાન કરવા દેતી નથી. આજે તને મારી નાખવી છે તેમ કહી ગુનો કરેલ હતો. જે કેસ અધિક સેશન્સ જજ ભુજ સમક્ષ ચાલે હતો. જેમાં ફરિયાદ પક્ષે ર૩ સાહેદ, ૩૪ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવેલ હતો, જે પુરાવા અદાલતે માની આરોપીને આઈપીસી કલમ ૩૦૭ ગુના સબબ સાત વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા પ હજારનો દંડ કરવામાં આવેલ અને દંડ રૂા. ૧ હજાર કરવામાં આવેલ હતો. આ કેસમાં સરકાર પક્ષે અધિક જિલ્લા સરકારી વકિલ પી.વી. વાણિયાએ હાજર રહી દલિલો કરેલ હતી.
-----

Comments