Trending News
સ્થાનિક સમાચાર

કિડાણાના બે માથાભારે ઈસમોને તડીપાર કરાયા

17 September


ગાંધીધામ : ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ દ્વારા કિડાણા ગામના કુખ્યાત ગુનાહિત ઈતિહાસ ધરાવતા બે ઈસમોને કચ્છ જિલ્લામાંથી તડીપાર કરાયા હતા. 
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ઉચ્ચ અધિકારીઓ દ્વારા મળેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ પીઆઈ એસ.વી.ગોજિયા દ્વારા આ બાબતે વારંવાર શરીર સંબંધી, મિલ્કત સંબંધીત ગુના આચરતા રોક લાવવા કિડાણા ગામના બે માથા ભારે સગાભાઈઓ વિરૂદ્ધની તડીપાર દરખાસ્ત તૈયાર કરી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરફ મોકલતા તેને કચ્છ જિલ્લા તથા જિલ્લાને અડીને આવેલા જિલ્લાઓમાંથી તડીપાર કરવા હુકમ કર્યો હતો. આ આરોપીઓમાંથી કિડાણાના અકરમ ઈસ્માઈલ ચાવડા સામે ગાંધીધામમાં સાત ગુના, અંજારમાં એક તથા માળિયામાં એક ગુનો નોંધાયો છે. તેમજ બીજો આરોપી અબ્દુલગની ઉર્ફે ગનીડો ઈસ્માઈલ ચાવડા (રહે. કિડાણા) સામે ગાંધીધામ પાંચ ગુના નોંધાયા છે. તો અંજારમાં બે તેમજ માળિયામાં એક અને આદિપુરમાં ર ગુના નોંધાયેલા છે. પોલીસે આ બન્ને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM